દરેક બાબત કેવી હોવી જોઈએ અથવા તે તેવી જ હોવી જોઈએ તે માટેએ આગ્રહી રહેતો અથવા તેનો અટ્ટહાસ એટલો ચરમસીમાએ રહેતો કે તેની સ્ટોરીઝ આજે પણ ચગળવામાં આવે છે. અગિયાર વર્ષ પૂર્વે વીણા વર્લ્ડ શરૂ થયું ત્યારે અમે પ્રથમ ભારતની મુલાકાત લીધી. તે જાણે અમારી ભારત જોડો યાત્રા જ હતી. આ પછી દુનિયાની સફર પર મેં કૂચ કર્યું.વીણા વર્લ્ડના નવા કોરા નજરિયાથી દુનિયા જોવાની હતી. મારી પહેલી સફર યુ.એસ.એ.ની પંદર દિવસની ઈસ્ટ ટુ વેસ્ટ ટુર હતી. શિલ્પા મોરે હવે વીણા વર્લ્ડની જનરલ મેનેજર છે તે પણ સંગાથે હતી અને અમારો ટુર મેનેજર દિનેશ બાંદિવડેકર હતો. ટુર મેનેજર તરીકે ટુર કરવાના અમારા દિવસ પૂરા થઈ ગયા હતા અને જરૂર પણ નહોતી. કારણ કે અમારા કરતાં વધુ સારી ટુર્સ કરનારા ટુર મેનેજર્સની મોટી ફોજ ઊભી થઈ ચૂકી હતી. છેલ્લાં અગિયાર વર્ષમાં અમે અલગ-અલગ નવી ટુર્સ સેટ કરવા માટે પોતે બહુ પ્રવાસ કર્યો તેમજ વીણા વર્લ્ડની ટુર્સ સાથે પણ પ્રવાસ કર્યો. કારણ કે ટુર્સ ગમે તેટલી સારી રીતે નિયોજન કરવામાં આવે તો પણ તેનો અમલ વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં તે જોવું જ પડે છે. આપણને અને પર્યટકોને જોઈએ તે રીતે ટુર થાય છે કે નહીં તે પર્યટક તરીકે તેમના નજરિયાથી જોવાનું મહત્ત્વનું છે. આ વર્ષે પણ અમે વીણા વર્લ્ડની અમુક ટુર્સ સાથે જઈ રહ્યાં છીએ. હવે તો અમે સિનિયર સિટીઝન્સ થઈ જવાથી અમારી પાસે ટુર્સ જોવાનો નજરિયો બદલાયો છે. આ વીણા વર્લ્ડ બધુ જ `અંડર ઓબ્ઝર્વેશન’ કરે છે.
તો અમે તે યુ.એસ.એ. ટુરમાં ન્યૂયોર્કથી શરૂઆત કરી. પહેલું સાઈટસીઈંગ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હતું. ત્યાં જનારા ગમે તેની `આંખો અંજાયા’ વિના રહેતી નથી. અમે બધા સહ-પ્રવાસી એકબીજાના ફોટો પાડવામાં મગ્ન હતાં. મેં એક બહેનને અમસ્તાજ પૂછ્યું, `કેમ, કેવું લાગે છે?’ તો તે એકદમ રડવા લાગી. હું પણ મૂંઝાઈ ગઈ. તેની પાસે બેઠી અને પૂછ્યું તો કહ્યું, `જીવનની સૌથી મોટી ઈચ્છા આજે પૂરી થઈ. આ માટે જ પૈસા જમા કર્યા હતા. આજે વિશ્વાસ બેસતો નથી કે હું ખરેખર સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની સામે ઊભી છું. આ માટે જ કર્યો હતો અટ્ટહાસ. તે ખુશીના આંસુ હતા અને પૂર્ણતાનો અટ્ટહાસ હતો. મારા પર્યટન જીવનમાં પંદર વર્ષ મેં ટુર મેનેજરશિપ કરી. ટુરિસ્ટ તરીકે વિદેશમાં ટુરિસ્ટ કંપનીઓ સાથે ટુર્સ પણ કરી અને આ અવિરત દુનિયાની ભ્રમંતીમાં `આ માટે જ કર્યો હતો અટ્ટહાસ’ એ વાક્ય મેં અનેક વાર કાને સાંભળ્યું છે અને આંખોથી જોયું છે. ઘણી વાર હું આવા સમયે `ઓબ્ઝર્વેશન મોડ’માં ચાલી જાઉં છું. પર્યટકો તેમની તે સ્વપ્નપૂર્તિના એકાદ વર્લ્ડ વંડર તરફ જોતા હોય છે અને હું તેમને અજાણતા તેમની તે ખુશી તરફ જોતી હોઉં છું. નાયગારા ફોલ્સ, આયફેલ ટાવર, તાજમહાલ જોતી વખતે લોકોની આંખોમાંથી આપો-આપ ખુશીનાં આંસુ સરી પડતા મેં જોયા છે. આવાં અનેક ઠેકાણે હું પહેલી વાર ગઈ ત્યારે મારી પણ સ્થિતિ આવી જ થઈ જતી અથવા થઈ જાય છે. દુનિયાના એકાદ ટોચ પર ગયા પછી જે સુકૂન મળે છે તે અતુલનીય હોય છે.
