Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Gujarat વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ
  • News
  • Gujarat

વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ

July 30, 2026
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    અસામાજિક પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી ચર્ચાસ્પદ ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે પોલીસે મોટો કાનૂની શિકંજો કસ્યો છે. સુરત શહેરની પુણા પોલીસે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી અવધેશ્વર ટાઉનશિપ સ્થિત નિવાસસ્થાનેથી કીર્તિ પટેલની અટકાયત કરી તેની વિધિવત ધરપકડ કરી છે. પુણા પોલીસ મથકમાં નોંધાયેલા એક જૂના ગંભીર કેસ અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ પોલીસની ટીમ તેને વધુ પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી અર્થે સુરત લઈ ગઈ છે.

    ભાવનગરના વેપારીએ નોંધાવી હતી ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ

    આ કાનૂની કાર્યવાહી પાછળ ભાવનગરના જાણીતા વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ જવાબદાર છે. તેમણે કીર્તિ પટેલ તથા ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા, જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા તેમજ અન્ય ગંભીર આરોપો સાથે ગુનો નોંધાવ્યો હતો. આ ફરિયાદના આધારે સુરત પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૨૯૬(બી), ૩૫૧(૨), ૩૫૬(૩), ૫૪(આઈ) અને આઈટી એક્ટની કલમ ૬૭ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેના ભાગરૂપે આ ધરપકડ કરાઈ છે.

    પોલીસ સ્ટેશન બહારનો પડકારજનક વીડિયો બન્યો હતો વાયરલ

    કેસ નોંધાયા બાદ પણ કીર્તિ પટેલ પોતાની હરકતોથી બાજ આવી ન હતી. તેણે સુરતના પુણા પોલીસ સ્ટેશનની બહાર જ ઊભા રહીને એક વીડિયો શૂટ કર્યો હતો અને તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે ફરિયાદ કરનાર રાજુ ભમ્મરને ખુલ્લેઆમ પડકાર ફેંકતાં ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા, જે વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો અને ભારે વિવાદ સર્જાયો હતો.

    ૧૩ લાખ ફોલોઅર્સ ધરાવતા ૨ એકાઉન્ટ્સ બ્લોક, નવું એકાઉન્ટ ચર્ચામાં

    કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર બહોળો ચાહકવર્ગ ધરાવે છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર આશરે ૧૩ લાખ જેટલા ફોલોઅર્સ હતા. જોકે, તેની સતત વિવાદિત અને અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને તંત્રે ભૂતકાળમાં તેના બે મુખ્ય એકાઉન્ટ્સ ‘Kirti_patel_official5143’ અને ‘Kirti_ni_moj5143’ને ભારતમાં કાયમી ધોરણે બ્લોક કરી દીધા હતા. તેમ છતાં, તેણે હાલમાં ‘AK47’ નામથી એક નવું એકાઉન્ટ શરૂ કરીને ફરી સક્રિય થઈ હોવાની વિગતો પણ સામે આવી છે.

    • TAGS
    • IT Act BNSS Sections Gujarat
    • Kirti Patel Arrested Surendranagar
    • Kirti Patel Instagram Account Blocked
    • Nayna Baraiya Suspended Constable
    • Raju Bhammar Bhavnagar Complaint
    • Surat Puna Police Station Kirti Patel Case
    • Surendranagar Ratanpar Arrest
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleભારતીય હોકી ટીમની ભગવા જર્સી પર રાજકીય વિવાદ
      Next articleઆર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO પાંચ ઓગસ્ટે ખૂલશે
      pravinjoshi

      Recent Posts

      • હવે પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે!
      • હવે મૃણાલ ઠાકુરે પણ AI ડીપફેક પર ઉઠાવ્યો વાંધો
      • એર ઈન્ડિયાની ફ્લાઇટમાં એર ટર્બ્યુલન્સ, અનેક પેસેન્જરો ઘાયલ
      • સંઘ પરિવાર ગાંધી પરિવાર કરતાં વધુ સારો છેઃ સુષ્મિતા દેવ
      • ડાબરના 100 ટકા શુદ્ધના દાવા પર FSSAIએ લગાવ્યો પ્રતિબંધ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa