કોરોના વાયરસના ડરથી ઈન્ફોસિસે બેંગ્લોરની એક બિલ્ડિંગ ખાલી કરાવી

બેંગ્લોરઃ ઈન્ફોસિસ કંપનીએ કોરોના વાયરસને લઈને કેટલાક લોકો પ્રભાવિત થયાની શંકાથી બેંગ્લોરની એક બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે. એક અધિકારીએ જણાવ્યું કે, મલ્ટિનેશનલ સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે બેંગ્લોરમાં પોતાની એક બિલ્ડિંગને કોરોના વાયરસ માટે શંકા થયા બાદ ખાલી કરાવી દીધી છે. બેંગ્લોરના આઈટી પ્રમુખ ગુરુરાજ દેશ પાંડેએ ઈમેલ દ્વારા જણાવ્યું કે તૈયારીને સુનિશ્ચિત કરવા માટે અમે માત્ર એઆઈપીએમ ભવનને ખાલી કરાવી રહ્યા છીએ, જેમાં જાણકારી મળી છે કે આ બિલ્ડિંગની એક ટીમનો સભ્ય કોરોના વાયરસનો ચેપી હોઈ શકે છે. ઈન્ફોસિસ આઈટી કંપનીની બેંગ્લોર શહેરમાં એક ડઝનથી વધારે બિલ્ડિંગ છે, જેમાં ડેવલપમેન્ટ સેન્ટર્સ અને કોર્પોરેટ્સ હાઉસની સાથે એક વિશાળ પરિસર છે. ઈ-મેઈલમાં દેશપાંડેએ કહ્યું કે, કૃપા કરીને ધ્યાન આપો કે આ માત્ર અમારા કર્મચારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે છે અને અમે અમારી સુરક્ષા માટે જગ્યાને સ્વચ્છ કરીશું. દેશાપાંડેએ કર્મચારીઓને આગ્રહ કર્યો છે કે તેઓ શાંતિ બનાવી રાખે અને સતર્કતા રાખે.

ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોમાં કોરોના વાયરસને લઈને શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. અત્યારસુધી કોરોના વાયરસની 80 થી વધારે કેસોની પુષ્ટી થઈ છે. આમાં કર્ણાટકમાં 76 વર્ષીય એક વ્યક્તિ અને દિલ્હીમાં 69 વર્ષીય એક મહિલાનું મોત થઈ ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]