બેંગ્લોરઃ ઈન્ફોસિસ કંપનીએ કોરોના વાયરસને લઈને કેટલાક લોકો પ્રભાવિત થયાની શંકાથી બેંગ્લોરની એક બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે. એક અધિકારીએ જણાવ્યું કે, મલ્ટિનેશનલ સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે બેંગ્લોરમાં પોતાની એક બિલ્ડિંગને કોરોના વાયરસ માટે શંકા થયા બાદ ખાલી કરાવી દીધી છે. બેંગ્લોરના આઈટી પ્રમુખ ગુરુરાજ દેશ પાંડેએ ઈમેલ દ્વારા જણાવ્યું કે તૈયારીને સુનિશ્ચિત કરવા માટે અમે માત્ર એઆઈપીએમ ભવનને ખાલી કરાવી રહ્યા છીએ, જેમાં જાણકારી મળી છે કે આ બિલ્ડિંગની એક ટીમનો સભ્ય કોરોના વાયરસનો ચેપી હોઈ શકે છે. ઈન્ફોસિસ આઈટી કંપનીની બેંગ્લોર શહેરમાં એક ડઝનથી વધારે બિલ્ડિંગ છે, જેમાં ડેવલપમેન્ટ સેન્ટર્સ અને કોર્પોરેટ્સ હાઉસની સાથે એક વિશાળ પરિસર છે. ઈ-મેઈલમાં દેશપાંડેએ કહ્યું કે, કૃપા કરીને ધ્યાન આપો કે આ માત્ર અમારા કર્મચારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે છે અને અમે અમારી સુરક્ષા માટે જગ્યાને સ્વચ્છ કરીશું. દેશાપાંડેએ કર્મચારીઓને આગ્રહ કર્યો છે કે તેઓ શાંતિ બનાવી રાખે અને સતર્કતા રાખે.
ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોમાં કોરોના વાયરસને લઈને શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. અત્યારસુધી કોરોના વાયરસની 80 થી વધારે કેસોની પુષ્ટી થઈ છે. આમાં કર્ણાટકમાં 76 વર્ષીય એક વ્યક્તિ અને દિલ્હીમાં 69 વર્ષીય એક મહિલાનું મોત થઈ ગયું છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.
આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય
સાહેબ, અમારું બધું વિજ્ઞાન આધારિત. એટલે જ મને વાસ્તુમાં પણ રસ છે. હું એક સોસાયટીમાં કમિટીમાં હતો. એક પરિવાર આવ્યો. એક દિવસ મારાથી ભૂલથી એમની દીકરીને સીટી વાગી ગઈ. એમેણે ધમાલ કરી. કમિટીની હાજરીમાં કબુલ કરાવ્યું. નસીબ જોગે બધાએ મારો સાથ દીધો. પછી મને જોઇને એ લોકો મોઢું ફેરવી લેતા. અમે સારા ઘરના છીએ. તો પણ આવું થોડું કરાય? અને મારાથી ભૂલ થઇ હતી એ સમજવા તૈયાર જ નહિ. એક વાર મેં લાગ જોઇને એમની ગાડીમાં પંચર કરાવી દીધું. એમની પાસે પંપ હતો. જતા રહ્યા. ફરી એક વાર ગાડીને નુકશાન કરાવ્યું પણ એલોકો જાણેકાંઈજ થયું ન હોય એમ વર્તે છે. એમના વિષે અફવાઓ ઉડાવી તો પણ શાંત. એક વાર તો ડરાવવા માણસો પણ મોકલ્યા. એમને ખબર છે કે આ બધું હું કરાવું છુ પણ હલતા પણ નથી. મનેડર લાગ્યો કે ક્યાંક શાંત પાણી ઊંડા ન નીકળે. મેં નવી જગ્યાએ ઘર લઇ લીધું. મારા માણસો હજુ એ જગ્યાએ છે. મારો સવાલ છે કે એ લોકોની એવી તે કેવી વાસ્તુની ઉર્જા છે કે એમને કોઈજ વાત અડતી નથી? અને બીજું મને કઈ કરશે તો નહી ને?
