ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આર્થિક પડકારને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને વિદેશ પ્રવાસ ઘટાડવા અપીલ કરી હતી. પીએમની આ અપીલને પ્રતિસાદ આપતા હવે દેશની અગ્રણી એરલાઈન્સ એર ઈન્ડિયાએ (Air India) તેના આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં કાપ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે.
ઓગસ્ટ 2026 સુધીનું નવું આયોજન
એર ઈન્ડિયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય રૂટો પર ફ્લાઈટ્સની સંખ્યામાં ફેરફાર કરી રહ્યા છે. નવા આયોજન મુજબ, એરલાઈન્સ ઓગસ્ટ 2026 સુધી દર મહિને 1,200 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન ચાલુ રાખશે. પાંચ મહાદ્વીપોને સાંકળતા આ નેટવર્ક હેઠળ સાપ્તાહિક ફ્લાઈટ્સની સંખ્યા નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવી છે.
દક્ષિણ-પૂર્વ એશિયા, ફાર ઈસ્ટ અને SAARC: દર અઠવાડિયે 158 ફ્લાઈટ્સ
યુનાઈટેડ કિંગડમ (UK): દર અઠવાડિયે 57 ફ્લાઈટ્સ
યુરોપ: દર અઠવાડિયે 47 ફ્લાઈટ્સ
ઉત્તર અમેરિકા: દર અઠવાડિયે 33 ફ્લાઈટ્સ
ઓસ્ટ્રેલિયા: દર અઠવાડિયે 08 ફ્લાઈટ્સ
મોરિશિયસ (આફ્રિકા): દર અઠવાડિયે 07 ફ્લાઈટ્સ
રૂપિયાનું મૂલ્ય બચાવવા પીએમ મોદીની અપીલ
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશની જનતાને આગામી 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અને વિદેશી પ્રવાસો મર્યાદિત કરવા વિનંતી કરી છે. આ પગલા પાછળનો મુખ્ય હેતુ ભારતીય રૂપિયામાં થઈ રહેલા ઘટાડાને રોકવાનો અને અર્થતંત્ર પરનું દબાણ ઘટાડવાનો છે. હાલમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 95 ના સ્તરને વટાવી ગયો છે અને તે ઝડપથી 96 તરફ આગળ વધી રહ્યો છે. વિદેશી હૂંડિયામણની બચત માટે એર ઈન્ડિયાનો આ નિર્ણય અત્યંત મહત્વનો માનવામાં આવે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી
પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. એરલાઈન્સ કંપનીઓ માટે ઈંધણનો ખર્ચ વધતા કામગીરી ચલાવવી મુશ્કેલ બની રહી છે. એવામાં ફ્લાઈટ્સની સંખ્યામાં એડજસ્ટમેન્ટ કરવાથી એરલાઈન્સને આર્થિક નુકસાન ઘટાડવામાં મદદ મળશે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બુધવારે પેટ્રોલની કિંમત રૂ. 414ને પાર થઈ છે. ત્યાં LPGના એક કિલોની કિંમત રૂ. 300ને પાર કરી ચૂકી છે. દેશમાં ક્રૂડ ઓઇલનો ભંડાર માટે એક સપ્તાહનો હાજર છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક માત્ર 30 દિવસો માટેનો છે. પાકિસ્તાનમાં પેટ્રોલના વધતા ભાવ અને ક્રૂડ ઓઇલની આસમાને પહોંચેલી કિંમતોને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ બની છે. પેટ્રોલ અને ગેસના વધતા બિલથી સરકારની ચિંતા વધી ગઈ છે. વિદેશી મુદ્રા ભંડાર પહેલેથી જ દબાણમાં છે, વેપાર ખાધ સતત વધી રહી છે અને સામાન્ય જનતા મોંઘવારીનો ભારે માર સહન કરી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકાર હવે ઓઇલ સંકટમાંથી બહાર આવવા માટે અનેક મોટા પગલાં લેવા મજબૂર બની છે.
