Home Blog Page 593

‘આ ફિલ્મ નથી… એક યજ્ઞ છે’, આમિર ખાન મહાભારતની તૈયારીમાં લાગ્યા

આમિર ખાને પોતાના નવા પ્રોજેક્ટ મહાભારત વિશે એક મોટી અપડેટ આપી છે. આ પ્રોજેક્ટ પર કામ ક્યારે શરૂ થશે તે અંગે તેમણે ખુલાસો કર્યો છે.

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને તેમના ચાહકોને તેમના સૌથી મોટા પ્રોજેક્ટ “મહાભારત” વિશે એક મોટી અપડેટ આપી છે. ખાને ખુલાસો કર્યો કે તેઓ દાયકાઓથી આ મહાકાવ્ય પર કામ કરી રહ્યા છે. તેમના માટે, આ ફક્ત એક ફિલ્મ નથી, તે એક આધ્યાત્મિક અને સર્જનાત્મક પ્રયાસ છે. તેના પર કામ આ વર્ષે શરૂ થઈ શકે છે.

બે મહિનામાં સ્ક્રિપ્ટિંગ શરૂ થશે

તાજેતરમાં કોમલ નાહતા સાથે તેમના પોડકાસ્ટ ગેમ ચેન્જર્સ પર વાત કરતા આમિર ખાને ખુલાસો કર્યો કે આ પ્રોજેક્ટ તેમના મગજમાં 25-30 વર્ષથી હતો. આ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી બે મહિનામાં સ્ક્રિપ્ટિંગ શરૂ થવાની ધારણા છે. વાતચીત દરમિયાન આમિર ખાને કહ્યું, “મારું કામ શરૂ થઈ ગયું છે. મહાભારત ફક્ત એક ફિલ્મ નથી. તે એક યજ્ઞ છે. જો બધું બરાબર રહ્યું, તો આશા છે કે આ વર્ષે ફિલ્મ પર કામ શરૂ થશે.”

આ ફિલ્મ અનેક ભાગોમાં બનાવવામાં આવશે

અગાઉ, ધ હોલીવુડ રિપોર્ટર સાથેની એક મુલાકાતમાં આમિર ખાને ખુલાસો કર્યો હતો કે તે મહાભારતનું નિર્માણ કરશે. તેમણે આ ફિલ્મને તેમના સૌથી મોટા સપનાઓમાંની એક ગણાવી હતી. આમિરે કહ્યું, “મને આશા છે કે આ વર્ષે તેના પર કામ શરૂ થશે. મહાભારત પણ અનેક ભાગોમાં બનાવવામાં આવશે, જેમ કે લોર્ડ ઓફ ધ રિંગ્સ ફિલ્મો.”

બહુવિધ દિગ્દર્શકોની જરૂર પડશે

આમિર ખાને કહ્યું, “મને ખબર નથી કે હું મહાભારતમાં અભિનય કરીશ કે નહીં. ટીમ દરેક ભૂમિકા માટે યોગ્ય અભિનેતાની પસંદગી કરશે. હું ફિલ્મનું દિગ્દર્શન કરી શકતો નથી કારણ કે તે એક મોટો પ્રોજેક્ટ છે. તેને દિગ્દર્શન કરવા માટે આપણને બહુવિધ દિગ્દર્શકોની જરૂર પડી શકે છે.”

આમિરનું કાર્ય

આમિર ખાનના કાર્ય વિશે વાત કરીએ તો, તે છેલ્લે “સિતાર જમીન પર” ફિલ્મમાં જોવા મળ્યા હતા, જેમાં તેણે બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2007 ની ફિલ્મ “તારે જમીન પર” ની સિક્વલ હતી.

આમિર ખાને પોતાના નવા પ્રોજેક્ટ મહાભારત વિશે એક મોટી અપડેટ આપી છે. તેમણે આ પ્રોજેક્ટ પર કામ ક્યારે શરૂ થશે તે અંગે ખુલાસો કર્યો છે.

ભારતીય ટીમે “ગુલાબી જર્સી” પહેરીને લોકોના દિલ જીતી લીધા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ગુલાબી જર્સી પહેરીને સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવાની પહેલ શરૂ કરી. BCCI એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો, જેમાં ભારતીય ખેલાડીઓ ગુલાબી જર્સી પહેરેલી દેખાય છે જેના પર “થેંક્સ અ ડોટ” લખેલું છે. બોર્ડે આ પહેલનું મહત્વ સમજાવ્યું.

BCCI એ વીડિયો શેર કર્યો અને લખ્યું, “આભાર. ભારતીય ટીમે સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે ત્રીજી વનડેમાં ખાસ ગુલાબી જર્સી પહેરી હતી.” પ્રતિકા રાવલ, સ્નેહ રાણા અને કેપ્ટન હરમનપ્રીત કૌર વીડિયોમાં દેખાયા.

પ્રતિકા રાવલે કહ્યું, “ગુલાબી જર્સી લાંબી લડાઈ અને વહેલા નિદાન દ્વારા સ્તન કેન્સર સામે લડવાની શક્તિની યાદ અપાવે છે.” સ્નેહ રાણાએ ઉમેર્યું, “આ ગુલાબી જર્સી એક પ્રતીક કરતાં ઘણી વધારે છે.” આ જીવન સલામતીની ટેવો બનાવવા માટેનું આહ્વાન છે.

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, “દરરોજ આપણે અનિશ્ચિતતા માટે તાલીમ લઈએ છીએ, અને આ ગુલાબી જર્સી તમારી તૈયારીની યાદ અપાવે છે. ચાલો સ્તન સ્વ-પરીક્ષણને માસિક નિયમિત બનાવીએ.” અંતે, ત્રણેયે કહ્યું, “ચાલો જીવનમાં ડૂબકી લગાવીને, જીવન બચાવનાર કૌશલ્યોનો અભ્યાસ કરીને અને સ્તન કેન્સર સામે અવાજ ઉઠાવીને સાથે મળીને સ્તન કેન્સર સામે લડીએ.”

