Cannes 2026: જોઈ લો, આ વખતનો આલિયાનો રેડ કાર્પેટ લુક

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે રેડ કાર્પેટ પર શોભા વધારી હતી. તેનો ગાઉન લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આલિયાએ તેના સોશિયલ મીડિયા પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના કેટલાક મનમોહક ફોટા પણ પોસ્ટ કર્યા છે.

ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો લુક ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ વખતે પણ આલિયા ભટ્ટે તેના ચાહકોને નિરાશ કર્યા નથી. મોડી રાત્રે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના કેટલાક ફોટા પોસ્ટ કર્યા. તે પીચ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

79મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. તે 12 મેથી શરૂ થશે અને 23 મે, 2026 સુધી ચાલશે. આલિયા ભટ્ટે પણ પહેલા દિવસે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આલિયાના પીચ રંગના ગાઉન લુકે ચાહકોના દિલ જીતી લીધા.

કાન્સના રેડ કાર્પેટ પર જતા પહેલા આલિયાએ તેના હોટલ રૂમની બાલ્કનીમાં ઉભા રહીને પોઝ આપ્યો.