સમજશક્તિ માટે આવશ્યક છે તિવ્રતા અને વિશ્રામ

સદગુરુ: તિવ્રતા અને વિશ્રામ તમારી સમજશક્તિ માટે ખુબ આવશ્યક છે. અત્યારે જુઓ તો મોટા ભાગના લોકો આ રીતે બનેલા છે: જો હું તેમને તીવ્ર થવા કહીશ તો તે તંગ થઇ જશે અને જો હું તેમને વિશ્રામ કરવા કહીશ તો તેઓ ઢીલા થઇ જશે. ટેન્શન અને શિથિલતામાં તમારી સમજશક્તિ ઘણા અંશે ઘટી જાય છે. જયારે તમે ટેન્સ કે તાણમાં હો ત્યારે તમને તમારી સામે રહેલી વસ્તુઓ પર પણ ધ્યાન નથી રહેતું. તેવું જ થાય છે જયારે તમે મંદ પડી જાઓ છો. પરંતુ તિવ્ર અને વિશ્રામમાં રહેવું તે જ એક રસ્તો છે.

યોગ સંસ્કૃતિમાં, સાપ અને ખાસ કરીને કોબ્રા – સમજશક્તિનો ઉમદા પ્રતિક છે. તે તમારી અંદર અમુક સ્તરની સમજશક્તિ કે અમુક કાબેલિયત આવી છે તેનો પ્રતિકરૂપ છે. સાપ અતિ-સંવેદનશીલ પ્રાણી છે. તે માત્ર એક જ પ્રકારનો પ્રાણી છે જે ધ્યાન તરફ આકર્ષાય છે. એટલે જ તમે શિવને પોતાના ગળામાં સાપ સાથે જુઓ છો. આ કારણે જ તમે દરેક મંદિર કે દરેક કેલેન્ડરમાં જ્યાં કોઈ યોગી બેઠા હોય છે ત્યાં સાપ જોશો કારણકે તે તેમની તરફ આકર્ષાય છે. જો તમે એક કોબ્રા સાથે થોડો સમય વીતાવશો તો જોશો કે તે હંમેશા તિવ્ર અને વિશ્રામમાં હોય છે. જયારે તેમના જીવને ખતરો હશે ત્યારે તેઓ કદાચ થોડા તાણમાં હશે – આટલી છુટ તો તમે પેટે ચાલનારા પ્રાણીને આપશો- પરંતુ બીજી રીતે જુઓ તો તે એક જ સમયે ખુબ તિવ્ર અને વિશ્રામમાં રહે છે.

આ એક યોગીની પણ ખાસિયત હોય છે – તિવ્રતા અને વિશ્રામ. તમારે તે તરફ જવા કાર્ય કરવું પડશે. યોગ પ્રથાઓ – ગમે તેટલી સાદી કે સરળ લાગે- આવશ્યક રીતે આ બાબતે હોય છે. જો તમે પૂરી રીતે તેમાં પરોવાઈ જાઓ તો તે તમને શું કરે છે, તે એ છે કે એક સ્તરે તે તમારી ઉર્જાશક્તિનો વોલ્ટેજ ધીમે ધીમે વધારી રહી છે. તે જ સમયે, તે તમારી અંદર વધારે વિશ્રામમાં રહે છે. જો તિવ્રતા અને વિશ્રામ એક સાથે તમારી અંદર આકાર લે તો તમે સમજશક્તિવાળા બનશો.

સમજશક્તિ કેમ મહત્વની છે. જો તમારી સમજશક્તિ વધશે તો જ ખરેખર તમારું જીવન ભવ્ય બનશે. તમારા વિચારો, મંતવ્યો અને માન્યતાઓ માત્ર તમારી કલ્પના છે. જે માત્ર તમે સમજી શકો છો તેજ તમે જાણો છો. ઓછામાં ઓછું તમને તેટલી તો ખબર પડવી જોઈએ કે ક્યારે તમે મુશ્કેલીમાં મુકાવવાના છો. મોટા ભાગના લોકોને તેની પણ જાણ નથી હોતી. તેઓ વિચારે છે કે માત્ર જીવનના સંજોગો મુશ્કેલ હોય છે. જીવનની પરિસ્થિતિઓ માત્ર પરિસ્થિતિઓ જ  હોય છે- તેમાંની અમુકનું સંચાલન કેવી રીતે કરવું તે આપણે જાણીએ છીએ, બીજાનું નથી જાણતા, એટલે ઘણી પરિસ્થિતિઓનું સંચાલન આપણે સારી રીતે કરી શકીએ છીએ પરંતુ બીજી ઘણી વખતે આપણું સંચાલન બરાબર નથી હોતું. પરંતુ જો તમે તમારા શરીર અને મનનું સંચાલન કેવી રીતે કરવું તે ન જાણતા હો તો ખરેખર મુશ્કેલીમાં મુકાશો. પરંતુ મોટા ભાગના લોકોને તેની જાણ નથી હોતી.

 

 

એકવાર, દાયકાઓ પૂર્વે, એવું બન્યું કે એક ધર્મના પ્રચારક આફ્રિકાના દુરના ભાગમાં પહોંચી ગયા. તેઓ એક વિકરાળ દેખાતાં આદમખોર કબીલાના લોકોથી ઘેરાઈ ગયા. તેમણે પોતાના ઘૂંટણ પર પડીને ઉપર નજર કરી અને બોલ્યા, “પ્રિય પ્રભુ, હું મુશ્કેલીમાં છું” કશું થયું નહીં. પછી તેમણે કહ્યું. “ભગવાન, હું તમારા કામે આવ્યો હતો અને હવે ખુબ મુશ્કેલીમાં મુકાયો છું. તમે કંઈ કરતા નથી!” પછી ઈશ્વરે કહ્યું, “ના તું મુશ્કેલીમાં નથી. એક કામ કર. તારી સામે જે પથ્થર પડ્યો છે તે ઉપાડ અને કબીલાના સરદારનું માથું ફોડી નાખ.” તે ધર્મના પ્રચારકે પથ્થર ઉપાડ્યો અને ઈશ્વરના શબ્દોથી પ્રેરણા મેળવીને, પેલા માનવભક્ષી કબીલાના સરદારનું માથું ફોડી નાખ્યું. પછી ભગવાને તેને કહ્યું, “ઓકે, હવે તું મુશ્કેલીમાં મુકાયો છે.”

જો તમારા જીવનમાં કઈ બન્યું કે ન બન્યું તે કોઈ મુશ્કેલી નથી. જયારે તમે તમારી અંદર શું થઇ રહ્યું છે તે જાણતા નથી ત્યારે તમે ખરેખર મુશ્કેલીમાં મુકાશો- ઘણાં જન્મોની મુશ્કેલીઓમાં મુકાશો.

(સદગુરુ, ઈશા ફાઉન્ડેશન)

(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)