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી વનડે જીતી હતી, જ્યારે ભારતે બીજી વનડે 102 રનના રેકોર્ડ માર્જિનથી જીતીને જોરદાર વાપસી કરી હતી. ભારતીય ટીમ રનની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયાને વનડેમાં સૌથી મોટી હાર આપનારી ટીમ બની. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ મજબૂત પ્રદર્શન કરીને શ્રેણી 2-1થી જીતવા માંગશે. તે જ સમયે, કાંગારૂ ટીમ પણ શ્રેણી જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતી જોવા મળશે.

વડોદરામાં સોશિયલ મિડિયા પોસ્ટને લઈને સાંપ્રદાયિક અથડામણ

વડોદરાઃ એક ખાસ સમુદાયને કથિત રીતે નિશાન બનાવતી સોશિયલ મિડિયા પોસ્ટને કારણે શુક્રવાર રાત્રે વડોદરામાં હિંસક અથડામણો થઈ હતી. આ મામલે FIRની માગ કરવા માટે સિટી પોલીસ સ્ટેશન બહાર ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. શુક્રવાર મધરાતે ચારેકોર વિસ્તારમાં આવેલા પાણિગેટ અને જૂનીઘાડી વિસ્તારોમાં તોફીનો અને પથ્થરમારો થયો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રમખાણો માટે જવાબદાર લોકો સામે કેસ નોંધવાની અને કથિત સોશિયલ મિડિયા પોસ્ટની ફરિયાદની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રદર્શનકારીઓને વિશ્વાસ આપ્યો હતો કે પોલીસ મામલાની તપાસ કરશે. પાટીલે સમુદાયના નેતાઓ સાથે મળી ભીડને શાંત કરવાની કોશિશ પણ કરી.

CCTV ફુટેજ તપાસી રહી છે પોલીસ

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વડોદરા શહેર પોલીસની અનેક ટીમોએ આખી રાત વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, જેથી ફરી આવી ઘટના ન બને. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અલ્પસંખ્યક સમુદાયના સભ્યોએ જણાવ્યું હતું કે તેમને સોશિયલ મિડિયા પરAI દ્વારા બનાવવામાં આવેલી એક પોસ્ટ મળી હતી, જેથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. તે લોકો મોટી સંખ્યામાં સિટી પોલીસ સ્ટેશનમાં ભેગા થયા અને FIRની માગ કરી હતી. અમે તેમને આશ્વાસન આપ્યું કે અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ દરમ્યાન, ટીમો CCTV ફુટેજ તપાસી રહી છે, જેથી પથ્થરમાર કરનારા અને વિસ્તારની કાનૂન-વ્યવસ્થા ભંગ કરનારાઓની ઓળખ કરી શકાય.

ઝોન IVના ડીસીપી એન્ડ્ર્યુ મેકવાને જણાવ્યું હતું કે પોલીસ આરોપીઓ સામે FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરી ચૂકી છે. તેમણે કહ્યું હતું કે અમે તોફાનોના કેસમાં FIR નોંધવાની પ્રક્રિયામાં છીએ. અમે તે સોશિયલ મિડિયા પોસ્ટની ફરિયાદની પણ તપાસ કરી રહ્યા છીએ જેને કારણે એક જગ્યાએ હિંસા ભભૂકી અને પછી શહેરના એક ભાગમાં ફેલાઈ ગઈ હતી.

ટેરિફ પછી હવે વિઝા બોમ્બઃ ટ્રમ્પે વધારી H-1B વિઝાની ફી

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  એક તરફ તો વડા પ્રધાન મોદીની પ્રશંસા કરે છે, પણ બીજી તરફ ભારતીયોની મુશ્કેલીઓ વધારી દે છે. ભારત પર 50 ટકા (25+25) ટેરિફ લગાવ્યા પછી તેમણે હવે વિઝા બોમ્બ ફોડ્યો છે. ટ્રમ્પે શુક્રવારે એક જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ H-1B વિઝાની ફી દર વર્ષે 1,00,000 અમેરિકન ડોલર સુધી વધારી દેવામાં આવશે. ભારતીય ચલણમાં વાત કરીએ તો નવી અરજી માટે અમેરિકા દર વર્ષે લગભગ 88 લાખ રૂપિયા વસૂલશે. હાલ H-1B વિઝા એપ્લિકેશનની ફી એકથી છ લાખ રૂપિયા સુધી છે.

ટ્રમ્પના આ નિર્ણયે ઘણા સવાલો ઊભા કર્યા છે. નવો H-1B વિઝા અરજીનો નિયમ શું છે? આખરે અમેરિકાએ એવો નિર્ણય કેમ લીધો? તેની સીધી અસર ભારતીયો પર કેમ પડશે? ચાલો, H-1B વીઝા સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ જાણીએ.

H-1B વિઝા અરજીનો નવો નિયમ શું છે?

ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી છે કે H-1B વિઝા માટે અરજી કરનાર કોઈ પણ વ્યક્તિએ પોતાની અરજી પ્રક્રિયા માટે દર વર્ષે $ 100,000 ફી આપવી પડશે. ભારતીય ચલણમાં તે લગભગ 88 લાખ રૂપિયા દર વર્ષે થાય છે.

આ નિયમ નવા અરજદારો સાથે-સાથે હાલના ધારકો પર પણ લાગુ પડશે. આ નવી ફી હાલની ફી સિવાય ચૂકવવી પડશે, જે બહુ ઓછી છે. હાલના H-1B ફીમાં વાર્ષિક લોટરી માટેના $ 215 રજિસ્ટ્રેશન ચાર્જ અને અન્ય અરજી ફી સામેલ છે.

આ નવા ફેરફારથી ઇન્ફોસિસ, TCS અને વિપ્રો જેવી ભારતીય IT કંપનીઓ પર મોટો અસર પડશે. આ કંપનીઓ H-1B વિઝાનો ઉપયોગ કરીને જુનિયર અને મિડ-લેવલ એન્જિનિયરોને અમેરિકન ક્લાયન્ટ પ્રોજેક્ટ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે અમેરિકા મોકલે છે. આ નવા બદલાવને કારણે ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકાની જગ્યાએ યુરોપિયન દેશોમાં જઈને નોકરી કરવાનું વધુ પસંદ કરશે.

અમેરિકાના વિઝા માટે એપ્લાય કરતાં પહેલાં આટલું જાણી લેજો…

અમેરિકા, વર્તમાન સમયના ટેરિફ કે અન્ય કોઇ મુદ્દે એના વલણના વિવાદો છતાં આજે પણ વિશ્વની સૌથી મોટી આર્થિક અને લશ્કરી મહાસત્તા છે એ વાતનો કોઇ ઇન્કાર ન કરી શકે. ઇમિગ્રન્ટ્સના દેશ તરીકે ઓળખાતા અમેરિકામાં દુનિયાભરના દેશોમાંથી આવેલા લોકોએ આ દેશને સમૃધ્ધ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે એ વાતનો પણ ઇન્કાર ન થઇ શકે. આજે પણ દુનિયાના દેશોમાં, ખાસ કરીને ભારતમાં તો વિશેષ, અમેરિકા જઇને સ્થાયી થવાનું, અહીં રહીને ડોલર કમાવવાનું લોકોનું એક સપનું હોય છે.

પરંતુ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી વિઝાને લઇને જે એક પછી એક ધડાધડ નિર્ણયો લેવા માંડ્યા છે એનાથી ભારતીયો માટે અમેરિકાના વિઝાને લઇને ખાસ્સો ગૂંચવાડો પ્રવર્તે છે. વિઝા પોલિસીમાં સતત થઇ રહેલા બદલાવના કારણે અમેરિકાના વિઝા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ઇન્ટરવ્યુ વેઇવર પ્રોગ્રામને મર્યાદિત કરવો, ત્રીજા દેશમાં અરજીઓ પર પ્રતિબંધ, અને $250ની નવી વિઝા ઇન્ટેગ્રિટી ફી અને છેલ્લે વિઝા કેટગરીમાં ફીમાં ધરખમ વધારે…. જેવા ફેરફારોથી ભારતમાંથી અમેરિકા જવા માગતા ટૂરિસ્ટ, વિદ્યાર્થીઓ અને વર્કર્સ પર કેવી અસર પડશે તે વિશે અમે મુંબઇસ્થિત જાણીતા એક્સપર્ટ અને વિઝા કન્સલટન્ટ એડવોકેટ સુધીર શાહ સાથે ‘છોટી સી મુલાકાત’ માં વાત કરી.

ઉલ્લેખનીય છે કે, સુધીર શાહ એ અમેરિકન વિઝા બાબતોના નિષ્ણાત ગણાય છે અને વર્ષોથી એ આ મુદ્દે અનેક ફોરમમાં એમના વક્તવ્યો આપતા રહ્યા છે.

 ચિત્રલેખા.કોમ: અમેરિકાના વિઝા નિયમોમાં તાજેતરમાં કેવા પ્રકારનાં ફેરફારો કરવામાં આવ્યા છે?

સુધીર શાહ: અમેરિકા હવે વિઝા નિયમોના પાલનમાં ખૂબ જ કડક બન્યું છે, જેથી કોઈ ખોટી રીતે તેમના દેશમાં લાંબો સમય સુધી રહી શકે નહીં. વિઝાના નિયમોમાં કેટલીક છૂટછાટો હતી. જે હવે અમેરિકાએ બંધ કરી દીધી છે. જેમ કે H-1B વિઝા પર કોઈ અમેરિકામાં વસવાટ કરી રહ્યું હોય. તેને ત્રણ વર્ષના વિઝા મળ્યા હોય અને ફરી બીજા ત્રણ વર્ષ માટે તેને વિઝા એક્સટેન્ટ કરાવવા હોય તો પહેલાં તો અમેરિકામાં જ આ પ્રક્રિયા થઈ જતી હતી. હવે જે તે નાગરિકે પોતાના દેશમાં જઈને પોતાના વિઝા એક્સટેન્ટ કરાવવા પડશે. આમ વિઝાધારકોને બધી તકલીફો વધી ગઈ છે. બીજું કે વિઝા આપવા માટે જે ઈન્ટરવ્યૂ લેવાય છે, જે તપાસ કરવામાં આવે છે તે ખૂબ જ સ્ટ્રીક્ટ કરી દેવામાં આવી છે. વિઝા માટે અરજી કરનાર દરેક વ્યક્તિની ઝીણામાં ઝીણી વસ્તુ ચકાસવામાં આવતી હોય છે. તમે અમેરિકાના માથે ભાર સમાન તો નહીં બની જાવ? તમે કંઈ ખોટું કામ કરવાના નથી ને? એટલે કે પહેલાં જે સરળતાથી વિઝા મળતા હતા તે હવે નહીં મળી શકે.

ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સ માટેના H-1B, L-1 વિઝા માટે કેવું વલણ અપનાવ્યું છે?

H-1B એટલે સ્પેશિયલી ઓક્યુપેશનલ વર્કર માટેના વિઝા હોય છે. જે લોકો ગ્રેજ્યુએટ હોય અથવા તો ગ્રેજ્યુએટ બનતા જેટલાં વર્ષ લાગ્યા હોય એનાથી ત્રણગણો કામનો અનુભવ હોય એ લોકો H-1B વિઝાને લાયક બને છે. જો કે હવેથી H-1B વિઝા ખૂબ જ હોંશિયાર લોકો અને જેમનો પગાર વધારે હોય, અનુભવ સારો હોય, હોદ્દો મોટો હોય તેમને આપવા. હવે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને બહાર આવેલા વિદ્યાર્થીનો પગાર વધારે ન જ હોય. પાંચથી પંદરેક વર્ષના અનુભવી લોકોનો પગાર વધારે હોય. એટલે હવે વિદ્યાર્થીઓ માટે H-1B વિઝા લેવા મુશ્કેલ બની ગયું છે. L-1 વિઝા એટલે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યૂટિવ તેમજ ખાસ જાણકારીવાળી વ્યક્તિ માટેના વિઝા છે. તો આ વિઝાના પણ જે ક્રાઈટેરિયા હતા તેને તપાસવા માટેના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. H-2B વિઝા મેળવવા માટેની અરજી કરનાર લોકો માટે પણ ચકાસણી ખૂબ જ કડક કરી દેવામાં આવી છે.

