`એચઆરનો એક મેઈલ જોયો, `જેંટલ રિમાઈન્ડર…’ આ પછી `જેંટલ રિમાઈડર’ એવો કમાંડ આપીને કેટલા મેઈલ્સ છે તે મેં જોયું. ઘણા બધા ઈમેઈલ્સ હતા. કોઈક તો કોઈકને કાંઈક રિમાઈન્ડ કરતા હતા. તેમાં પણ પ્રકાર હતા. ફર્સ્ટ ઈમેઈલ ટાસ્ક ડેલિગેશનનો હતો. કોઈકે કોઈકને કામ આપ્યાનો, થોડા દિવસે તેની પર
`જેંટલ રિમાઈન્ડર’ તરીકે એક મેઈલ એડ થયો હતો. તે પછી ત્રીજો `કાઈન્ડ રિમાઈન્ડર’નો હતો. અને તે છતાં કામ થયું નહીં તો ચોથો `અર્જન્ટ રિમાઈન્ડર’નો હતો અને છેલ્લો `ફાઈનલ રિમાઈન્ડર’નો હતો. એટલે કે, અમુક ઠેકાણે કામ આપવું તે `ફાઈનલ રિમાન્ડર’ મોકલવું એવી પાંચ પગલાંની પદ્ધતિ હતી અને છતાં `કામ થયું કે નહીં?’ આ પ્રશ્ન મારા માટે અનુત્તરીત જ હતો. અને આ મેઈલ્સમાં રિમાઈન્ડરના અમુક મેઈલ્સ મને પણ આવ્યા હતા, એટલે કે ડિફોલ્ટર્સની યાદીમાં હું પણ હતી. આ રીતે કામ આપવું અને આપનારે જ તે કામનું ટ્રેકિંગ રાખવું અને કેટલીય વાર ફોલોઅપ કરવું એટલે થોડી અતિશયોક્તિ જ કહી શકાય. હવે આ જ જુઓ ને, પ્લીઝ, જેંટલ, કાઈન્ડ, અર્જન્ટ અને ફાઈનલ આ પ્રવાસ એટલે કામ મોકલ્યાના સૌજન્યની ઐસી કી તૈસી હતી. અને આવા રિમાઈન્ડર્સની સંખ્યા વધે છે ત્યારે સમજવાનું કે આપણી કાર્યપદ્ધતિમાં ક્યાંક કશુંક ચૂકી જવાઈ રહ્યું છે.
પહેલી વાર એચઆર સાથે આ બાબતે ચર્ચા કરી. ટીમ્સ તો બધી વ્યવસ્થિત હતી, તો પછી અમુક ઠેકાણે આટલા રિમાઈન્ડર્સની જરૂર શા માટે પડે છે તે ચેક કરો અને `ટાસ્ક ડેલિગેશન- જેંટલ રિમાઈન્ડર (ઈફ નીડેડ)- ટાસ્ક કમ્પ્લીટ’ આ કાર્યપદ્ધતિ તરફ જઈએ. નો મોર રિમાઈન્ડર્સ! કારણ કે આપણે એકાદ કામ વ્યવસ્થિત આપ્યું તો સામેવાળા પાસે 5W1H એ જગપ્રસિદ્ધ થિયરી અથવા આપણે એક્સટેન્ડ કરીએ તો 6W2H થિયરી વાપરીને તેમાં શું કરવાનું? શા માટે કરવાનું? ક્યારે કરવાનું? કોના માટે કરવાનું? કોણે કરવાનું? અને કઈ રીતે કરવાનું? આ બધું સ્પષ્ટ કરેલું હોય છે. કામ લેનારે પણ તે બધું સ્વીકારીને જ મંજૂરી આપેલી હોય છે કામ સમયસર થાય તે માટે, તો પછી રિમાઈન્ડર્સની જરૂર જ શું છે? બધા સમજદાર છે, અનુભવી છે, સમયનું મહત્ત્વ જાણનારા છે તો પછી રિમાઈન્ડર્સ આ પ્રકાર મૂળમાંથી ઉખાડી નાખીએ? તેની પર એચઆર કહે છે, `આજકાલ લોકોને રિમાઈન્ડર્સની જરૂર પડે છે, કારણ કે લોકોને રિમાઈન્ડર્સની આદત પડી છે.’ હા… તમે બોલો છો તેમાં તથ્ય જરૂર છે. જોકે તે છતાં આપણે આપણા અથવા ટીમના પર્સનલ રિમાઈન્ડર્સની જંજાળમાંથી અમુક કાર્યાલયીન રિમાઈન્ડર્સ તો ઓછા કરી શકીએ. અર્થાત આ આટલું સહજતાથી થશે નહીં તેનું ભાન છે. તે માટે આપણને ખાસ્સું ફાઉન્ડેશન કરવું પડશે. હવે ઓર્ગેનાઈઝેશનમાં કોઈ પણ કોઈને પણ રિમાઈન્ડર મોકલશે નહીં. આથી આપેલું કામ, આપેલા સમયમાં, અપેક્ષિત પદ્ધતિથી કરવું જોઈએ એ બધાના ગળે ઉતારવું પડશે અને જબરદસ્તીથી નહીં પણ પ્રેમથી, બંને પાર્ટીઝની સંમતિથી રિમાઈન્ડર્સ સિવાય કામો થવાં જોઈએ. મુશ્કેલ છે પણ અશક્ય નથી તેની અમને બધાને ખાતરી હતી. તો પછી શું? નક્કી કર્યું, ચાલો ઈમ્પ્લીમેન્ટ કરીએ. નિર્ણય લીધો અને ધીમે ધીમે પ્રગતિ ચાલુ છે. આદત બદલવા વાર લાગે છે અને આ આદત ઊંડાણમાં ખૂંપી હોય તો થોડી વધુ વાર લાગે છે. જોકે લોંગ લાસ્ટિંગ બાબતો કરવી હોય તો સમય આપવો જ જોઈએ, સંયમ રાખવો જ જોઈએ તે માટે. જોકે એક ખાતરી છે કે કમસેકમ ઓર્ગેનાઈઝેશન લેવલ પરના રિમાઈન્ડર્સ અને તેમના નોટિફિકેશન, બીપ, બ્લિંકની જંજાળમાંથી અમે થોડા બહાર આવીશું.
અલગ અલગ બાબતો કરવા માટે જુદા જુદા એપ્સ નિર્માણ થયા. નવીનતા અને એપ બનાવનારનું સન્માન તરીકે બધા એપ્સ ડાઉનલોડ કરી નાખ્યા. ખરેખર આ સ્ટાર્ટઅપવાળાઓએ આપણા દરેક પ્રોબ્લેમનો ઉકેલ લાવવાનું બીડું ઉપાડી લીધું છે. અમારું ડિજિટલ જીવન તેથી જ અમે તેમની પર છોડી દીધું છે. આવા જીવનની બિલકુલ આદત નહોતી. સવારથી સાંજ એકદમ નિશ્ચિત કરેલો સમય, એક પછી એક કામો કોઈ પણ ગડબડ વિના અથવા મેંટલ ડિસ્ટ્રેકશન વિના થતા. જોકે હવે તેવું નથી. સવારે ઊઠતાં જ ટિંગ એવો અવાજ આવે છે, જે કહે છે, `પાણી પીઓ.’ થોડા સમય પછી બીજો અવાજ આવે છે, `ચાલવા નીકળી પડો.’ આ પછી હજુ એક ટિંગ, `સ્ટ્રેચ કરો, દીર્ઘ શ્વસન કરો.’ આ પછીનું બીપ કહે છે, `આજની ટાસ્ક લિસ્ટ જુઓ.’ સવારની સુંદર શરૂઆત થયેલી હોય છે અને કોઈ પણ મને કંટ્રોલ કરવા લાગ્યું હોય છે. એકદમ હાથ ધોઈને પાછળ પડેલું હોય છે. ઓફિસમાં ગયા પછી પણ. `હવે ઊભા રહો,’ `હવે દીર્ઘ શ્વસન કરો,’ `થોડો વાર સ્ક્રીનથી દૂર થઈ જાઓ,’ `નાનું વોક કરી આવો…’ સતત, એકધાર્યું કાંઈક બીપ થાય છે, બ્લિંક થાય છે. તેનો અવાજ મને વધુ મૂંઝવણમાં મૂકે છે. ગયા અઠવાડિયામાં અમારી ગર્લ ગેંગ ડિનર પર ગઈ હતી. થોડું મોડું જ થયું હતું. એકના ફોન પર નોટિફિકેશન આવ્યું, `મેડિટેટ નાઉ’ જે તેણે વાંચી બતાવ્યું અને તેને લખ્યું, `નૉટ નાઉ’ અને મોટો હાશકારો છોડ્યાનું જણાયું. એટલે કે, આ રિમાઈન્ડર હવે ગિલ્ટ નિર્માણ કરવા લાગ્યું હતું. નક્કી થયા પ્રમાણે આ રિમાઈન્ડર મુજબ સમયસર કામો થયાં નહીં તો આપણને કાંઈક ચૂકી ગયા હોઈએ તેવું લાગે છે અથવા આપણે પોતાને અપરાધી ઠરાવવા લાગીએ છીએ.
આપણે એવી દુનિયામાં વસવાટ કરીએ છીએ જ્યાં રિમાઈન્ડર એટલે જીવન બન્યું છે. રિમાઈન્ડરના અવાજમાં આપણે આપણા પોતાનો લય ગુમાવી રહ્યા છીએ એવું લાગી રહ્યું છે. અગાઉ ફોન નહોતા ત્યારે બાબતો યાદ રાખવા આપણી પાસે રિમાઈન્ડર નહોતું. એક પછી એક બાબતો કરવાની તે આદત હતી. તેમાં લય હતો અને તે ખરી શિસ્ત હતી. હવે તો આપણને એકાદ બાબત ભૂલવાનો ડર લાગવા માંડ્યો છે જાણે. અને તેથી જ આપણને રિમાઈન્ડ કરવાનું કામ આપણે બહાર સોંપ્યું છે- ફોનને, ઘડિયાળને, મશીનને અને એકદમ ચશ્માંને પણ કામે લગાવ્યા છે. તેનાથી હું ગડબડમાં મુકાઈ ગઈ છું. આ શિસ્ત એટલે કે- નિર્ભરતા- ડિસીપ્લીન કે ડિપેંડેબિલિટી? સમસ્યા યાદ રાખવાની નહીં પણ સિસ્ટમ પરના વિશ્વાસની છે. આ રિમાઈન્ડર આપણને કાંઈક કરવા કહે છે, પણ વિચાર કરવા દેતું નથી. તે આપણને કદાચ કાર્યક્ષમ બનાવતું હશે, પરંતુ સજાગતાનું શું? બીપ થાય એટલે કૃતિ કરવાની, નહીં થાય તો થોભવાનું, બાપરે બાપ! આ તો ગુલામી થઈ. તેનું કારણ પણ છે અને તે એટલે આપણું જીવવાનું આપણા મગજ કરતાં ઝડપથી દોડી રહ્યું છે. આપણે એક જ વાર ઘણું બધું કરી રહ્યા છીએ. મિટિંગ્સ, મેસેજીસ, ફોન કોલ્સ, ઈમેઈલ્સ, હજાર પ્રકારનાં કામો અને પ્રોજેક્ટ્સ અને તેથી જ આપણે ફોન પર અને તેમાંના રિમાન્ડર્સ પર વધુ આધાર રાખીએ છીએ. જે થોડું અથવા બહુ ઘાતક પણ છે. વારંવાર રિમાઈન્ડર્સની જરૂર પડતી હોય તો આપણી સિસ્ટમમાં ક્યાંક કશું બગડી ગયું છે એવું ચોક્કસ માની લેવું. જેંટલ, કાઈન્ડ, અર્જન્ટ કે ફાઈનલ રિમાઈન્ડર્સ આપવા પડે એટલે સિસ્ટમ પડી ભાંગી રહી છે તેનું ભાન આપણને પોતાને થવું જોઈએ.