તમારી વાતમાં મોટાઈ ભારોભાર દેખાય છે. કુદરત ક્યારેક જવાબદારી સોંપીને પરીક્ષા લે છે. કંશને મારવા નારદજી કમળનું ફૂલ લઈને આવ્યા હતા. અંતે એણે પોતાના બધાજ ભાણેજને મારીને કર્મો ભેગા કરી લીધા. અને એનો નાશ થયો.તમે જો સારા માણસ હોત તો ભૂલથી કોઈની દીકરીને જોઇને સીટી ન વાગી હોત. જ્યાં અલગ અલગ લોકો એક પરિવારની માફક રહેતા હોય એને એક સોસાયટી કહેવાય. તમારા કહેવા મુજબ તમારે ત્યાં લોકોને સંબંધો અલગ છે. તમે જે લોકોને બોગસનું ઉપનામ આપ્યું છે એ લોકો સારા છે એવું મને લાગે છે. એમને શાંતિથી જીવવા દો અને તમે પણ જીવો. તમારા મનમાં નકારાત્મક લાગણી છે એટલે તમને ભય લાગે છે કે એ લોકો કૈક કરશે. જયારે માણસ કઈ ન કરે ત્યારે કુદરત એને મદદ કરે છે. મહાસત્તાના મદમાં નાચતા ચીનને અત્યારે આપણે એક શુક્ષ્મ જીવ સામે લડતા જોઈ રહ્યા છીએ. તમને કદાચ અધિકારીથી લઈને ગુંડા સુધીના બધાજ ઓળખતા હશે પણ એ લોકો કુદરતના કોપથી તમને બચાવી શકશે? તમારી એક ભૂલને છાવરવા તમે વધારે ભૂલો કરી રહ્યા છો. તમે પ્રતિનિધિ છો, માલિક નહિ.
તમારી સોસાયટીમાં પશ્ચિમનો દોષ છે. વળી અગ્નિનો ભાગ ત્રાંસો છે. ઉત્તરને પૂર્વના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક છે અને બ્રહ્મનો દોષ છે.આ જ કારણથી તમારે ત્યાં નારીનું સન્માન નથી સચવાતું. તમારા વિચારો ઉચ્ચ છે એવું તમે કહો છો તેથી તમારા ઘરની સ્ત્રીઓ કોઈની સાથે સંબંધ રાખે તો તમને ફેર નથી પડતો. પણ બધા એવા ન હોય. જો પતિપત્ની બંને આવા વિચારો ધરાવતા હોય તો ગુફા યુગની યાદ આવે. તમે જે જગ્યાએ રહેતા હતા એ જગ્યાએ પશ્ચિમ અને ઉત્તરના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક છે વળી પૂર્વમાં સંડાસ આવે છે અને મુખ્ય દ્વાર નૈરુત્યમાં આવે છે. તમને ઘર ખાલી કરવાનો વિચાર આવ્યો એ પણ આ રચનાનો ભાગ જ છે. તમારા મનની સ્થતિ પણ અહી દેખાય છે.
મારા રિસર્ચમાં મેં વારંવાર જોયું છે કે માણસ જેવી ઉર્જામાંથી અન્ય જગ્યાએ જાય છે એ જગ્યાની ઉર્જામાં કોઈક સમાનતા હોય છે. તમે ભય ધરાવતા વાતાવરણમાંથી અન્ય જગ્યાએ ગયા તેથી તમને ભય સતાવી રહ્યો છે. એક વાત ન સમજાઈ તમે જે કરી રહ્યા છો એમાં વિજ્ઞાન ક્યાં છે? જો તમને સકારાત્મક ઉર્જામાં રસ હોત તો તમે સકારાત્મક થવા પ્રયત્ન કર્યો હોત. તમારી દીકરી પણ યુવાન છે. મને ખાતરી છે કે તમે એને ભૂલથી પણ સીટી નહિ મારી શકો. ધન અને સત્તાનો મદ પતન સુધી લઇ જાય છે. તમે એ જગ્યાએ નથી રહેતા પણ તમે તમારા ભયને હજુ ત્યાં રાખ્યો છે એ જ દર્શાવે છે કે તમે અંદરથી કેટલી નકારાત્મકતા ભેગી કરી છે. તમારા નવા ઘરનો પ્લાન નથી તેથી એના વિષે વિચારી ન શકાય. જો એ લોકો સારા હશે તો તમારે ડરવાની જરૂર નથી પણ હા, હવે વધારે નકારાત્મકત ન થશો. કુદરત ન્યાય કરશે તો તમે કઈ નહિ કરી શકો.