ઓઇલ સંકટે પાકિસ્તાનના અર્થતંત્રની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકાર હવે ઈંધણ બચત, આયાત નિયંત્રણ અને ખાડી દેશો પાસેથી રાહત મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે, પરંતુ વધતી મોંઘવારી અને વેપાર ખાધ નવી ચિંતા બની ગઈ છે.
પાકિસ્તાન શું પગલાં લઈ રહ્યું છે?
સરકારે સૌથી પહેલાં ઈંધણ વપરાશ ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. સરકારી કચેરીઓમાં વીજળી અને ઈંધણ બચાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઘણા વિભાગોમાં બિનજરૂરી પ્રવાસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઊર્જા બચત અભિયાનને ફરીથી તેજ બનાવવામાં આવી રહ્યું છે જેથી આયાતી તેલની માગ ઓછી થાય.
પેટ્રોલ અને ગેસના વધતા ભાવને કારણે પાકિસ્તાનની વેપાર ખાધ એપ્રિલમાં 4.07 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ એ જ પાકિસ્તાન છે, જે પહેલેથી જ વિદેશી દેવાં, ઘટતા વિદેશી મુદ્રા ભંડાર અને નબળી ઔદ્યોગિક વ્યવસ્થા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. હવે મોંઘા ઈંધણે તેની મુશ્કેલીઓ વધુ ગંભીર બનાવી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ જલદી ખતમ નહીં થાય, તો પાકિસ્તાનને વધુ કઠિન નિર્ણયો લેવા પડી શકે છે. પેટ્રોલના ભાવમાં વધુ વધારો, વીજ દરોમાં વધારો અને સરકારી ખર્ચમાં કપાત જેવાં પગલાં આવતા દિવસોમાં જોવા મળી શકે છે.
રાજ્યમાં છેલ્લા 3 – 4 દિવસથી કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્ય આકરો તાપ પડી રહ્યો છે અને લૂ ફૂંકાઇ રહી છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજી 3 દિવસ આ જ પ્રકારના વાતાવરણની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર, સુરત, વડોદરા અને કચ્છમાં હીટવેવના પગલે ઓરેન્જ જ્યારે અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 12 મેના રોજ કચ્છ, સુરેન્દ્રનગર અને સુરત જિલ્લામાં હીટવેવની વ્યાપક અસર થઇ શકે છે. જેના પગલે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ચેતાવણી અપાઈ છે. જ્યારે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, બોટાદ, અમરેલી, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હીટેવવના કારણે યલો એલર્ટ જારી કરાયું છે. અન્ય જિલ્લાઓમાં હીટવેવની શક્યતા નહિવત છે.
13 મે 2026ના રોજ વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની અસર વચ્ચે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં હીટવેવના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં હીટવેવની શક્યતા નહિવત છે. 14 મેના રોજ પણ વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની વધુ અસરની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત પાટણ, અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં હીટવેવના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં હીટવેવની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અનેક શહેરોમાં ગરમીનો પારો 41થી 45 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. જો કે, ત્યારબાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાંથી આંશિક રાહત થઇ શકે છે.
આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બની છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, હાલમાં પશ્ચિમ મધ્ય પ્રદેશ પર 1.5 કિ.મી. અને પશ્ચિમ રાજસ્થાન પર 0.9 કિ.મી.ની ઊંચાઈએ ચક્રવાતી પવનોનું પરિભ્રમણ સક્રિય છે, જ્યારે ઉત્તર પાકિસ્તાન પર 3.1 કિ.મી.ની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ યથાવત છે. આ પ્રદેશોમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં હવામાનની ગતિવિધિઓમાં ફેરફાર થવાની સંભાવના છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બુધવારે વહેલી સવારે IAS અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં કુલ 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મોટા રિ-શફલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
IAS અધિકારીઓની બદલી અને નિમણૂકનું વિગતવાર લિસ્ટ
ડી.એન. મોદી, IAS: મ્યુનિસિપલ કમિશનર, જામનગરથી બદલી કરીને વિકાસ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આનંદ બાબુલાલ પટેલ, IAS: કલેક્ટર, કચ્છ-ભુજથી બદલી કરીને કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કમિશનર (PM-POSHAN યોજના) અને ડાયરેક્ટર (GCERT) નો વધારાનો હવાલો પણ સંભાળશે.