ઘરની નાની નાની બાબતો માટે પણ સ્ટિક નોટ્સ લગાવવી પડતી હોય તો શિસ્ત આદતમાં રૂપાંતર થઈ નથી એ કહેવા માટે કોઈ ક્નસલ્ટન્ટની જરૂર નથી. તે દિવસે મેં ઘરે અમારી સંભાળ કરતી વર્ષા અને ગેંગને કહ્યું, `હું તમને બધા પ્રકારનાં કામો લખીને આપું છું. કોણે શું કરવાનું, કેટલા વાગ્યે કરવાનું તે તમને શીખવું છું.’ આ સાંભળ્યા પછી તે ભડકી, `તમને શું ક્યારે ક્યાં જોઈએ તે અમને કહો, તે કઈ રીતે કરવું તે અમે અમારું જોઈ લઈશું, તમે તેમાં માથું નહીં મારો.’ અને ખરેખર કોઈ પણ રિમાઈન્ડર વિના, લખાણ વિના એકદમ લયબદ્ધ ઓર્કેસ્ટ્રાની જેમ તેમનું કામ ચાલુ છે. ટૂંકમાં, `રિઝલ્ટ શું જોઈએ તે અમને કહો, કઈ રીતે કરવાનું તે અમે નક્કી કરીશું’ કહીને તેમણે આ મોડર્ન સિસ્ટમને નકારી અને મને લાગે છે કે તેને કારણે જ તેમનાં કામમાં કોઈ ગડબડ થતી નથી અથવા તેમની ગેંગની પણ ગડબડ થતી નથી. આપણા બધાના ફોન આવવા પૂર્વે ઘરમાં આવું જ બધું હતું અને તેથી જ વધુ શાંતિ હતી.
નિસર્ગને એલાર્મ બીપ, રિમાઈન્ડર્સ અને નોટિફિકેશનની જરૂર પડતી જ નથી. તેનો પોતાનો એક લય હોય છે અને તેની સિસ્ટમ એટલી મસ્ત બનાવવામાં આવી છે કે સૂર્ય, ચંદ્ર, ઋતુ, પવન બધું જ સુમેળ સાથે ચાલુ હોય છે. સિસ્ટમ પરફેક્ટ હોય ત્યારે રિમાઈન્ડર્સની જરૂર જ પડતી નથી. નિસર્ગની જેમ આપણું શરીર પણ તે જ રીતે ચાલે છે. હૃદયને બીપની જરૂર નથી, ફેફસાને એલાર્મની જરૂર નથી. પગ ચાલે છે, હાથ કામ કરે છે, આંખોની પાંપણો જરૂર પ્રમાણે હલે છે. બધું આપોઆપ અવિરત રીતે ચાલુ હોય છે. આપણું શરીર એટલે ખરેખર એક ચમત્કાર છે અથવા એક ઉત્કૃષ્ટ કાર્યપ્રણાલી છે. ત્યાં કોઈ પણ રિમાઈન્ડર્સની જરૂર નથી હોતી. અર્થાત આધુનિક ઓટોમેટેડ દુનિયામાં પણ સિસ્ટમ્સ એટલી અચૂક છે કે તેને રિમાઈન્ડર્સની જરૂર જ નથી હોતી. જાપાનની ટ્રેન્સ, સ્વિત્ઝર્લેન્ડનાં ઘડિયાળ, નાસા અથવા આપણા ઈસ્રો મિશન્સ, ગૂગલનાં ડેટા સેંટર્સ, એર ટ્રાફિક કંટ્રોલ, એમેઝોનની લોજિસ્ટિક્સ ચેઈન, એપ્પલના પ્રોડક્ટ લોન્ચિંગ એમ અનેક મજબૂત સિસ્ટમ્સ આપણને દેખાય છે, જ્યાં રિમાઈન્ડર્સ આ પ્રકાર જ નથી હોતો. ક્રિયેટિવિટી, કન્ઝિસ્ટન્સી, ડિઝાઈન અને શિસ્ત આ બધી બાબતો જ્યારે એકત્ર આવે છે ત્યારે રિમાઈન્ડર્સની જરૂર પડતી નથી. થોડું એવું પણ ક્યાંક મહેસૂસ થાય છે કે રિમાઈન્ડર્સની આદત પડવી અથવા તેના ગુલામ બનતું એટલે આપણે કમજોર થવું.