મુંબઈ : કોરોના વાઈરસના ફેલાવાએ ઊભા કરેલા ગભરાટને પગલે મહારાષ્ટ્ર સરકારે એક નાટ્યાત્મક પગલું ભરીને મહારાષ્ટ્રના મુંબઈ, નવી મુંબઈ, થાણે, પુણે, પિંપરી અને ચિંચવડ અને નાગપુર શહેરોમાં તમામ જિમ્નેશિયમ, થિયેટર, શોપિંગ મોલ્સ, ઓડિટોરિયમ, સ્વિમિંગ પૂલને આજે મધરાતથી બંધ કરવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત રાજ્ય વિધાનસભામાં કરી હતી.
ઠાકરેએ કહ્યું કે સરકારે 13 માર્ચની મધરાતથી અમલમાં આવે એવો નિર્ણય એપિડેમિક ડિસીઝીસ એક્ટ-1897ના આધારે લીધો છે.
ઠાકરેએ જણાવ્યું છે કે કોરોના રોગચાળાના જોખમને ધ્યાનમાં લઈને રાજ્યમાંની કંપનીઓએ જ્યારે જરૂર પડે ત્યારે એમના કર્મચારીઓને એમના ઘેરથી કામ કરવાની પરવાનગી આપવી જોઈએ.
ઠાકરેએ કહ્યું કે પુણે અને પડોશના પિંપરી ચિંચવડ શહેરોમાં વધુ આદેશો ન મળે ત્યાં સુધી શાળાઓ બંધ રાખવામાં આવશે.
તે છતાં, જે શાળાઓમાં એસએસસીની પરીક્ષાઓ ચાલુ છે એ સમયપત્રક પ્રમાણે જ ચાલુ રહેશે.
ઠાકરેએ વિધાનસભામાં જાણકારી આપી હતી કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 17 જણનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આમાં ત્રણ-ત્રણ જણ મુંબઈ અને નાગપુરમાં છે, 10 દર્દી પુણેમાં છે અને એક થાણેમાં છે.
મુખ્ય પ્રધાને લોકોને અપીલ કરી છે કે એમણે શોપિંગ મોલ્સમાં ખરીદી કરવા જવાનું ટાળવું.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા ગજાના નેતાને ખોઈ ચૂકેલી કોંગ્રેસ માટે હજી એક વધુ પડકાર બાકી છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં અને પછી જે ઘટનાક્રમ થયો એ ડિટ્ટો મધ્ય પ્રદેશ જેવો જ છે. રાજસ્થાનમાં પણ સિંધિયાવાળી થવાની સંભાવનાને નકારી શકાય એમ નથી, કેમ કે રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા પર બીજી વાર એ સચિન પાઇલટની જ મહેનતનું પરિણામ છે.
બંને નેતાઓ વચ્ચે ખેંચતાણ
રાજસ્થાનમાં પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળતાં જ સચિન પાઇલટે અનેક મુદ્દે સરકારને ઘેરી હતી. તેમની આકરી મહેનતને પરિણામે કોંગ્રેસ પુનઃ સત્તા મેળવી શકી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીઓમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી, પણ કોંગ્રેસના પ્રમુખે સચિન પાઇલટને નજરઅંદાજ કરીને મુખ્ય પ્રધાનપદે તરીકે અશોક ગહેલોતને આરૂઢ કર્યા હતા અને સચિન પાઇલટને ઉપ મુખ્ય પ્રધાન બનાવવાની જાહેરાત કરી હતી.