સુજીત કુમાર, IAS: કલેક્ટર, અમદાવાદથી બદલી કરીને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અજય પ્રકાશ, IAS: ડાયરેક્ટર (GEDA), ગાંધીનગરથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (GETCO), વડોદરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. સૌરભ ઝમસિંગ પારધી, IAS: કલેક્ટર, સુરતથી બદલી કરીને ડાયરેક્ટર, સિવિલ સપ્લાય, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગૌરાંગભાઈ એચ. મકવાણા, IAS: કલેક્ટર, ભરૂચથી બદલી કરીને ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ GPCL અને UGVCL ના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે.
સંજય કે. મોદી, IAS: કલેક્ટર, નર્મદા-રાજપીપળાથી બદલી કરીને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કિરણ બી. ઝવેરી, IAS: કલેક્ટર, મોરબીથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે, IAS: કલેક્ટર, નવસારીથી બદલી કરીને કમિશનર, MSME, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કમિશનર ઓફ સર્વિસીસનો વધારાનો હવાલો પણ સંભાળશે.
યોગેશ બબનરાવ નિરગુડે, IAS: કલેક્ટર, દાહોદથી બદલી કરીને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અમિત પ્રકાશ યાદવ, IAS: કલેક્ટર, ખેડા-નડિયાદથી બદલી કરીને એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ INDEXTb ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે.
એન.વી. ઉપાધ્યાય, IAS: કલેક્ટર, ગીર-સોમનાથથી બદલી કરીને કલેક્ટર, ખેડા-નડિયાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રભવ જોષી, IAS: મેનેજિંગ ડાયરેક્ટર, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રશસ્તિ પારીક, IAS: કલેક્ટર, અરવલ્લી-મોડાસાથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ., ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. (શ્રીમતી) જિન્સી રોય, IAS: કલેક્ટર, બોટાદથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિ., ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અનિલકુમાર રામજીભાઈ રણવાસિયા, IAS: કલેક્ટર, જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર, કચ્છ-ભુજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મયુર કે. મહેતા, IAS: ડાયરેક્ટર, સિવિલ સપ્લાયથી બદલી કરીને કલેક્ટર, વાવ-થરાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જીતેન્દ્ર એન. વાઘેલા, IAS: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગરથી બદલી કરીને કલેક્ટર, ગીર-સોમનાથ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જે. એસ. પ્રજાપતિ, IAS: કલેક્ટર, વાવ-થરાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એચ.એમ. વોરા, IAS: ડી.ડી.ઓ., સાબરકાંઠા-હિંમતનગરથી બદલી કરીને કલેક્ટર, બોટાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. વિપિન ગર્ગ, IAS: કલેક્ટર, તાપી-વ્યારાથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ., ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
શાલિની દુહન, IAS: કલેક્ટર, ડાંગ-આહવાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ભવ્ય વર્મા, IAS: કલેક્ટર, વલસાડથી બદલી કરીને કલેક્ટર, Ahmedabad તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નિતિન વી. સાંગવાન, IAS: ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, ગાંધીનગરથી બદલી કરીને કલેક્ટર, વલસાડ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તેજસ દિલીપભાઈ પરમાર, IAS: મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર, સુરત તરીકે નિમણૂક કરવામાં આવી છે.
