મુંબઈઃ ફ્યુઝન ક્લાસરૂમ એજ્યુટેક લિમિટેડ, જે દેશના ઝડપથી વિકસતા હાઇબ્રિડ એજટેક પ્લેટફોર્મ્સમાંની એક છે અને K-12 શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, પ્રોફેશનલ અપસ્કિલિંગ તેમ જ AI/ML લર્નિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે, કંપનીએ તેના પ્રારંભિક જાહેર ઇશ્યુ (IPO)ની જાહેરાત કરી છે. આ ઇશ્યુ શુક્રવાર, 31 જુલાઈ, 2026એ ખૂલશે અને મંગળવાર, ચોથી ઓગસ્ટે બંધ થશે. એન્કર રોકાણકારો માટે બિડ/ઇશ્યુ અવધિ ગુરુવાર, 30 જુલાઈથી શરૂ થશે, જે ઇશ્યુ ખૂલવાના એક કાર્યકારી દિવસ પહેલાં છે.
આ પ્રારંભિક જાહેર ઇશ્યુમાં 19,89,400 સુધીના નવા ઇક્વિટી શેરો તેમ જ 4,65,800 સુધીના ઇક્વિટી શેરોના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. આમ કુલ 24,55,200 ઇક્વિટી શેરો, દરેકની ફેસ વેલ્યુ રૂ. 10ની ઇશ્યુ હેઠળ ઓફર કરવામાં આવશે.
કંપનીની પ્રતિ ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 151થી રૂ. 159 રાખવામાં આવી છે. કંપનીના શેરો માટે લઘુતમ બિડ લોટ 1600 ઇક્વિટી શેર અને ત્યાર બાદ 800 ઇક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરી શકાશે. ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુના 15.10 ગણો છે અને કેપ પ્રાઇસ ફેસ વેલ્યુના 15.90 ગણો છે.
🚨 Upcoming SME IPO Alert
🔔 Fusion Klassroom Edutech Limited IPO 🚀
🗓 IPO Dates: 31 July – 04 Aug 2026
💰 Price Band: ₹151 – ₹159
💹 IPO Size: ₹ 39.04 Cr
🔔 Allotment: 05 Aug 26
📆 Listing: 07 Aug 26
📢 GMP: ₹ 0#ipotrend #fusionklassroomedutechipo #fusionklassroomedutech pic.twitter.com/yBfeDMxi54— IPO TREND (@ipo_trend_) July 23, 2026
કંપનીના ઇશ્યુમાંથી પ્રાપ્ત થનારી નેટ પ્રોસીડ્સ (Net Proceeds)નો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા કેટલાંક બાકી રહેલાં ઋણોના સંપૂર્ણ અથવા આંશિક પૂર્વ ચુકવણી/ચુકવણી, ટેક્નોલોજી અને AI/ML મોડલ ડેવલપમેન્ટ, સર્વર્સ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે મૂડીખર્ચ, નવા ઓફલાઇન સેન્ટર્સની AI/ML લેબ્સ માટે ડેસ્કટોપ અને લેપટોપની ખરીદી માટે મૂડી ખર્ચ, માર્કેટિંગ પહેલો પર ખર્ચ તેમ જ અજ્ઞાત અધિગ્રહણો (Unidentified Acquisitions) દ્વારા ઇનોર્ગેનિક વૃદ્ધિ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે (સામૂહિક રીતે “ઓબ્જેક્ટ્સ” તરીકે ઓળખવામાં આવે છે). આ ઇશ્યુ માટેના ર્નોલિયા ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે અને મા શીતલા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યુના રજિસ્ટ્રાર છે. કંપનીના ઇક્વિટી શેરોને BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
ફ્યુઝન ક્લાસરૂમ એજ્યુટેક લિમિટેડ વિશે
2016માં સ્થાપિત ફ્યુઝન ક્લાસરૂમ એજ્યુટેક લિમિટેડ એક એજ્યુકેશન ટેક્નોલોજી કંપની છે, જે સમગ્ર ભારતમાં શૈક્ષણિક અભ્યાસ, લર્નિંગ અને સ્કિલ ટ્રેનિંગ પ્રદાન કરવા પર કેન્દ્રિત છે.
ફ્યુઝન ક્લાસરૂમ પાસે છ લાખથી વધુ નોંધાયેલા યુઝર્સ, બે લાખથી વધુ પેઇડ સબ્સ્ક્રાઇબર્સ છે અને 100થી વધુ કોર્સીસ ધરાવતી લાઇબ્રેરી ઉપલબ્ધ છે, જેમાં 3300 કલાકથી વધુનું પ્રોપ્રાયટરી ડિજિટલ લર્નિંગ કન્ટેન્ટ સામેલ છે. કંપની AI આધારિત લર્નિંગ ટેક્નોલોજી, બહુભાષી કન્ટેન્ટ, નવા ઓફલાઇન લર્નિંગ સેન્ટર્સ તથા AI અને ML લેબ્સમાં સતત રોકાણ કરી રહી છે.