આપણું કેપ કેમોરિન, આફ્રિકાનું કેપ ઓફ ગૂડ હોપ, ઓસ્ટ્રેલિયાનું કેપ લેઉવિન, સાઉથ અમેરિકાનું ચિલીમાંનું કેપ હોર્ન, પોર્ટુગલનું કેપ સાગે્રસ, નોર્થ પોલ તરફ જોતું નોર્થ કેપ…આવાં શહેરો અથવા અનેક રહી ગયેલા પોઈન્ટ્સ જોવાની ઈચ્છા મનમાં પ્રબળ બને છે. મારો હવે પછીનો અટ્ટહાસ કદાચ તે માટે જ હશે. `અટ્ટહાસ’ સારો કે ખરાબ? અટ્ટહાસ કરવો કે નહીં કરવો જોઈએ. સંત તુકારામ મહારાજે રચેલા અને પંડિત ભીમસેન જોશીના અવાજમાં `યાજસાઠી કેલા હોતા અટ્ટહાસ। શેવટચા દિસગોડ વ્હાવા॥’ આ અભંગ તો સ્વર્ગ સુખનો આનંદ આપે છે. જો કે તે છતાં ઘરમાં કાર્યાલયમાં ફ્રેન્ડ્સ વચ્ચે `આપણે એકાદ બાબતમાં તારો આટલો અટ્ટહાસ શા માટે?’ એવું પૂછીએ છીએ. ઘણી વાર આ શબ્દ હટવાદ તરફ લઈ જનારો લાગે છે અથવા તેનો ઉપયોગ આપણે એડેમન્સી, સ્ટબર્નનેસ બતાવનારા માટે કરીએ છીએ. હવે જુઓ ને, ઘરમાં માતા-પિતાએ છોકરા-છોકરીઓને તેમને શું જોઈએ તે ધ્યાનમાં નહીં લેતાં પોતાની ઈચ્છા તેમને માથે મારી અને તે પ્રમાણે છોકરાઓએ વર્તવાનું શરૂ કર્યું તો તે હટવાદ થયો કે અટ્ટહાસ, મને અથવા અમને જે જોઈએ તેવું અન્યોએ કરવું જોઈએ અથવા વર્તવું જોઈએ એ રીતે. એટલે કે જો છોકરાઓને જે કરવાનું છે, જેમાં તેમને ગતિ છે, જે તેઓ ઉત્કૃષ્ટ રીતે કરી શકે છે તે જાણી લઈને તેમના ઉત્કર્ષ માટે ઘરનું વાતાવરણ પોષક કર્યું અને છોકરાઓ જો આખરે તે બાબત અચિવ કરે તો સપનું સાકાર થયું, તો તે સ્વપ્નપૂર્તિના દિવસે આપણે બધા મળીને કહીશું, `આ માટે જ કર્યો હતો અટ્ટહાસ.’
