નવો જન્મ લીધા પછી બાળકને પાછળના જન્મની વાતો યાદ રહે છે. આપણે જોઈએ છે કે ઘણીવાર બાળક અચાનક હસે છે અથવા રડે છે. જેમ બાળક મોટું થતું જાય છે તેમ પાછલા જન્મની વાતો ભૂલતો જાય છે. પ્રકૃતિનો એવો નિયમ બનેલો છે કે જ્યારે બાળક બોલતા શીખે છે ત્યારે પાછળના જન્મની વાતો સંપૂર્ણપણે ભૂલી જાય છે. કોઈ બાળકને 5-6 વર્ષની ઉંમર સુધી પાછલા જન્મની વાતો યાદ રહે છે અને પછી વર્ણન કરવાનું શરૂ કરી દે છે.
જ્યારે આપણે કોઈ સ્વજનના અવસાન બાદ તેને યાદ કરીને રડીએ છીએ કે દુઃખી થઈએ છીએ તો તે તરંગો નવા જન્મમાં તે આત્મા સુધી પહોંચે છે. શક્તિની લેન-દેન બે શરીર વચ્ચે નથી થતી પરંતુ આત્મા અને આત્માની વચ્ચે થાય છે. જેને આપણે સંબંધ કહીએ છીએ. હવે જ્યારે આપણે રડીએ છીએ ત્યારે દુઃખ-દર્દની ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. પણ એ જાણતા નથી કે આ ઉર્જા આગળ જે આત્માને યાદ કરીને આપણે રડીએ છીએ તેની પાસે જવાની છે. તો આપણે આપણા મનને સમજાવી એ કે જ્યારે તે આત્મા આપણી સાથે હતી ત્યારે એ વાતનું ધ્યાન રાખતા હતા કે આપણા કારણે તે દુઃખી ન થાય. અને આજે હવે હું તે આત્માને શું મોકલી રહી હું છું? આપણને એ ખબર નથી હોતી કે આપણે મોકલેલ તરંગોની તે આત્મા ઉપર શું અસર થાય છે? તે આત્માની શાંતિ માટે આપણે ધ્યાન રાખવું જ પડશે. આપણે એ સમજવું જોઈએ કે જે આપણા માટે આટલા મહત્વપૂર્ણ હતા એમને આપણા સંકલ્પો ના કારણે દુઃખ પહોંચી રહ્યું છે.
ઉર્જા એવી વસ્તુ છે કે તે જેના માટે ઉત્પન્ન કરીશું તે તેમના સુધી જરૂર પહોંચે છે. જેવી રીતે આપણો પુત્ર બીજા શહેરમાં હોય અને ફોન થી પૂછે કે ત્યાં બધું ઠીક છે? તો આપણા જીવનમાં અનેક સમસ્યાઓ હોવા છતાં તે દુઃખી ન થાય તે માટે આપણે કહીએ છીએ કે અહીં બધું બરાબર છે. તેજ રીતે જ્યારે આત્મા બીજા જન્મમાં છે ત્યારે આપણી ભાવના એ જ હોવી જોઈએ કે તે આત્મા નવા જન્મમા સુખ, શાંતિ, આનંદનો અનુભવ કરે.
જ્યારે આપણને એ સમજણ પડી ગઈ કે હું આત્મા છું અને આત્માનો વિનાશ થતો નથી. આત્મા એક શરીર છોડીને બીજું ધારણ કરે છે. ઘણીવાર આપણે તે આત્મા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે પ્રશ્ન થાય કે આ યોગ્ય છે કે અયોગ્ય? જેટલું આપણે તે આત્માને ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ તેટલો તે આત્મા નવા જન્મમાં દુઃખ-દર્દનો અનુભવ કરે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