યોગેશ ચૌધરી, IAS: મ્યુનિસિપલ કમિશનર, વાપીથી બદલી કરીને કલેક્ટર, જૂનાગઢ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
દેવ ચૌધરી, IAS: મ્યુનિસિપલ કમિશનર, નવસારીથી બદલી કરીને કલેક્ટર, તાપી-વ્યારા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. નવનાથ કોન્ડીબા ગવહાણે, IAS: મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગરથી બદલી કરીને કલેક્ટર, ભરૂચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મનીષ ગુરવાની, IAS: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામથી બદલી કરીને કલેક્ટર, નવસારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સ્વપ્નિલ ખરે, IAS: મ્યુનિસિપલ કમિશનર, મોરબીથી બદલી કરીને કલેક્ટર, મોરબી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગૌરવ દિનેશ રમેશ, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરતથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મિરાંત જતિન પરીખ, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરીને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગંગા સિંઘ, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરાથી બદલી કરીને કલેક્ટર, નર્મદા-રાજપીપળા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સુરભી ગૌતમ, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાથી બદલી કરીને કલેક્ટર, દાહોદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. પ્રશાંત જીલોવા, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદથી બદલી કરીને કલેક્ટર, પાટણ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મિલિંદ બાપના, IAS: મ્યુનિસિપલ કમિશનર, આણંદથી બદલી કરીને કલેક્ટર, અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બી.સી. પરમાર, IAS: OSD, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), બોટાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
શિવાની ગોયલ, IAS: ડી.ડી.ઓ., સુરતથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, મધ્ય ગુજરાત વીજ કંપની લિ. (MGVCL), વડોદરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મમતા હાર્દિક હીરપરા, IAS: ડી.ડી.ઓ., વડોદરાથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અંકિત પન્નુ, IAS: ડી.ડી.ઓ., જામનગરથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પુષ્પ લતા, IAS: ડી.ડી.ઓ., નવસારીથી બદલી કરીને રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ મિશન ડાયરેક્ટર (સ્વચ્છ ભારત મિશન – અર્બન) નો વધારાનો હવાલો પણ સંભાળશે.
અક્ષય બુદાનિયા, IAS: ડી.ડી.ઓ., બોટાદથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાનો વધારાનો હવાલો પણ સંભાળશે.
જાસ્મિન હસરત, IAS: ડી.ડી.ઓ., મહેસાણાથી બદલી કરીને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
દીપેશ કેડિયા, IAS: ડી.ડી.ઓ., અરવલ્લી-મોડાસાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મહેશ શાંતિલાલ જાની, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, રાજકોટથી બદલી કરીને ચેરમેન, ગુજરાત સ્ટેટ સોશિયલ વેલ્ફેર બોર્ડ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સંગીતા રાયાણી, IAS: મિશન ડાયરેક્ટર, ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આર.એન. ડોડિયા, IAS: એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જીવની કાર્તિક નાગજીભાઈ, IAS: ડી.ડી.ઓ., વાવ-થરાદથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), નવસારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જયંત સિંઘ રાઠોડ, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, સોનગઢથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), જૂનાગઢ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રણવ વિજયવર્ગીય, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, વાંસદાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), પંચમહાલ-ગોધરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કલ્પેશ કુમાર શર્મા, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, છોટાઉદેપુરથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), વાવ-થરાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નિશા, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, ભરૂચથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), જામનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અંચુ વિલ્સન, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, રાજપીપળાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), મહેસાણા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સુનીલ, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, માંડવીથી બદલી કરીને રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ભાવનગર નિમણૂક કરવામાં આવી છે.
