અમદાવાદ: અદાણી સમૂહની સામાજિક-આર્થિક અને વિકાસ પ્રવૃત્તિ માટેની પાંખ અદાણી ફાઉન્ડેશનના ચેરમેને ૨૪ જૂને ગૌતમ અદાણીના ૬૪મા જન્મદિને સેવા, કરુણા અને આશાના રાષ્ટ્રવ્યાપી પર્વ તરીકે કરેલી ઉજવણીમાં ભારતભરના હજારો રક્તદાતાઓને આ પૂનિત કાર્યમાં જોડ્યા હતા. દેશનાં ૨૧ રાજ્યો, પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો અને ચાર આંતરરાષ્ટ્રીય સ્થળોનાં ૭૫૪થી વધુ શહેરોની ૭૬૪થી વધુ બ્લડ બેંકોના સહયોગમાં યોજાયેલી અદાણી ફાઉન્ડેશનની વાર્ષિક વિરાટ રક્તદાન ઝુંબેશ મારફત કુલ ૫૨,૩૦૬ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેણે ગત વર્ષનો ૨૮,૦૯૦ યુનિટનો વિક્રમ વટાવ્યો છે.
“સેવા હી સાધના હૈ” અંતર્ગત સમાજની સેવા એ યોગદાનના સર્વોચ્ચ સ્વરૂપોમાંનું એક છે તેવી ફિલસૂફીને વરેલી આ પહેલના અદાણી હેલ્થકેરની ટીમે કરેલા સંચાલનમાં અદાણીના કાયમી વિશ્વાસ પ્રતિબિંબિત થયો છે. આ પહેલે વ્યક્તિગત ઉદારતાનાં કાર્યો થકી અસંખ્ય માનવ જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાની શક્તિ સાથે સહિયારા પ્રયાસમાં પરિવર્તિત કર્યા હતા.
આ ઝુંબેશ દ્વારા એકત્ર કરવામાં આવેલા અંદાજે ૨૩,૫૩૮ લિટર રક્તથી ૧,૫૬,૯૧૮થી વધુ માનવ જિંદગીઓને લાભ થવાની અપેક્ષા છે, જેનાથી તેમને રક્તના મહત્વના ઘટકોમાં સામેલ હોલ બ્લડ, પેક્ડ સેલ વોલ્યુમ (PCV), પ્લેટલેટ કોન્સન્ટ્રેટ્સ, પ્લાઝ્મા, ફ્રેશ ફ્રોઝન પ્લાઝ્મા (FFP), ક્રાયોપ્રિસિપિટેટ અને આલ્બ્યુમિનન ઉપલબધ કરાવી શકાશે. આ ઘટકો તાકીદની સારવાર, મોટી શસ્ત્રક્રિયાઓ, કેન્સરની સારવાર, માતૃત્વ આરોગ્ય સંભાળ અને ક્રોનિક તબીબી પરિસ્થિતિઓના સંચાલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
For Gautam’s 64th birthday, his belief of “Seva Hi Saadhna Hai” was beautifully brought to life through a mega blood donation drive made possible by the Adani Parivaar.
52,306 units of blood. 6000+ volunteers. 750+ locations in India and overseas.
My deepest gratitude to every… pic.twitter.com/jBoGtYkCcD
— Priti Adani (@AdaniPriti) June 25, 2026
અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડો. પ્રીતિ અદાણીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગૌતમના ૬૪મા જન્મદિવસને તેમની “સેવા હી સાધના હૈ”ની ફિલસૂફીમાં વિશ્વાસને ઉચિત રીતે જીવંત કરવામાં આવ્યો હતો. દેશભરના દૂરસૂદુર વિસ્તારોમાં પથરાયેલા અદાણી પરિવાર દ્વારા આ વિરાટ રક્તદાન ઝુંબેશ શક્ય બની હતી. તેમણે લખ્યું છે કે ૫૨,૩૦૬ યુનિટ રક્ત. ૬૦૦૦થી વધુ સ્વયંસેવકો. તેમ જ ભારત અને વિદેશમાં ૭૫૦થી વધુ સ્થળોએ દરેક અદાણી અને તબીબી વ્યાવસાયિકો પ્રત્યે મારી ઊંડી કૃતજ્ઞતા છે, જેમણે પોતાની બાંય આ કાર્ય માટે ધરી. આપના સેવા કાર્યથી ૧,૫૬,૯૦૦થી વધુ દર્દીઓ અને તેમના પરિવારોને આશા અને શક્તિ મળશે.
દેશભરમાં આવેલી રેડ ક્રોસની બ્લડ બેંકો, સરકારી હોસ્પિટલો અને ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્લડ બેંકોના સક્રિય અને ઉમદા સહયોગથી આ પહેલનો વ્યાપ શક્ય બન્યો હતો. અદાણી ગ્રુપના ડોકટરો, પેરામેડિક્સ, ડેટા ઓપરેટરો અને વહીવટી કર્મચારીઓ સહિત ૬૦૦૦થી વધુ સ્વયંસેવકોએ અભિયાનના સલામત અને સરળ અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામગીરી કરી હતી.