પોતાની સરકાર પર સવાલ કરતા સચિન પાઇલટ
મધ્ય પ્રદેશમાં જે રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપેક્ષા કરવાથી કોંગ્રેસને નુકસાન ખમવું પડ્યું હતું, એ જ રીતે સચિન પાઇલટમાં પણ બળવાનાં એંધાણ દેખાઈ રહ્યાં છે. તેમણે ખુલ્લેઆમ હોસ્પિટલોમાં બાળકોનાં મોતના મામલે પોતાની સરકારની ટીકા કરી હતી અને કહ્યું કે આમાં જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે કહ્યું કે આટલા ઓછા સમયમાં આટલા બધા બાળકો મરી જાય તો કોઈ ને કોઈ કારણ તો હોવું જોઈએ. વહીવટી ખામીઓ, સંસાધન, ડોક્ટર, સ્ટાફ, નર્સિંગ સ્ટાફની અછત, લાપરવાહી હકી કે અપરાધિક લાપરવાહી હતી એ માટે અહેવાલ તૈયાર થઈ રહ્યો છે, પણ જવાબદારી તો નક્કી કરવી પડશે. આમ તેમણે પોતાની સરકાર પર સવાલ ઊભા કર્યા હતા.
સચિન પાઇલટને CM બનાવવાની માગ ફરી થઈ
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની રાજસ્થાનમાં મોટા હાર થઈ હતી. અશોક ગહેલોત પુત્રની સીટ પણ બચાવી ના શક્યા. ત્યાર બાદ એક જૂથે સચિન પાઇલટને મુખ્ય પ્રધાન બનાવવાની માગ ફરી કરી. વિધાનસભ્ય પૃથ્વીરાજ મીણાએ કહ્યું કે સચિન પાઇલટને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ. હાલમાં ગહેલોતે પાઇલટ વિરુદ્ધ નિવેદન કર્યું હતું, જેથી ગહેલોત અને પાઇલટના સમર્થનમાં અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે.
ભાજપ શું પાઇલટને લલચાવી રહી છે?
જ્યોતિરાદિત્ય સિંધિયા પછી ભાજપની નજર હવે રાજસ્થાન પર છે. કેન્દ્રીય જળશક્તિપ્રધાન ગજેન્દ્ર શેખાવતે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ વિશે કહ્યું હતું કે થોડી રાહ જુઓ, કેમ કે ધીરજનું ફળ મીઠું હોય છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પાઇલટ સિંધિયાના માર્ગે ચાલશે? ત્યારે તેમણે કહ્યું હતું કે હાલ દેશમાં એવી ઘણી બધી ઘટનાઓ જોવા મળશે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિને બહુ વર્ષો સાથે કામ કર્યું છે. બંને યુવા નેતા છે અને બંને વરિષ્ઠ કોંગ્રેસી નેતા પરિવારથી આવે છે. બંને વચ્ચે મિત્રતા અને આત્મીય સંબંધ હશે, પણ આગે શું થશે, એના માટે થોડી રાહ જુઓ.
સચિન પાઇલટનું નિવેદન એ કોંગ્રેસ પ્રમુખને શીખ?
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડતાં સચિન પાઇલટે ટ્વીટ કરીને કહ્યું હતું કે સિંધિયાનું કોંગ્રેસમાંથી જવું દુઃખદ છે. કાશ, અમુક બાબતો પક્ષની અંદર જ ઉકેલાઈ હોત, તો સારું થાત.
અમદાવાદઃ ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસે અત્યારે આખા વિશ્વમાં રીતસરનો ભરડો લીધો છે. કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આખા વિશ્વમાં આ કોરોના વાયરસના કારણે ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે ઈરાનમાં એક ગુજરાતનો જૈન પરિવાર અત્યારે ફસાયો છે. આ પરિવારના એક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદ માંગવામાં આવી છે. વિડીયોમાં યુવકે જણાવ્યું કે, અમને કંઈક થશે તો તેના માટે ભારતીય એમ્બેસી જવાબદાર ગણાશે.
