દહેરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં ભારે વરસાદે એવો કહેર વરસાવ્યો કે વર્ષભરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ ટોન્સ નદી પરનો નવનિર્મિત પૂલ વરસાદ અને તોફાની નદી સામે ટકી શક્યો નહીં. પ્રેમનગરના નંદા કી ચોકી વિસ્તારમાં આવેલા આ પૂલનો એક મોટો ભાગ અચાનક ધસી ગયો અને પૂલના મધ્ય ભાગમાં વિશાળ ખાડો પડી ગયો. આ ભયાનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની આશંકાને ધ્યાનમાં રાખીને પ્રશાસને તાત્કાલિક પૂલ પરનો વાહનવ્યવહાર બંધ કરી દીધો છે. બેરિકેડિંગ કરીને લોકોને પૂલ પરથી અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી રહી છે. સવારે બનેલી આ ઘટનાને કારણે ગ્રામ્ય વિસ્તારોનો દહેરાદૂન શહેર સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.
16 કરોડ રૂપિયાના પૂલમાં મોટો ખાડો
ટોન્સ નદી પરનો આ પૂલ અંદાજે 16 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ તેને લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ જ ચોમાસાએ તેની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરી દીધા છે. ભારે વરસાદને કારણે પૂલનો મોટો ભાગ ધસી ગયો છે. પ્રેમનગરથી દહેરાદૂન જવા માટે આ પૂલ સૌથી ટૂંકો અને અનુકૂળ માર્ગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. 12 જુલાઈથી આ નવનિર્મિત મુખ્ય પૂલ પર વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી હતી, પરંતુ માત્ર 17 દિવસમાં જ તેનો એક ભાગ ધસી પડ્યો છે.
16 करोड़ का पुल… सिर्फ़ 16 दिन चला!
अगर पहली ही मानसून की बारिश में नया पुल जवाब दे दे, तो सवाल सिर्फ़ बारिश पर नहीं, निर्माण की गुणवत्ता और जवाबदेही पर भी उठते हैं।
सरकारी परियोजनाएं सिर्फ़ उद्घाटन के लिए नहीं, जनता की सुरक्षा के लिए बनती हैं। अगर करोड़ों रुपये खर्च होने के… pic.twitter.com/rEzmvbNgEQ
— Rohit Saval (@SavalRohit) July 28, 2026
પૂલમાં ખાડો પડતાં મોટો અકસ્માત ટળ્યો
તોફાની ટોન્સ નદી પર ધસી ગયેલા આ પૂલને જોઈને લોકો ચોંકી ઊઠ્યા. મજબૂત દેખાતો પૂલ થોડા જ સમયમાં ધસી ગયો. પૂલના મધ્યમાં પડેલો વિશાળ ખાડો ત્યાંથી પસાર થતાં વાહનો અથવા રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શક્યો હોત. સદનસીબે, ઘટના સમયે કોઈ વાહન પૂલના તે ભાગ પરથી પસાર થઈ રહ્યું નહોતું, નહીં તો મોટો અકસ્માત સર્જાયો હોત.