સ્ટુડન્ટ વિઝા F-1, J-1 માટે પ્રસ્તાવિત 4-વર્ષની મર્યાદા અને “એક્સટેન્શન/ઓફ સ્ટે”ના નિયમોમાં જે ફેરફાર કરાયો છે તેના વિશે જણાવશો?

પહેલાં કોઈ વિદ્યાર્થી F-1, M-1 કે J-1 વિઝા લઈને અમેરિકામાં પ્રવેશે તો ઈમિગ્રેશન ઓફિસર તમારા પાસપોર્ટ પર ડ્યૂરેશન ઓફ સ્ટેટસ એવું લખે અને તમને છૂટ આપે. એટલે જ્યાં સુધી તમે વિદ્યાર્થી હોવ ત્યાં સુધી તમે અમેરિકામાં ભણી અને વસવાટ કરી શકો. એટલે ઘણી વખત કોઈ વ્યક્તિ બેચલરનો કોર્સ કરવા માટે અમેરિકામાં આવે અને ત્યાર બાદ વર્ષોના વર્ષો ભણ્યા કરીને અમેરિકામાં જ વસવાટ કરી લે. તમે એક કોર્સમાંથી બીજા કોર્સમાં એડમિશન લઈને અમેરિકામાં જ તમારા વિઝા રિન્યુ કરાવી શકતા હતા. હવે જે તે વિદ્યાર્થીએ પોતાના કોર્સ પૂરો કરીને ફરી પોતાના દેશ જઈને ફરી વિઝા લઈને અમેરિકા પરત ફરવું પડશે. F-1 વિઝા પર હવે કોઈ વિદ્યાર્થી વધુમાં વધુ ચાર વર્ષ માટે અમેરિકામાં વસવાટ કરી શકશે.

‘ઇન્ટરવ્યૂ વેઇવર પ્રોગ્રામ’માં ફેરફારથી કયા પ્રકારના વિઝા અરજદારો સૌથી વધુ પ્રભાવિત થશે?
અમુક ઉંમરથી નીચેના બાળકો અને અમુક ઉંમરથી ઉપરના વૃદ્ધોને રૂબરૂ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા ન હતા. એમને ખાલી ફોર્મ ભરીને અરજી કરવાની રહેતી અને તેમને વિઝા આપી દેવામાં આવતા હતા. હવેથી નાના બાળકો અને વયોવૃદ્ધ લોકોને પણ વિઝા લેવા માટે ઈન્ટરવ્યૂ આપવા માટે રૂબરૂ જવું પડશે. ઇન્ટરવ્યૂ વેઇવર એટલે ઈન્ટરવ્યૂમાંથી માફી, જે હવે આપવામાં નહીં આવે. દરેક વ્યક્તિએ હવે વિઝા મેળવવા માટે કોન્સ્યૂલેટમાં જઈને ઈન્ટરવ્યૂ આપવો પડશે. જેમ-જેમ દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો વ્યક્તિ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાનો ગેરફાયદો લેતા જાય છે. તેમ-તેમ અમેરિકા તેના કાયદાઓમાં વધારેને વધારે કડકાઈ લાવતા જાય છે.

થર્ડ કન્ટ્રી વિઝા માટેની અરજીઓ કેમ બંધ કરવામાં આવી છે?

વિઝા માટેનો ઈન્ટરવ્યૂ કોલ લેવા માટે લાંબા સમયગાળાનું વેઈટિંગ રહેતું હતું. છ મહિના, વર્ષ કે બે વર્ષ સુધી ઈન્ટરવ્યૂની તારીખ મળતી નથી. વ્યક્તિને અમેરિકા જવાની ઉતાવળ હોય અને કોઈ ખાસ કારણ હોય તો તે બીજા સેન્ટર પર જઈને વિઝા માટે અરજી કરતો હતો. ભારતની વાત કરીએ તો મુંબઈમાં રહેતો ગુજરાતી કલકત્તા, દિલ્હી, હૈદ્રાબાદ કે મદ્રાસ જઈને વિઝા મેળવવાની અરજી કરતો હતો. ત્યાં પણ લાઈનો વધી તો ભારતીય વ્યક્તિ સિંગાપોર, દુબઈ, હોંગકોંગ કે કેનેડા જઈને અમેરિકા માટેના વિઝા મેળવવાની અરજી કરવા લાગ્યો. ત્યાં એપોઈન્ટમેન્ટ તરત મળી જાય એટલે ઈન્ટરવ્યૂ આપીને તાત્કાલિક વિઝા મેળવી લેતો હતો. હવેથી વ્યક્તિ જે દેશમાં રહેતો હોય તે દેશની કોન્સ્યુલેટમાં જ તે અમેરિકાના વિઝા માટેની અરજી કરી શકશે.

કોઈ પણ વ્યક્તિ જે પ્રકારના વિઝા મેળવવા માગતું હોય તે વ્યક્તિએ વિઝા મેળવવાની શું-શું લાયકાતો છે તે પહેલાં જાણી લેવી જોઈએ. પછી જો વિઝાની અરજી કરવામાં આવે તો તેને નકારવામાં આવશે નહીં. વિઝાનું જે અરજીપત્રક ભરો તેને પણ બરાબર સમજીને ભરો. ઘણા વ્યક્તિઓ અરજીપત્રક એજન્ટ પાસે ભરાવે છે. પોતાના ક્લાઈન્ટને વિઝા મળી જાય તે માટે ઘણી વખત એજન્ટ ખોટી વિગતો આપે છે અથવા તો સાચી વિગતો છુપાવે છે. અરજદારો અરજીપત્રક વાંચ્યા વિના એજન્ટ કહે તે પ્રમાણે કરતા હોય છે. અરજીપત્રકમાં કોઈ પણ ખોટી વિગત લખવી ન જોઈએ. તમે જો સાચા હશો અને ખરેખર લાયકાત ધરાવતા હશો તો ચોક્કસથી તમને અમેરિકા વિઝા આપશે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

Mahesh Bhatt Birthday: આ એક્ટર્સને ફિલ્મમાં પહેલો બ્રેક આપી બદલી નાખી તેઓની જિંદગી

પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ આજે, 20 સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે ઉદ્યોગને ઘણી પ્રશંસનીય ફિલ્મો આપી છે અને ઘણા સ્ટાર્સને તકો પણ આપી છે.