મૂળ ગુજરાતી જૈન અને મુંબઈમાં રહેતો પરિવાર અત્યારે ઈરાનમાં ફસાયો છે. પરિવારનાં કૈવન શાહ નામનાં યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને મદદ માગી છે અને પોતાની વ્યથ વ્યક્ત કરતાં કૈવન શાહ કહે છે કે, છેલ્લા 20 દિવસથી તહેરાનમાં છું. ઈન્ડિયન એમ્બેસીનાં અધિકારીઓ છેલ્લા 10 દિવસથી કહી રહ્યા છે કે તમારા માટે કાંઈ કરીશું. હું રોજ 6 દિવસથી દરરોજ 3 કલાક અહીં આવું છું. અને વિનંતી કરું છું કે, સર મારા માતા-પિતા 62 વર્ષની આસપાસનાં છે અને આ લોકો તેમને કોરોના વાઈરસ થાય તેની ત્યાં સુધી લઈ જવા માગતા નથી.
આ ઉપરાંત વીડિયોમાં યુવાને કહ્યું કે, અમારી પાસે ભોજનના પણ પૈસા નથી. અમે શાકાહારી છીએ એટલે હાલ ફળ અને શાકભાજી પર જીવી રહ્યા છીએ. હું હાથ જોડીને વિદેશ મંત્રી અને વડાપ્રધાનને વિનંતી કરૂ છું કે, આર્મીનું પ્લેન મોકલો, અમારા માટે એક પણ ફ્લાઇટ નથી.
ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે.22 વિધાનસભ્યોનાં રાજીનામાંનો અસ્વીકાર
પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રધાનો સહિત 19 વિધાનસભ્યો હાલ બેંગલુરુમાં છે. કુલ 22 વિધાનસભ્યોએ મધ્ય પ્રદેશના વિધાનસભા અધ્યક્ષને પોતાનાં રાજીનામાં સોંપ્યા છે, પરંતુ એનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપપ્રવેશમાં જવાથી અને 22 વિધાનસભ્યોનાં રાજીનામાં આપતાં હવે કમલનાથ સરકારના અસ્તિત્વ પર સંકટ છે
સ્પીકરે હાજર થવા આદેશ કર્યો
વિધાનસભાના અધ્યક્ષ એનપી પ્રજાપતિએ રાજીનામાં આપનારાં બધા વિધાનસભ્યોને નોટિસ જારી કરીને તેમની સમક્ષ હાજર થવા ફરમાન કર્યું છે. વિધાનસભા અધ્યક્ષે બેંગલુરુમાં હાજર કોંગ્રેસના 11 વિધાનસભ્યોને નોટિસ પાઠવી છે. સૌથી પહેલાં છ પ્રધાનોને પણ નોટિસ પાઠવી છે.
ભાજપે કહ્યું 16 માર્ચે ફ્લોર ટેસ્ટ, કોંગ્રેસ કહ્યું ના થઈ શકે
મધ્ય પ્રદેશમાં ભાજપે 16 માર્ચે બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ અને વિધાનસભાના અધ્યક્ષને ફ્લોર ટેસ્ટ કરવાની માગ કરી છે, પણ મધ્ય પ્રદેશમાં બનેલા કાજકીય ઘટનાક્રમમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે કહ્યું હતું કે 19 કોંગ્રેસના વિધાનસભ્યો ભાજપના કબજામાં છે, જેથી ફ્લોર ટેસ્ટ ના થઈ શકે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રદ્દ કરવામાં આવી છે. ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ ધર્મશાળામાં વરસાદના કારણે રદ્દ થઇ ગઇ હતી. સૂત્રો અનુસાર સિરીઝની બાકી બચેલી મેચ કોરોના વાયરસના કારણે રદ્દ કરી દેવામા આવી છે. સિરીઝની બીજી મેચ 15 માર્ચે લખનઉમાં અને ત્રીજી મેચ 18 માર્ચે કોલકાતામાં રમાવાની હતી. કોરોના વાયરસનો હાહાકાર દરરોજ વધી રહ્યો છે. આ વાયરસના સંકટને જોતા આ બંન્ને મેચોનું આયોજન ખાલી સ્ટેડિયમમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ભારતમાં તેના 80થી વધુ કેસો સામે આવ્યા બાદ આ મેચોને રદ્દ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ મહામારીને કારણે આઈપીએલ પણ મુલતવી રાખવામાં આવી છે. આઈપીએલ 29 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ વિદેશી કોરોના વાયરસની ગંભીરતા અને વિદેશી ખેલાડીઓના વિઝા પ્રતિબંધો વગેરેને ધ્યાનમાં રાખીને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.