શબ્દ તે જ પણ ભાવનામાં જમીન આસમાનનો ફરક છે. અર્થાત છોકરાઓને જે દિશા સમજાતી નહીં હોય અથવા મળતી નહીં હોય તો પછી ત્યાં યોગ્ય માર્ગ બતાવવા માટે માતા-પિતા અટ્ટહાસ કરે તો તે જરૂરી અટ્ટહાસ કહેવાય. વ્યવસાયમાં કાર્યાલયમાં આ જ બાબત અલગ અર્થમાં પણ દેખાય છે. જે લીડર હોય છે, એટલે કે, સારો દૂરદર્શી લીડર, તેને ક્યારેક ક્યારેક વિટો પાવરનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે અંતિમ રિઝલ્ટ તેને દેખાતું હોય છે અથવા ખબર હોય છે. મને સ્ટીવ જોબ્સની વાત યાદ આવી. દરેક બાબત કેવી હોવી જોઈએ અથવા તે તેવી જ હોવી જોઈએ તે માટે તે આગ્રહી રહેતા અથવા તેનો અટ્ટહાસ એટલી ચરમસીમાએ પહોંચતો કે તેની સ્ટોરીઝ આજે પણ ચગળવામાં આવે છે. જો કે તેનો તે જ અટ્ટહાસ એવી કાંઈક નિર્મિતી કરી ગયો કે આજે કોઈ પણ તે ક્રિયેશનને માત આપી શકતા નથી. ડિટેઈલિંગ, પ્રિસિશન, ડિઝાઈન, ડિસન્સી, એલીગન્સનો માપદંડ જાણે એપલે સ્થાપિત કર્યો છે. સ્ટીવ જોબ્સના અતિ અટ્ટહાસને હું ક્નસ્ટ્રક્ટિવ અટ્ટહાસ કહીશ, જે અનેક ઠેકાણે જરૂરી હોય છે. માણસો અને ઓર્ગેનાઈઝેશન પ્રમાણે સમાજ પણ એડેમન્ટ અથવા અટ્ટહાસી હોય છે.
અગાઉ લગ્ન થયાં પછી છોકરીનું નામ બદલવાની પ્રથા હતી તે જાણતા જ હશો. તે શા માટે હતી એ હજુ મને સમજાયું નથી. મને તો અટક પણ બદલવી નહોતી, પરંતુ તે સમયે સામાજિક ચોકટ તેટલી મોકળી નહોતી. તો પછી હું મનમાં પ્રાર્થના કરતી કે મને પાટીલ અટકવાળો જ પતિદેવ મળે. ભગવાન મનોમન કરેલી પ્રાર્થના સાંભળે છે તે પ્રમાણે મારી ઈચ્છા પૂર્ણ થઈ અને સુધીર પાટીલને લીધે મારું સાસરું અને પિયરની અટક પાટીલ જ રહી. હવે સારું થયું છે. છોકરા-છોકરીઓનું નામ આગળ લઈ જાય છે. લગ્ન પછી પણ તે બદલતા નથી. એટલે કે તે છોકરીઓનો સંપૂર્ણપણે પોતાનો પ્રશ્ન છે નામ બદલવું કે નહીં. તે સંપૂર્ણ તેમના મત પર હોવું જોઈએ. તેમની પર કોઈનું દબાણ નહીં હોવું જોઈએ. હવે તો છોકરાઓનાં નામની પાછળ પણ માતા અને પિતાની અટક લાગે છે. અમારી પૌત્રીના નામનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મને ત્રીસ-પાંત્રીસ વર્ષ પૂર્વેની હું યાદ આવી. મને પણ તે જ જોઈતું હતું. હવે તેને ઈક્વાલિટી અથવા સમાનતા એવું નામ અપાય છે. જો કે દરેક છોકરીના મનની ઈચ્છા `મારું નામ અટક આગળ જવું જોઈએ’ એવી હોય જ છે. ભલે હજુ પણ તે ખુલ્લેઆમ એવું બોલી શકતી નહીં હોય અથવા તેના મનની સુપ્ત ઈચ્છા તેવી જ રહેતી હશે. પિતાનું નામ નહીં, માતાનું નામ નહીં અને અમારા બંનેની અટક લઈને અમારી પૌત્રી, `રાયા જાંગલા પાટીલ’ બની. સેમ સેમ પાવર ડિસ્ટ્રિબ્યુશન. કાયદેસર રીતે આ અલાઉડ છે કે નહીં તે માટે મેં અમારા સર્વોસર્વા એડવોકેટ સંજય ખેરને ફોન કરીને પૂછ્યું હતું કે કાયદાનો આમાં કોઈ અવરોધ તો નથી ને? તેમણે ગ્રીન સિગ્નલ આપ્યા પછી નીલ અને હેતાના મન જેવું થયું, અમે પણ ખુશ થયાં, આપણા છોકરાઓએ સામાજિક વહીવટને`આવું કેમ?’ એવો પ્રશ્ન કર્યો અને તે માટે એ પ્રશ્ન ઉકેલ્યો અને જો આ અટ્ટહાસ હોય નીલ હેતાનો તો મને તે હકારાત્મક લાગ્યો. છોકરો-છોકરી, સાસરા પિયર વચ્ચે ભેદભાવ મિટાવી નાખનારો દેખાયો અને આવી બાબતમાં આપણે આગળની પેઢીને મનઃપૂર્વક ટેકો આપવો જોઈએ. સ્પેનમાં તે પદ્ધતિ ઓલરેડી છે.