તો પછી શું કરવાનું? હવે રિમાઈન્ડર કાઢી નાખી નહીં શકાશે, પરંતુ તેનાં પર આધાર રાખવાનું બંધ કરવાનું. રોજની બાબતોને રિચ્યુઅલ બનાવવાની, દરરોજ એક જ સમયે ઊઠવાનું, ચાલવા જવાનું, વાંચન કરવાનું, નક્કી થયેલા સમયે ખાવાનું… શરીરની તે જરૂર છે, શરીર જ તે કહે છે. કામની બાબતમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે એક પછી એક કામો કરવાનાં. એકસાથે દસ કામો હાથમાં લેવાથી મગજ થાકે છે, ગડબડ થાય છે, ગુસ્સો આવે છે અને પછી રિમાઈન્ડર્સની જરૂર પડે છે. પાણી પીવાનું રિમાઈન્ડર લગાવવાને બદલે ટેબલ પર પાણીની બોટલ મૂકીએ, પછી તે જ હશે રિમાઈન્ડર. મહત્ત્વનું જે હોય તે આંખો સામે રાખીએ. ટીમમાં પણ ઓનરશિપ હોય, જવાબદારી સ્પષ્ટ થાય એટલે ફોલોઅપની જરૂર જણાતી નથી. રોજની આદતો અને કૃતિ એકબીજા સાથે જોડીએ. બ્રેકફાસ્ટ પૂર્વે, બ્રેકફાસ્ટ પછી, ઊઠ્યા પછી અથવા સૂવા પૂર્વે, ભોજન પૂર્વે અથવા ભોજન પછી, ઓફિસમાં પહોંચ્યા પછી અથવા ઓફિસમાંથી નીકળવા પૂર્વે આવાં કામો કરવાની આદત પાડીએ તો રિમાઈન્ડર્સ ઓછા થશે અને જીવનમાં થોડી શાંતિ પ્રસ્થાપિત કરી શકાશે. દિવસના અંતે સૂતી વખતે થોડું પાછળ વળીને જોઈએ. એકાદ થતું નહીં હોય તેવું કામ એ રિમાઈન્ડરનો પ્રોબ્લેમ નથી હોતો, પરંતુ તે કામ કરવાની બાબતમાં કરેલી ટાળમટોળ હોય છે. આથી એક તો કામ પૂર્ણ કરીએ અથવા છોડી દઈએ. બેગેજ કેરી કરવાની નહીં. રિમાઈન્ડર્સ હંગામી રહેશે, પરંતુ આપણે પોતાની સિસ્ટમમાં નાખ્યું, પોતાની પર વિશ્વાસ રાખ્યો તો દર વખતે યાદ કરી આપવાની જરૂર નહીં જણાય. ખરેખર તો જીવન પણ નિસર્ગ જેવું જ છે, નહીં? તેને યાદ અપાવવાની જરૂર પડતી નથી. તે પોતાના લય પર ચાલતું રહે છે અને ફૂલતુંફાલતું રહે છે.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)




