અમદાવાદઃ જુનિપર ગ્રીન એનર્જી લિમિટેડના ઇક્વિટી શેરના IPO માટેની બિડ/ઓફર ગુરુવારે, 30 જુલાઈએ ખૂલશે અને સોમવારે ત્રીજી ઓગસ્ટે બંધ થશે. આ ઓફરમાં કુલ રૂ. 18,000 મિલિયન (રૂ. 1800 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝમાં ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર માટેની બિડિંગ તારીખ બુધવાર, 29 જુલાઈ રહેશે. ઓફર માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 214થી રૂ. 225ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 66 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ તેના 66ના ગુણાંકમાં બિડ કરી શકશે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 21નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
Full IPO Details 📑
Juniper Green Energy LtdDate: July 30 to August 03
Price Band: ₹214-225
Lot Size: 66 SharesIssue Size: ₹1,800 Cr
(Full Fresh Issue)FV: ₹10
Retail Portion: 35%
Employee Portion: ₹2 CrMarket Cap ₹12,802 Cr
Reserved Applications
Retail: 4,23,771… https://t.co/Axc4oaMXT2— Paryan Sharma (@Paryan_Sharma) July 27, 2026
કંપની ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી કરવા માટે, તેની મુખ્ય પેટા કંપનીઓ જુનિપર ગ્રીન ગામા વન પ્રાઇવેટ લિમિટેડ તેમ જ તેની પેટા કંપનીઓ જુનિપર ગ્રીન કાઇટ પ્રાઇવેટ લિમિટેડ અને જુનિપર ગ્રીન પાવર ફાઇવ પ્રાઇવેટ લિમિટેડ પૈકીની એકમાં રોકાણ કરવા માટે કરશે, જેથી તેમના બાકીના ઋણની સંપૂર્ણ કે આંશિક કે અમુક હિસ્સાની રકમની પૂરેપૂરી કે તબક્કાવાર ચુકવણી/પૂર્વચુકવણી કરી શકાય. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે

ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, HSBC સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, JM ફાઇનાન્શિયલ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ કે BRLM છે.




