જીવન માટે ચીજો જરૂરી છે, પરંતુ ચીજોનો સંગ્રહ નહીં

દરેક વ્યક્તિ વસ્તુને, પદને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન ન કરે. આ પ્રકારની ખેંચાતાણ થવાથી એક તો જરૂરિયાત વાળી વ્યક્તિ તેનાથી વંચિત રહી જાય છે તથા અપાત્ર વ્યક્તિ ને તે પદ કે વસ્તુ મળી જાય છે. જેનો તે દુરુપયોગ કરે છે. અને પાત્ર વ્યક્તિ સંગઠનથી અલગ થઈ જાય છે. જેવી રીતે માળાની દોરી દરેક મણકાને યોગ્ય જગ્યાએ ટકાવીને રાખે છે તેવી જ રીતે સંગઠનના પદ, પ્રાપ્તિઓ તથા સારા પ્રસંગો નો સહારો દોરીની જેમ સંગઠનની દરેક વ્યક્તિને મળવો જોઈએ જેથી તેઓ તેના આધારે સંગઠનમાં ટકી રહે.

હાથ થી હાથ મેળવવા માટે બીજી એક વિશેષતા એ જોઈએ કે હાથ ખુલ્લા હોય, મુઠી બંધ ન હોય. બંધ હાથ એકબીજા સાથે જોડાઈ નથી શકતા. બંધ હાથ સંગ્રહ, સ્વાર્થ તથા બધા થી અલગ થઈને રહેવાનું પ્રતીક છે. આ પ્રકારની ભાવનાઓ અભિમાન, એકબીજાનો ડર, ચાલાકી તથા કામચોરીના કારણે ઉત્પન્ન થાય છે. એક ચાદર ઉપર ગોળાકારમાં બેઠેલ વ્યક્તિઓને આપણે કંઈક આપીએ અને તેઓ પોતાની સામે પોતાને મળેલ ચીજોને રાખે તો બધા તેને જોશે અને દુઆઓ તથા શુભભાવના આપશે. પરંતુ જો તમે પોતાની પાછળ ચીજો રાખી તો તેમ નહીં બને. જીવન માટે ચીજો જરૂરી છે પરંતુ ચીજોનો સંગ્રહ નહીં.

જો કોઈને જરૂરિયાત થી વધુ પ્રાપ્ત થાય પણ છે તો તેણે મહાત્મા બુદ્ધની જેમ જમણા હાથે સ્વીકાર કરે અને ડાબા હાથે તેને વહેંચી દે. નિમિત્ત ભાવથી એ વસ્તુઓ રાખવામાં આવે છે તેને સંગ્રહ નહીં કહી શકાય, પરંતુ લોભ લાલચ વશ જે વસ્તુઓ ભેગી કરવામાં આવે છે તેને સંગ્રહ કહેવામાં આવે છે. જે એકબીજા સાથેની એકતા ને તોડવાનું પણ કામ કરે છે. સાથે-સાથે વ્યક્તિને તેના ભાગ્ય તથા પુણ્ય થી પણ વંચિત કરી દે છે. જો સમૂહમાં રહેવા વાળા દરેક વ્યક્તિ આપવાની ભાવના રાખે તો એકતા ના કિલ્લાની દિવાલમાં તિરાડ નહિ પડે. એકતા રથમાં આપવાના પ્રતીક ઘોડાને આગળ બાંધો. જો ઘોડાને પાછળ કરી દીધો અર્થાત આપવાના ભાવ ને પાછળ કરી દીધો તો રથ ઊંધો થઈ જશે.

જ્યારે વ્યક્તિમાં પોતાનામાં અવગુણ હોય છે તો બીજામાં પણ તે દેખાઇ દે છે. મનોવૈજ્ઞાનિક બાબત એ છે કે વ્યક્તિ પોતાની સાથે રહેલ વ્યક્તિને ગુણવાન જોવા ઈચ્છે છે અને તેનામાં જ્યારે કોઈ ગુણ નથી દેખાઈ દેતા ત્યારે તે તેનાથી અલગ થવાનો પ્રયત્ન કરે છે. હદનો સંકુચિત દ્રષ્ટિકોણ હોવાના કારણે એકતા પ્રભાવિત થાય છે. હદનો વિચાર રાખવા વાળી વ્યક્તિ કિલ્લાના તે ભાગની જ મજબૂતી ઈચ્છે છે જ્યાં તેઓ રહે છે, બાકીનો ભાગ ભલે નબડો પડતો જાય. પરંતુ જે ચીજ સંગઠન સાથે જોડાયેલી છે, એક ભાગની કમજોરી સંપૂર્ણ કમજોરી બની જાય છે પરંતુ એક ભાગની મજબૂતી સંપૂર્ણ મજબૂતી નથી બની શકતી. આથી એકતા ના સૂત્રમાં બંધાવા માટે ઇચ્છતા લોકોએ કર્મના સિદ્ધાંતને પૂરી રીતે સમજી લેવો જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)