માણસો, સંસ્થા, સમાજ પછી દેશ આવે છે. દેશ પણ ક્યારેક-ક્યારેક અટ્ટહાસની સીમા પાર કરે છે અને પછી દેશ-દેશમાં તાણ-તણાવ વધવા લાગ્યો. હજુ પણ દુનિયામાં નાનાં-મોટાં યુદ્ધ ચાલુ જ છે. કોઈકના ડિસ્ટ્રક્ટિવ અટ્ટહાસનું જ તે પરિણામ છે. લખતાં-લખતાં મને દેશના અટ્ટહાસનો એક મજેદાર કિસ્સો યાદ આવ્યો. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ સર્વત્ર ટોઈલેટમાં જેટ સ્પ્રે કેમ નથી હોતું? હાઈજીનનાં-ક્લેન્લીનેસનાં ગપ્પાં મારનારા આ લોકો તે બાબતમાં આટલા પછાત શા માટે છે? એક બાજુ ગ્લોબલ વોર્મિંગ અથવા નિસર્ગનું સંવર્ધન પર મોટી-મોટી વાતો કરવાની પરંતુ ટોઈલેટ પેપર પાછળ ખર્ચ થતા નિસર્ગસંપદા દુર્લક્ષિત કરવાનું. મારા સર્વ સામાન્ય મનને આ વિરોધાભાસ સ્વીકાર નથી. જો કે તમે દુનિયામાં સૌથી સુધરેલા તરીકે પોતાને માનો છો તો પછી જાપાનની જેમ ઓટોમેટિક બિડ વાપરો. અરેબિયન, મુસ્લિમ અને ભારત દેશમાં જેટ સ્પ્રે સરિયામ વપરાય છે અને તે સૌથી સારો સરળ સ્વચ્છ પ્રકાર છે. જેટ સ્પ્રેનો જન્મ થવા પૂર્વે લોકોએ અનેક મજેદાર ઉપાય શોધ્યા હતા. પરંતુ હવે આ જેટ સ્પ્રેએ સર્વ પ્રશ્ન ઉકેલી કાઢ્યા છે. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષ આ જેટ સ્પ્રે પ્રકરણ આપણા દેશમાં પ્રચલિત છે. પરંતુ પશ્ચિમી દેશોને તેનું અનુકરણ કરવા જેવું લાગ્યું નહીં. અહીં મને એડેમન્સી અથવા અંતિમ અટ્ટહાસ દેખાય છે. એવું પણ લાગે છે કે પોતાને સર્વજ્ઞ માનનારા આ દેશ પૂર્વ બાજુના દેશો પાસેથી સારી બાબતો અપનાવવામાં ઓછાપણું માનતા હોઈ શકે. આજે પણ ત્યાં નિર્માણ થતાં નવાં ઘરોમાં જેટ સ્પ્રે પ્રોવિઝન નથી. તેમના ટોઈલેટ પેપર અને તેનો અટ્ટહાસ તેમને જ આભારી.
આજનું લખાણ મુક્ત ચિંતનના અંગથી ગયું. ઘરના અથવા ફ્રેન્ડ્સમાં ગપ્પાંની જેમ મારા લખાણની દિશા બદલાતી ગઈ છે ખરી પરંતુ હું લેખિકા નહીં હોવાથી લેખનના નિયમો પાળવાનું બંધન મને થોડું જ છે? એક વાત સાચી છે કે હકારાત્મક અથવા નકારાત્મક, ક્નસ્ટ્રક્ટિવ અથવા ડિસ્ટ્રક્ટિવમાંથી આપણે કયા અટ્ટહાસ તરફ ઝૂકીએ છીએ તે સતત ચેક કરતા રહેવું જોઈએ.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