બોલીવુડના દિગ્ગજ નિર્માતા-દિગ્દર્શક અને પટકથા લેખક મહેશ ભટ્ટ આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. “મંઝીલેં ઔર ભી હૈં” (1974) થી દિગ્દર્શક તરીકેની કારકિર્દી શરૂ કરનારા મહેશ ભટ્ટે અનેક પ્રશંસનીય ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેમણે અનેક સ્ટાર્સની કારકિર્દીને આકાર આપવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. ઈન્ડસ્ટ્રીમાં ઘણા પ્રખ્યાત સ્ટાર્સ છે જેમને મહેશ ભટ્ટ પાસેથી પહેલો બ્રેક અથવા મોટી તક મળી છે.

જો મહેશ ભટ્ટ આ ઇન્ડસ્ટ્રીનો ભાગ ન હોત, તો ઇન્ડસ્ટ્રીમાં ઇમરાન હાશ્મી જેવો સ્ટાર ન હોત. મહેશ ભટ્ટે ઇમરાન હાશ્મીની પહેલી ફિલ્મ “ફૂટપાથ” (2003) બનાવી. ત્યારબાદ તેમણે “મર્ડર” બનાવી અને “ઝેહર” ની વાર્તા લખી. મહેશ ભટ્ટેકલયુગ” પણ બનાવી અને “ગેંગસ્ટર” એ ઇમરાન હાશ્મીને બોલિવૂડમાં સ્થાપિત કર્યો. મલ્લિકા શેરાવતેમર્ડર” માં ઇમરાન સાથે અભિનય કર્યો, જે ફિલ્મે તેને સ્ટારડમ સુધી પહોંચાડી.

કંગના રનૌત

બોલિવૂડ ક્વીન કંગના રનૌતને મહેશ ભટ્ટે ફિલ્મ “ગેંગસ્ટર” થી બ્રેક આપ્યો હતો. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને શાઇની આહુજા પણ મુખ્ય ભૂમિકામાં હતા. કંગનાની માસૂમિયતથી આખો ઉદ્યોગ પ્રભાવિત થયો હતો. એવું કહેવામાં આવતું હતું કે “ગેંગસ્ટર” અબુ સાલેમ અને મોનિકા બેદીની વાસ્તવિક જીવનની વાર્તા પર આધારિત હતી, પરંતુ લેખક અનુરાગ બાસુએદાવાઓને ફગાવી દીધા હતા. કંગના રનૌત હવે અભિનયથી રાજકારણમાં પરિવર્તિત થઈ ગઈ છે અને હિમાચલ પ્રદેશના મંડીથી સંસદ સભ્ય છે.

લિઝા રે

મહેશ ભટ્ટે લિઝા રેને નોંધપાત્ર ઓળખ આપી. આફતાબ શિવદાસાની સાથે, મહેશ ભટ્ટે લિઝા રેને ફિલ્મ “કસૂર” માં કાસ્ટ કરી. તેણીએ અગાઉ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરંતુ તે “કસૂર” ફિલ્મ હતી જેણે બોલીવુડમાં તેની ઓળખ સ્થાપિત કરી.

જોન અબ્રાહમ

જોન અબ્રાહમ ખરેખર મહેશ ભટ્ટની શોધ હતા. તેમણે મહેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત ઇરોટિક થ્રિલરજીસ્મ” થી ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમણે શ્રેષ્ઠ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો.

બિપાશા બાસુ

બિપાશા બાસુએ હોરર થ્રિલર “રાઝ” થી બોલિવૂડમાં મોટી ઓળખ મેળવી. ફિલ્મનું સંગીત હજુ પણ સર્વકાલીન શ્રેષ્ઠ સંગીત આલ્બમમાંનું એક માનવામાં આવે છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી. તેની સફળતાનો હજુ પણ લાભ લેવામાં આવી રહ્યો છે, અને તે સફળ ફ્રેન્ચાઇઝી માટે મજબૂત પાયો તરીકે કામ કરે છે. મહેશ ભટ્ટેફિલ્મનું નિર્માણ કર્યું અને તેની સ્ક્રિપ્ટ પણ લખી.

સની લિયોન

બિગ બોસના ઘરમાં આવ્યા પછી, મહેશ ભટ્ટે સની લિયોનનેજીસ્મ 2″ ની ભૂમિકા ઓફર કરી. આ ફિલ્મે સનીને સફળતાની ઊંચાઈઓ પર પહોંચાડી. સની લિયોનને હવે કોઈ પરિચયની જરૂર નથી.

રિયા ચક્રવર્તી

રિયાની પહેલી બોલિવૂડ ફિલ્મ 2013 માં “મેરે ડેડ કી મારુતિ” હતી. તેણીએ મહેશ ભટ્ટની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણીની 2018 ની ફિલ્મ “જલેબી” મહેશ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી હતી.

અનુ અગ્રવાલ અને રાહુલ રોય

અનુ અગ્રવાલ અને રાહુલ રોયને મહેશ ભટ્ટ દ્વારા ફિલ્મ “આશિકી” માં લોન્ચ કરવામાં આવ્યા હતા. ફિલ્મના સંગીતે બધા રેકોર્ડ તોડી નાખ્યા. રાહુલ રોય અને અનુ અગ્રવાલ તેમના સમયના સૌથી લોકપ્રિય અભિનેતા અને અભિનેત્રી બન્યા. આ ફિલ્મે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા.

