આર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO પાંચ ઓગસ્ટે ખૂલશે

અમદાવાદઃ આર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રૂ. બેની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરોનો IPO બુધવારે, પાંચ ઓગસ્ટે ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગ તારીખ મંગળવારે, ચોથી ઓગસ્ટે  રહેશે. જ્યારે બિડિંગ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, સાત ઓગસ્ટ રહેશે. આ ઓફર માટે દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 50થી રૂ. 53 નક્કી કરવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 281 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 281 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ્સ લગાવી શકશે.

આ ઓફરમાં રૂ. 320 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યુ તેમ જ અમુક પ્રમોટર વેચાણકર્તા શેરધારકો દ્વારા કુલ 1,99,75,000 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. તેમાં સંદીપ અગ્રવાલ દ્વારા રૂ. બેની ફેસ વેલ્યુ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેર અને નિકુંજ અગ્રવાલ દ્વારા રૂ. બેની ફેસ વેલ્યુ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે.

આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957, સુધારેલા (“SCRR”) નિયમ 19(2)(બી), સેબી ICDR નિયમનના નિયમ 31 તથા સેબી ICDR નિયમનના નિયમ 6(1) અનુસાર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા મુજબ ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs)ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજર સાથેની ચર્ચા બાદ, સેબી ICDR નિયમો અનુસાર QIB હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો પોતાની વિવેકબુદ્ધિથી એન્કર રોકાણકારોને ફાળવી શકે છે. આ હિસ્સામાંથી 40 ટકા ફાળવણી નીચે મુજબ ઉપલબ્ધ રહેશે: (1) 33.33 ટકા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઉપલબ્ધ રહેશે અને (2) 6.67 ટકા જીવન વીમા કંપનીઓ તથા પેન્શન ફંડ્સ માટે.

એ ઉપરાંત, નેટ QIB હિસ્સામાંથી પાંચ ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે. વધુમાં, ઓફરના ઓછામાં ઓછા 15 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ માટે ઉપલબ્ધ રહેશે. જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્સાનો એક-તૃતીયાંશ ભાગ રૂ. બે લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીની બોલી લગાવનારા નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે બાકીના બે-તૃતીયાંશ ભાગ રૂ. 10 લાખથી વધુની બિડ સાઇઝ ધરાવનારા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે ઉપલબ્ધ રહેશે,  કંપનીના ઇક્વિટી શેર્સને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફરના હેતુ માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે. IPO માટે બુક રનિંગ લીડ મેનેજર્સઃ પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે.