અમદાવાદઃ મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડના ઇક્વિટી શેર્સના IPO સંદર્ભે બિડ/ઓફર મંગળવાર, 11 ઓગસ્ટે ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર સોમવારે, 10 ઓગસ્ટે છે. બિડ/ઓફર ગુરુવારે 13 ઓગસ્ટે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર, 10 ઓગસ્ટ છે. ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર અને ત્યાર બાદ તેના 107 શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 133થી રૂ. 140 નક્કી કરવામાં આવી છે.
આ ઓફરની કુલ સાઇઝ રૂ. બેની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરની છે, જેની કુલ કિંમત રૂ. 15,530.00 મિલિયન સુધી રહેશે.
Full IPO Details 📑
Milky Mist Dairy Food LtdDate: Aug 11 to Aug 13
Price Band: ₹133-140
Lot Size: 107 SharesIssue Size: ₹1,553 Cr
Fresh Issue: ₹1,428 Cr
OFS: ₹125 CrFV: ₹2
Retail Portion: 35%
Employee Portion: ₹2 CrMarket Cap ₹10,778 Cr
Reserved Applications… https://t.co/1ZkEaFzmaE
— Paryan Sharma (@Paryan_Sharma) August 6, 2026
આ ઓફરમાં રૂ. બેની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 14,280.00 મિલિયન સુધીની છે. એ ઉપરાંત [●] સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો પણ સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 1250.00 મિલિયન સુધીની છે. વેચાણ માટેની ઓફર હેઠળ સતીશકુમાર ટી દ્વારા રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા [●] સુધીના ઇક્વિટી શેર, જેની કુલ કિંમત રૂ. 750.00 મિલિયન સુધીની છે તેમ જ અનિતા એસ દ્વારા રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા [●] સુધીના ઇક્વિટી શેર, જેની કુલ કિંમત રૂ. 500.00 મિલિયન સુધીની છે, વેચવામાં આવશે. એમ્પ્લોયી રિઝર્વેશન હિસ્સા હેઠળ અરજી કરનારા પાત્ર કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 13નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ હેઠળ ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફરના હેતુ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.