સોનલ ચૌહાણ અને આયેશા ગુપ્તા

મહેશ ભટ્ટે સોનલ ચૌહાણને ફિલ્મ “જન્નત” થી બ્રેક આપ્યો. આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ તેમજ વિદેશમાં ખૂબ જ સફળ રહી. મહેશ ભટ્ટે “જન્નત” નું નિર્માણ કર્યું. આ ફિલ્મથી સોનલ ચૌહાણ યુવાનોમાં પ્રિય બની. મહેશ ભટ્ટે આયેશા ગુપ્તાને “જન્નત 2” માં તક આપી. ત્યારબાદ તેમણે તેણીને “રાઝ 3” માં કાસ્ટ કરી. આયેશાએ તેના હોટ મૂવ્સથી બધાને મોહિત કરી દીધા.

મહેશ ભટ્ટના અંગત જીવનની વાત કરીએ તો, તેમના પહેલા લગ્ન કિરણ ભટ્ટ સાથે થયા હતા. મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટને બે બાળકો છે, પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ. જોકે, કિરણ ભટ્ટ સાથેના તેમના સંબંધોનો અંત આવ્યો. ત્યારબાદ તેમણે સોની રાઝદાન સાથે લગ્ન કર્યા. સોની રાઝદાનથી, મહેશ ભટ્ટને બે પુત્રીઓ છે, આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ. મહેશ ભટ્ટની પુત્રીઓ, પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ, ઉદ્યોગમાં જાણીતા નામો છે.

તમે ગુણવત્તા માંગો છો કે બ્રાન્ડના ગુલામ છો?

ઘણી વાર લોકો કહેતા હોય છે, “મને કોઈ બ્રાન્ડની પડી નથી; મારે તો ફક્ત સારી ગુણવત્તા જોઈએ.” જો આ જ વાત હોય તો ચાલો એક પરીક્ષણ કરી જોઈએ. તમારે કોઈની પણ મદદ લીધા વિના પ્રામાણિકપણે પરીક્ષણ કરવાનું છે. તમે જાણો જ છો કે યોગિક વેલ્થ કટારમાં આંતરિક નિરીક્ષણ અને પ્રામાણિકતા પર ભાર મૂકવામાં આવે છે.

ધારો કે તમે આઇફોન ખરીદવાનું નક્કી કર્યું. આઇફોનનો ભાવ 60 હજાર રૂપિયા છે અને તેના પર ઍપલ કંપનીનો લોગો પણ છે. આઇફોન ખરીદવાની તમારી ઈચ્છા હોવાથી તમે આ ફોન ખરીદશો કે નહીં?

હવે એવું ધારી લઈએ કે એ જ આઇફોન તમને પાંચ હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટમાં મળે છે, પરંતુ શરત એટલી છે કે તેના પર કંપનીનો લોગો નહીં હોય. શું તમે એ ફોન ખરીદશો?

હવે ત્રીજી સ્થિતિ. ધારો કે એ જ આઇફોન બધી જ ખાસિયતો સાથે મળે છે, પરંતુ એમાં ડિસ્કાઉન્ટ નથી. વળી, એના પર ઍપલને બદલે બીજી કોઈ કંપનીનો લોગો છે. શું તમે એ ફોન ખરીદવાનું પસંદ કરશો?

આપણે જાણીએ છીએ કે લોગો ખરેખર તો કંપનીની ઓળખ માટેનું એક પ્રતીક છે. કોઈ ચિત્ર અને અમુક રેખાઓ દોરીને લોગો બનાવવામાં આવે છે. આપણી બ્રાન્ડ પ્રત્યેની વફાદારી શું આપણે આ ચિત્ર અને રેખાઓના ગુલામ હોઈએ એવું નથી દર્શાવતી? કંપનીઓ પોતાની જાહેરખબર માટે તેનો ઉપયોગ કરે અને આપણે તેનાથી ગૌરવાન્વિત અનુભવીએ એ વિશે વિચાર કરવાની જરૂર નથી લાગતી? કંપનીઓના બ્રાન્ડિંગ વિશે મને સંપૂર્ણ જાણકારી છે, કારણ કે મેં માર્કેટિંગમાં અને ખાસ કરીને બ્રાન્ડિંગના સ્પેશિયલાઇઝેશન સાથે માસ્ટર્સ ડિગ્રી લીધેલી છે.

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સારી ગુણવત્તાની વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરો. હંમેશાં નાણાંનું ખરું મૂલ્ય આપે એવી વસ્તુઓ ખરીદવાની હોય છે. બ્રાન્ડેડ વસ્તુઓ પણ ચોક્કસ ખરીદી શકાય, પરંતુ એ ખરીદી દ્વારા આપણે તેના ગુલામ બની જઈએ નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તમારું અસ્તિત્વ કોઈ બ્રાન્ડ પર આધારિત હોય એવી સ્થિતિ ઈચ્છનીય નથી.

મારો એક પરિચિત યુવક એક દિવસ કહી રહ્યો હતો, “મારા મિત્રો મને આઇફોન મૅન તરીકે ઓળખે છે.” યુવાવસ્થામાં આવું કહેવામાં ઘણું સારું લાગતું હોય છે અને તેથી એ વાતનો આનંદ લેવો, પરંતુ જેમ જેમ પરિપક્વતા આવતી જાય તેમ તેમ એ આસક્તિથી દૂર થતાં જવું. મારા એક કઝીન પણ ઘણી વાર કહે છે, “માણસની ઓળખ તેની કારથી થાય છે. તેનાં બાળકો પણ એવું બોલતાં શીખી ગયાં છે.” હાલમાં જ એના મોટા દીકરાએ મોટી કાર ખરીદવા માટે કાર લોન લીધી. એણે હજી થોડા વખત પહેલાં જ વ્યવસાય શરૂ કર્યો છે અને આવતા માર્ચ મહિનામાં એનાં લગ્ન છે. એ પોતાના સલામત ભવિષ્ય માટે સંપત્તિનું સર્જન શરૂ કરે એની પહેલાં જ કરજ નીચે આવી ગયો છે.