પાટીલ આનંદ અશોક, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, ડાંગ-આહવાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), વડોદરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
દેવેન્દ્ર પ્રકાશ મીના, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, દાહોદથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), સુરત તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નવીન એફ. ચૌધરી, IAS: મેનેજિંગ ડાયરેક્ટર, UGVCL, મહેસાણાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એચ.પી. પટેલ, IAS: ડી.ડી.ઓ., જૂનાગઢથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), સાબરકાંઠા-હિંમતનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એન. ડી. પરમાર, IAS: જોઈન્ટ ઇલેક્શન કમિશનર, SECથી બદલી કરીને કલેક્ટર, ડાંગ-આહવા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જે.કે. જાદવ, IAS: એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (GSTDREIS) થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બી.ડી. દવેરા, IAS: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જયેશકુમાર બી. ઉપાધ્યાય, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડી. કે. પંડ્યા, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ભાવનગરથી બદલી કરીને એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મહેક જૈન, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, રાજકોટથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વિદ્યાસાગર, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, ધંધુકાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), મોરબી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વંદના મીના, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, કેશોદથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), મહીસાગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હિરેન જીતેન્દ્રભાઈ બારોટ, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, પેટલાદથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજેશ કુમાર મૌર્ય, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, રાધનપુરથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), સોનગઢ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સ્વપ્નિલ મહાદેવ સિસલે, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, ધ્રોલથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), વાંસદા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઓમકાર રાજેન્દ્ર શિંદે, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, નિઝરથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), છોટાઉદેપુર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
લેફ્ટનન્ટ કર્નલ આવટે અમોલ શાંતારામ, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, દ્વારકાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), રાજપીપળા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રતીક જૈન, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, મેંદરડાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), દાહોદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કુશીનગર સ્થિત એક મદરેસા હાલના દિવસોમાં વિવાદોમાં ઘેરાઈ છે. કારણ છે ત્યાં લાગેલો સીલિંગ ફેન, જેને થોડા દિવસ પહેલાં મરામત માટે મોકલવામાં આવ્યો હતો. આ સામાન્ય સફેદ રંગનો પંખો હતો, પરંતુ તેના મોટર હાઉસિંગ પર લાગેલા લેબલ અને ઇન્ક્રેવિંગને કારણે વિવાદ ઊભો થયો છે. સોશિયલ મિડિયા પર ત્રણ દિવસ પહેલાં પંખાની તસવીર વાયરલ થઈ હતી, જેમાં તેના મોટર પર ‘Made in Pakistan’ (પાકિસ્તાનમાં બનાવાયેલું) લખેલું દેખાતું હતું.
તસવીર વાયરલ થતાં જ પોલીસે તરત તપાસ શરૂ કરી. તપાસ કરવામાં આવી રહી છે કે આખરે પાકિસ્તાનમાં બનેલો આ પંખો મદરેસા સુધી કેવી રીતે પહોંચ્યો. પોલીસના જણાવ્યાનુસાર શક્યતા છે કે પંખાની મરામત કરનાર ઇલેક્ટ્રિશિયને તેના ઉપરના ભાગ પર આ નિશાન જોયું હોય અને ત્યાર બાદ તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી હોય.
મદરેસામાં દાનમાં આપવામાં આવ્યો હતો પંખો
કુશીનગરના સર્કલ ઓફિસર જયંત યાદવે જણાવ્યું હતું કે પોલીસે મદરેસાના સંચાલક યુનુસ અન્સારીની પૂછપરછ કરી છે. તેમણે કહ્યું હતું કે આ સીલિંગ ફેન એક સ્થાનિક રહેવાસીએ મદરેસાને દાનમાં આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે પોલીસે તે સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું કે આ પંખો તેને તેના પુત્રે આપ્યો હતો, જે સાઉદી અરેબિયામાં રહે છે. ત્યાર બાદ વર્ષ 2023માં આ પંખો મદરેસાને દાનમાં આપવામાં આવ્યો હતો.
પોલીસે પંખો દાન કરનાર વ્યક્તિના પુત્રનો પણ સંપર્ક કર્યો. તેણે જણાવ્યું હતું કે તેણે વર્ષ 2020માં સાઉદી અરેબિયામાંથી આ પંખો ખરીદ્યો હતો અને પોતાના પિતાને મોકલી આપ્યો હતો. સીઓ જયંત યાદવે કહ્યું હતું કે તેણે પંખાની ખરીદીની રસીદની નકલ પણ શેર કરી છે. હાલમાં અમે દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છીએ અને જરૂરી કસ્ટમ ડ્યુટી ભરવામાં આવી હતી કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે રેડ કાર્પેટ પર શોભા વધારી હતી. તેનો ગાઉન લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આલિયાએ તેના સોશિયલ મીડિયા પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના કેટલાક મનમોહક ફોટા પણ પોસ્ટ કર્યા છે.
ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો લુક ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ વખતે પણ આલિયા ભટ્ટે તેના ચાહકોને નિરાશ કર્યા નથી. મોડી રાત્રે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના કેટલાક ફોટા પોસ્ટ કર્યા. તે પીચ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
79મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. તે 12 મેથી શરૂ થશે અને 23 મે, 2026 સુધી ચાલશે. આલિયા ભટ્ટે પણ પહેલા દિવસે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ચેન્નઈઃ તામિલનાડુમાં થલપતિ વિજયની સરકાર વિશ્વાસમત જીતવામાં સફળ રહી છે. વિજયના સમર્થનમાં 144 મત પડ્યા હતા. આ પહેલાં 59 સભ્યો ધરાવતી DMKએ વિશ્વાસમતનો બહિષ્કાર કર્યો હતો. નોંધનીય છે કે તામિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 આંકડો જરૂરી છે. TVKએ 108 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે DMKને 59 બેઠકો મળી હતી. AIADMKએ 47 બેઠકો જીતી હતી. કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી અને PMKને ચાર બેઠકો પર વિજય મળ્યો હતો. DMKના બહિષ્કાર બાદ વિધાનસભામાં બહુમતીનો આંકડો વધુ ઘટી ગયો હતો, જેને કારણે વિજય માટે ફ્લોર ટેસ્ટ માત્ર ઔપચારિકતા બની ગયો હતો.
ભાજપ રહી ‘તટસ્થ’
ફ્લોર ટેસ્ટ દરમિયાન DMKએ માત્ર બહિષ્કાર જ કર્યો નહોતો, પરંતુ મતદાનથી પણ દૂર રહી હતી. વિધાનસભામાં ભાજપનો માત્ર એક જ ધારાસભ્ય છે અને તેમણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ‘તટસ્થ’ વલણ અપનાવ્યું હતું. વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ મુખ્ય મંત્રી વિજયે વિશ્વાસમતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
AIADMK બે જૂથમાં વહેંચાઈ
AIADMKના મહાસચિવ ઈ. કે. પલાનીસામીએ વિજય સરકારના વિશ્વાસમતનો વિરોધ કર્યો હતો. જોકે પાર્ટીના વિરોધી નેતા એસ. પી. વેલુમણીએ TVK સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
વિજયને આ રીતે મળ્યો બહુમતીનો આંકડો
વિજય સરકારને કોંગ્રેસ, CPI, CPM, VCK, IUML અને AMMKનું સમર્થન મળ્યું હતું. બીજી તરફ ભાજપના ઉધગમંડલમથી જીતેલા એકમાત્ર ધારાસભ્ય ભોજરાજન એમે તટસ્થ વલણ અપનાવ્યું હતું. નોંધનીય છે કે રાજ્યમાં 23 એપ્રિલે મતદાન થયું હતું અને ચોથી મેએ પરિણામ જાહેર થયાં હતાં. વિજયની પાર્ટી 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી.
TVKના સમર્થનમાં AIADMKના ધારાસભ્યો
AIADMKના 24 ધારાસભ્યોએ વિજય સરકારના સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે AIADMKનો એક ધારાસભ્ય મતદાન દરમિયાન ગેરહાજર રહ્યો હતો. એ ઉપરાંત પાંચ ધારાસભ્યોએ તટસ્થ વલણ અપનાવ્યું હતું. PMKના ચાર અને ભાજપના એક ધારાસભ્યે પણ તટસ્થ રહેવાનો નિર્ણય લીધો હતો.
નવી દિલ્હીઃ દેશભરમાં ત્રીજી મેએ યોજાયેલી નીટ યુજી પરીક્ષા 12 મેએ રદ કરવામાં આવી હતી. પેપર લીક થયાના સમાચાર વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. NTAના આ નિર્ણયથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે, જેઓ નીટ યુજી પરીક્ષામાં હાજર રહ્યા હતા. NTAએ જણાવ્યું છે કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે અને રિ-એક્ઝામની તારીખ આગામી 7-10 દિવસમાં જાહેર કરવામાં આવશે.
નીટ યુજી 2026 રદ કરવાની જાહેરાત સાથે જ NTAએ આ પેપર લીક કેસની તપાસ CBIને સોંપવાની જાહેરાત પણ કરી હતી. CBIએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મંગળવારે FIR નોંધ્યા બાદ CBIની ટીમ નાસિક અને જયપુર પહોંચી હતી, જ્યાંથી પેપર લીકના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
એ દરમિયાન નીટ યુજી પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA)એ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. એસોસિયેશને ફરી પરીક્ષા યોજવાની સાથે NTAને બદલવાની પણ માગ કરી છે. નીટ યુજી પરીક્ષા 2026ની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારોને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે. ઉમેદવારોને તેમની ફી પરત આપવામાં આવશે અને તેમનાં પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.
25થી 30 લાખ રૂપિયામાં વેચાયું હતું નીટ યુજીનું પેપર
નીટ યુજી પેપર લીક કેસની તપાસમાં સામે આવ્યું છે કે ગુરુગ્રામના એક ડોક્ટર પાસેથી જયપુરના જામવારામગઢના રહેવાસી માગીલાલ અને દિનેશે 25થી 30 લાખ રૂપિયામાં NEETનો પેપર ખરીદ્યું હતું. દિનેશે આ પેપર પોતાના પુત્રને આપ્યું હતું, જે સીકરમાં રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
પરીક્ષા પહેલાં જ કલાકો અગાઉ ફરી રહ્યું હતું પેપર
તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ ઘણા કલાકો અગાઉ પેપર સર્ક્યુલેશનમાં આવી ગયું હતું. બીજી મેની રાત્રે તેને PDF સ્વરૂપે શેર કરવામાં આવ્યું હતું અને ત્રીજી મેની પરીક્ષા બાદ જ્યારે પ્રશ્નોનું મિલાન કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં પ્રશ્નો મેચ થતાં આખા મામલાનો ભાંડો ફૂટ્યો હતો.
ગાંધીનગર: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને પગલે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી છે. આ અપીલને પગલે રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર CM અને DyCMને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે. જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા ST બસ અને ટ્રેનમાં કરશે.મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે અમરેલી પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના રાજુલા પહોંચ્યા. અહીં 22 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણનો કાર્યક્રમ હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને સાર્થક કરી. સામાન્ય રીતે 10થી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રી માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચ્યા હતા. બિનજરૂરી ઈંધણનો વપરાશ કરવાના બદલે અને ઝડપથી વહીવટી ખર્ચ ઘટાડવા માટે મુખ્યમંત્રીએ જાતે આ પહેલ કરીને વહીવટી તંત્ર અને નાગરિકો સમક્ષ શાસન અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઈંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા કરેલી અપીલનો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમલ શરૂ કર્યો છે.રાજ્યપાલ સામાન્ય મુસાફરની જેમ કરશે પ્રવાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે લોકભવનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. દેશમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાજ્યપાલ કોઈપણ સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે. તેઓ રાજ્યમાં અવરજવર કરવા માટે ટ્રેન અને એસટી (ST) બસનો ઉપયોગ કરશે. પોતાની ‘ઝેડ પ્લસ’ (Z+) સુરક્ષાના મોટા કાફલાને બદલે આવશ્યક પ્રવાસ વખતે ઓછામાં ઓછી કાર રાખવા તેમણે સૂચના આપી છે. યુનિવર્સિટીઓ અને સરકારી તંત્ર માટે નિર્દેશ
રાજ્યપાલે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર તંત્ર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા નિર્દેશ અપાયા છે. સરકારી કામોમાં વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અને ઈંધણ બચાવવાના શક્ય તમામ પ્રયાસો કરવા રાજ્યપાલે આહવાન કર્યું છે.જનતાનો વિશેષ આગ્રહ
રાજ્યપાલના આ નિર્ણય બાદ હવે લોકોમાં એવો સૂર ઉઠ્યો છે કે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ આ અપીલનો અમલ ક્યારે કરશે? મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે આર્થિક પરિસ્થિતિ અને ગેસ-પેટ્રોલનું સંકટ વધી શકે છે, ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ પણ હેલિકોપ્ટર-પ્લેનનો ઉપયોગ ઘટાડી રેલવે-એસટીમાં પ્રવાસ કરી ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.