ઘણા ભાઇ-બહેનો આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. આ નિરાશાની અંતિમ અવસ્થા છે. ઘણી વ્યક્તિઓ પોતાનું માથું દિવાલ સાથે અથડાવે છે, તેઓ પોતાના ઉપરનો કંટ્રોલ ગુમાવી બેસે છે. તેઓ પોતાને ખૂબ દુઃખ આપે છે. આ સંજોગોમાં આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ કે હું ખુશ છું, હું સુંદર છું. મારા જીવનમાં જે પરિસ્થિતિ આવી છે તે મને એ શીખવાડવા માટે આવી છે કે આપણે વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાના પર નિયંત્રણ કેવી રીતે બનાવી રાખીએ અને યોગ્ય નિર્ણય લઈએ.
બીજી સફળતાની વ્યાખ્યા એ છે કે સંબંધોમાં સ્થિર રહીને એકબીજા સાથે સકારાત્મક ઊર્જાની આપ લે કરીએ. પરિણામે કોઈપણ બાબત આપણને દુઃખી નહીં કરી શકે. તે વ્યક્તિઓને આપણે દોષી માન્યા છે તે બધાને માફી આપી દઈએ. પછી આપણે જોઇશું કે આપણી ખુશી પાછી આવી જશે. આપણી ખુશી તથા દુઃખનો જે અનુભવ થયા છે તે મારા પોતાના વિચારો તથા માન્યતાઓ દ્વારા જ થાય છે. જ્યારે પણ જીવનમાં વિઘ્નો આવે છે તે સમયે આપણે સાચી દિશામાં વિચારવાની જરુરીયાત છે.
ખુશીને આપણે એક નવી રીતે જોઈ રહ્યા છીએ. ખુશી અર્થાત તૃપ્તિ (સ્થિરતા). જ્યારે આપણે એ કારણોને જોવાનું શરૂ કર્યું કે જે આપણા ખુશી ના સ્તર ને ઉપર નીચે કરે છે, ત્યારે ધ્યાનમાં આવ્યું કે એવી ઘણી બાબતો છે જેને આપણે સ્વાભાવિક માનીને ચાલતા હતા. તથા આપણને એવું લાગતું હતું કે તેના ઉપર પણ કોઈ કન્ટ્રોલ ન હતો. હવે આપણી સમજમાં આવી ગયું છે કે કયા કારણથી મારી ખુશી ગુમ થઈ જતી હતી? આ સમજ મળવાથી જેવી વિપરીત પરિસ્થિતિ સામે આવે આવશે કે તરત તેનું સમાધાન પણ મળી જશે.
એ ખૂબ અગત્યની બાબત છે કે આપણે હંમેશા વર્તમાનમાં રહીએ. ધારો કે આપણે કશેક જઈ રહ્યા છીએ, બે કલાક માટે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છીએ. આપણે તે ચેક કરવું જોઈએ કે આ સમયે આપણા મનની સ્થિતિ કેવી હતી? આવા સમયે આપણે હવે શું થશે? કેવી રીતે કરીશું? એ વિચારે ચડી જઈએ છીએ. આ સમયે આપણા મનની સ્થિતિ ઉપર નીચે થવા માંડે છે. ભૂતકાળની કોઈ અણગમતી ઘટના અંગે આપણે વિચારીએ છીએ તો તેની સાથે – સાથે દુઃખ- દર્દ, ક્રોધ પણ આવે છે.
ભવિષ્ય અંગે આપણે વિચારીએ છીએ કે જો આમ થશે તો હું ખુશ રહીશ. સાથે સાથે ડરનો એ વિચાર પણ આવે છે કે બની શકે કે આવું ન પણ બને. આ પ્રકારના વિચારો આપણને અસ્થિર બનાવી દે છે. જ્યારે આપણે વર્તમાનમાં હોઈએ છીએ ત્યારે આપણે ભવિષ્ય અંગે વાત ન કરવી જોઈએ. ધારોકે આપણે વાત કરી રહ્યા છીએ કે આવતીકાલે આખો દિવસ મારે શું – શું કરવાનું છે? સાથે આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે જો આપણી ધારણા મુજબ ન થઈ શકે તો હું દુઃખી નહીં થાઉં કારણકે હું અત્યારે પણ ખુશ છું.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)