યોગિક વેલ્થ કહે છે કે ભૌતિકવાદનો આનંદ જરૂર લેવો, પરંતુ તમારું અસ્તિત્વ તેના પર નિર્ભર હોવું જોઈએ નહીં. પોતાના વાસ્તવિક સ્વરૂપમાં રહેવું એ જ યોગિક વેલ્થ. તમારી ઓળખ તમે વાપરો છો એ વસ્તુને કારણે હોય ત્યારે તમે એ વસ્તુના માલિક નહીં, પરંતુ ગુલામ બની જાઓ છો. હકીકતમાં એવું હોવું જોઈએ કે મને કોઈ વસ્તુ કે સેવાઓ વાપરવાનું ગમે તો હું એ સમય-સંજોગો અનુસાર તેની પસંદગી કરવાનો સંપૂર્ણ અધિકાર ધરાવું છું. એમાંથી કઈ વસ્તુ ક્યારે લેવી એ નક્કી કરવાની તમને સ્વતંત્રતા હોવી જોઈએ અને તેનાથી તમારા પર કોઈ બોજ આવવો જોઈએ નહીં.

સ્વતંત્રતા એને જ કહેવાય, જેમાં આનંદ આવે, ગુલામી ન હોય. યોગિક વેલ્થ આપણે જાતે ઊભી કરેલી માનસિક ગુલામીમાંથી મુક્ત થવાનું કહે છે. મનુષ્ય તરીકે આપણે અજાણ્યે માનસિક ગુલામીમાં આવી જઈએ છીએ અને એમાંથી બહાર નીકળવામાં આખી જિંદગી નીકળી જાય છે. ક્યારેક તો પોતે ગુલામીમાં છીએ એનું ભાન જ થતું નથી. આવી સ્થિતિથી સાવધાન રહેવું અને નિયમિતપણે આત્મસંશોધન કરતાં રહેવું.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

શું મહાગઠબંધન CM પદના ચહેરા વગર ચૂંટણી નહીં લડે?

પટનાઃ વિધાનસભા ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી અને RJDના નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે મહાગઠબંધન મુખ્ય મંત્રીપદના ચહેરા વગર બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેજસ્વી યાદવે સત્તારૂઢ NDA પર કટાક્ષ કરતાં કહ્યું હતું  કે શું અમે ભાજપ છીએ કે અમારી પાસે કોઈ ચહેરો નથી? અમે ચોક્કસપણે CM પદનો ચહેરો રજૂ કર્યા વગર ચૂંટણી નહીં લડીએ.

RJD નેતા તેજસ્વી યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જાહેરમાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું છે, પરંતુ રાહુલ ગાંધી તેજસ્વી યાદવને CM પદના ઉમેદવાર જાહેર કરવા પરથી બચ્યા છે. રાહુલે મિડિયાને જણાવ્યું હતું કે ઈન્ડિયા બ્લોકના બધા સાથી પક્ષો કોઈ તણાવ વિના, પરસ્પર સન્માનની ભાવના સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને પરિણામ સારાં આવશે.તેમણે હવે કહ્યું છે કે થોડી રાહ જુઓ. CMનો નિર્ણય તો જનતા કરશે. પરંતુ CM કે સરકાર હોવું જ મુખ્ય બાબત નથી. અમારે બિહાર બનાવવું છે. તેમણે કહ્યું હતું કે આમાં પાંચ કે 10 દિવસનું મોડું થવાથી કોઈ ફરક પડતો નથી.

નવું રાજકારણ કરવા આવ્યો છું:  તેજસ્વી યાદવ

તેમણે કહ્યું હતું કે હું નવું રાજકારણ કરવા આવ્યો છું. જ્યાં જાતિ અને ધર્મની વાત ન થાય, પરંતુ દરેક ક્ષેત્રમાં વિકાસ, સુધારણા, સમૃદ્ધિ અને ઉદ્યોગોની વાત થાય. બિહારમાં પ્રતિ વ્યક્તિ આવક અને પ્રતિ વ્યક્તિ રોકાણ વધારવાની ચર્ચા થાય. જ્યાં સકારાત્મકતા, સર્જનાત્મકતા, પ્રગતિશીલતા અને ગુણાત્મક પરિવર્તન રાજકારણનો આધાર બને.

તેજસ્વીનો નીતીશકુમાર પર પ્રહારતેમણે દાવો કર્યો હતો કે બિહારની હાલની રાજકીય લડાઈ યુવાનો અને ખેડૂતોના ભવિષ્ય માટેની લડાઈ છે. CM નીતીશકુમાર પર નિશાન સાધતાં તેજસ્વી યાદવે આક્ષેપ કર્યો કે CM બિહારના યુવાનોની અપેક્ષાઓથી વંચિત છે અને તેમના આસપાસ નિવૃત્ત અધિકારીઓ અને થાકી ગયેલા નેતાઓ જ છે.

કાજોલે ‘ફના’ માં આમિરને મારવાના દ્રશ્યમાં જીવ રેડી દીધો!

નિર્દેશક કુણાલ કોહલીએ આમિર ખાન સાથેની ફિલ્મ ‘ફના’ (2006) ના કાજોલના એક દ્રશ્યના સંવાદ બદલવાને બદલે એમાં અભિનય કરવાનું શીખવ્યું હતું. ફિલ્મ ‘ફના’ એ સમયની એક અલગ ફિલ્મ રહી છે. આતંકવાદી સાથે પ્રેમકથા બનાવવાના વિવાદાસ્પદ વિષયને કારણે કુણાલ તેને જોખમી અને અસુરક્ષિત ફિલ્મ માનતો હતો. ઝૂની દ્વારા રોમેન્ટિક આતંકવાદી રેહાનને મારી નાખવાની ઘટના બોલિવૂડ માટે બોલ્ડ અને અભૂતપૂર્વ હતી. કુણાલે ખરાબ વ્યક્તિને સાચો બતાવવાનો નહીં પણ દર્શકોને રેહાનના પ્રેમની પ્રામાણિકતા સમજાવવાનું કામ કર્યું હતું.

લેખક શિબાની બથીજાનું શક્તિશાળી નાટક ‘એક અંધ કશ્મીરી છોકરી’ ઝૂની (કાજોલ) અને તેના માર્ગદર્શક પર છે. આ ફિલ્મ માર્ગદર્શક અને ત્રાસ આપનાર રેહાન (આમિર ખાન) વચ્ચેના તોફાની રોમાન્સ અને દુર્ઘટના વિશે છે. કુણાલને પોતાની ક્ષમતામાં દૃઢ વિશ્વાસ હતો. એના ક્લાઇમેક્સનું શુટિંગ આમ પણ કુણાલ માટે પડકારજનક રહ્યું હતું. એમાં ફિલ્મનું સૌથી શક્તિશાળી અને હૃદયદ્રાવક દ્રશ્ય હતું. આમિરે કહ્યું હતું કે હું કાજોલ સામે રિવોલ્વર ઉઠાવું છું અને એ મને મારે છે એ દ્રશ્ય માટે જ તો મેં આ ફિલ્મ કરી છે.

અંતિમ દ્રશ્યો પોલેન્ડના ઉનાળામાં પણ અત્યંત ઠંડા અને માઇનસ 15 ડિગ્રી તાપમાનમાં શૂટ કરવામાં આવ્યા હતા. ક્લાઇમેક્સ માટે ત્રણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે કાજોલ આમિરને ગોળી મારે છે અને એ મૃત્યુ પામવાનો હોય છે ત્યારે શુટિંગ વખતે કાજોલ કુણાલને કહે છે કે આ કરૂણ દ્રશ્યમાં સંવાદ બરાબર નથી. એ કામ કરી રહ્યા નથી. એમાં લાગણી આવતી નથી. કાજોલ પાત્રની લાગણી સાથે જોડાઈ શકતી ન હતી. કાજોલનો અભિગમ ઉત્કૃષ્ટ હતો. એ પ્રેમ, વિશ્વાસઘાત અને હૃદયભંગની જટિલ લાગણીઓ દર્શાવી શકતી ન હતી.

કાજોલને યોગ્ય લાગણી શોધવામાં મદદ કરવા કુણાલ જાતે ઘૂંટણિયે પડી ગયો અને શારીરિક રીતે શું ઇચ્છે છે તે દર્શાવ્યું. તેણે આમિરને કાજોલના ખોળામાં બેસાડ્યો અને કહ્યું કે તેને પકડી રાખો, જવા ન દો. કુણાલે કાજોલને સમજાવ્યું કે સમસ્યા સંવાદમાં નથી. સમસ્યા એ છે કે તમે તેને તમારા ખોળામાં રાખ્યો છે. આમ કરવાને બદલે તેને પકડી રાખો. તેની સાથે આ રીતે વાત કરો. અને કાજોલને આખી સ્થિતિ સમજાઈ ગઈ. એણે તરત જ શુટિંગ શરૂ કરવા માટે કહી દીધું અને એ દ્રશ્યમાં પોતાનો જીવ રેડી દીધો હતો. કુણાલે એ દ્રશ્ય પહેલાં જ્યારે કાજોલ અને આમિર સામસામી રિવોલ્વર તાકે છે ત્યારે એડિટિંગ વખતે ફેરફાર કર્યો હતો.

 

આમિર અને કાજોલ એકબીજા સામે બસ જોતાં જ રહે છે. એ વિચાર કરે છે એ દરમ્યાન કેટલાક અગાઉના દ્રશ્યો વચ્ચે મૂક્યા હતા અને બંને શું યાદ કરે છે એ દર્શાવ્યું હતું. ‘ફના’ માટે કાજોલનું લગભગ બધા જ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન થયું હતું અને ‘ફિલ્મફેર’ તથા ‘ઝી સિને એવોર્ડ’ મળ્યા હતા. આ ફિલ્મથી કાજોલનું એક સશક્ત અભિનેત્રી તરીકે પુનરાગમન પણ થયું હતું.

PM મોદી આપશે ગુજરાતને રૂ. 34,200 કરોડની યોજનાઓની ભેટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. એ દરમિયાન તેઓ ‘સમુદ્રથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે. PM મોદી પ્રવાસ દરમિયાન 34,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રવાસ ગુજરાતને સમુદ્રી વેપાર, નવનિર્મિત ઊર્જા, આરોગ્ય અને શહેરી વિકાસમાં અગ્રણી બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેઓ ભાવનગર, ધોલેરા અને લોથલની મુલાકાત લેશે, જ્યાં સમુદ્રી અને ઔદ્યોગિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત રહેશે.

ભાવનગર બાદ વડા પ્રધાન ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કરશે. બપોરે તેઓ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે અને લોથલ સ્થિત રાષ્ટ્રીય સમુદ્રી વારસા પરિસરની મુલાકાત લેશે.એ સિવાય PM 26,354 કરોડ રૂપિયાની અન્ય યોજનાઓનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓ સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત છે. તેમાં છારા બંદર પર HPLNG રિગેસિફિકેશન ટર્મિનલ, ગુજરાત IOC રિફાઈનરીમાં એક્રિલિક અને ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ, 600 મેગાવોટ ગ્રીન શૂ પહેલ, PM-કુસુમ હેઠળ 475 મેગાવોટ સોલાર ફીડર, 45 મેગાવોટ બડેલી સોલાર PV પ્રોજેક્ટ અને ધોર્ડો ગામનું સંપૂર્ણ સૌર્રીકરણ સામેલ છે. શહેરી પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે 70 કિ.મી. નેશનલ હાઈવેને ચાર લેનનો બનાવવામાં આવશે.

સ્માર્ટ સિટીનું હવાઈ સર્વેક્ષણ કરશે

PM ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (DSIR) સ્માર્ટ સિટીની હવાઈ મુલાકાત લેશે. તેને હરિત ઔદ્યોગિક શહેર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનશે. બાદમાં, તેઓ લોથલમાં રૂ. 4500 કરોડની કિંમતથી બનતા રાષ્ટ્રીય સમુદ્રી વારસા પરિસરની મુલાકાત લેશે અને તેની પ્રગતિની સમીક્ષા કરશે. આ પરિસર ભારતની પ્રાચીન સમુદ્રી વારસાને સંરક્ષિત કરશે અને પર્યટન, શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય વિકાસનું કેન્દ્ર બનશે.