રાશિ ભવિષ્ય 04/10/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post
![]()
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.
આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.
આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે, પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે, તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામા બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.
પંચાંગ 04/10/20
(મયંક રાવલ)
વર્લ્ડ સ્પેસ વીકઃ આત્મનિર્ભર ભારત માટે વેબિનારનું આયોજન
અમદાવાદઃ વિશ્વ અંતરીક્ષ સપ્તાહ સાયન્સ અને ટેક્નોલોજીનો એક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે અને માનવીના જીવન કેવી રીતે સરળ બનાવી શકાય એમાં એનું યોગદાન છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1999માં જાહેર કર્યું હતું કે વર્લ્ડ સ્પેસ વીક પ્રત્યેક વર્ષે 4-10 ઓક્ટોબર સુધી આયોજિત કરવામાં આવશે.
સ્પેસ એક્સપ્લોરેશનના ઇતિહાસમાં બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઊજવવા માટે આ તારીખોની પસંદ કરવામાં આવી. ચોથી ઓક્ટોબર, 1957એ સોવિયત સંઘે એનો પહેલો આર્ટિફિશિયલ સેટેલાઇટ સ્પુતનિક લોન્ચ કર્યો હતો અને બીજું 10 ઓક્ટોબર, 1967એ સ્પેસ એક્સપ્લોરેશન માટે આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં અને અંતરીક્ષમાં સંસાધનોનો શાંતિપૂર્ણ ઉપયોગ. 
વર્લ્ડ સ્પેસ વીક
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO), ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) વચ્ચે ગુજરાત સાયન્સ સિટી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સફળતા માટે ઓન ગોઇંગ સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ સ્પેસ ટેક્નોલોજી વિશે જાગરુકતા અને સમજ લાવવા માટે સંયુક્ત રૂપે વર્લ્ડ સ્પેસ વીક કાર્યક્રમ વર્ચ્યુઅલ તરીકે ઊજવી રહ્યા છે.
ઇન્ડિયન સેટેલાઇટ ફોર આત્મનિર્ભર ભારત ચોથી ઓક્ટોબરે વેબિનાર
SAC-ISRO, GUJCOST અને સાયન્સ સિટીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉપગ્રહની સાથે સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની શોધખોળ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સંદર્ભે વિષય પર વેબિનાર સેશન, સેટેલાઇટથી જીવનમાં સુધારો થાય છે- ઇન્ડિયન સેટેલાઇટ ફોર આત્મનિર્ભર ભારત ચોથી ઓક્ટોબર (રવિવારે), 2020એ પબોરે ત્રણ કલાકથી પાંચ કલાક દરમ્યાન આયોજિત કરવામાં આવ્યો છે. આ ગુગલના પ્લેટફોર્મ પર વેબિનાર આયોજિત કરવામાં આવ્યો છે.

ભારતના અંતરીક્ષ કાર્યક્રમ અને આત્મનિર્ભરતા પર ચર્ચા
નીલેશ એમ. દેસાઈ, એસોસિયેટ ડિરેક્ટર અને વિશિષ્ટ સાયન્ટિસ્ટ, સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC-ISRO) મહત્ત્વની નોટ આપશે અને ભારતના અંતરીક્ષ કાર્યક્રમ અને આત્મનિર્ભરતા પર ચર્ચા કરશે. આ ઉપરાંત જયંત પી. જોષી (નિવૃત્ત) SAC-ISRO ઇસરોનના કોમ્યુનિકેશન સેટેલાઇટ પર ચર્ચા કરશે અને સી. એમ. નાગરાણી સિનિયર સાયન્ટિસ્ટ (નિવૃત્ત) ઇન્ડિયાના રિમોટ સેન્સિંગ અને મીટિરિયોલોજિકલ સેટેલાઇટ્સ પર ચર્ચા કરશે. આ વેબિનાર પછી સવાલ-જવાબ સેશન હશે, જેમાં ISROના સાયન્ટિસ્ટો વિદ્યાર્થીઓ અને ટીચરો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપશે.
બિહાર વિધાનસભાની ચૂંટણીઃ મહાગઠબંધનમાં સીટોની વહેંચણી
નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ ચૂંટણીમાં ગરમાવો આવતો જાય છે. એક બાજુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પર સહમતી બની છે તો બીજી બાજુ LJPથી બિહારમાં NDAથી અલગ થઈને ચૂંટણી લડે એવી શક્યતા છે. બિહારમાં અત્યાર સુધી 150થી વધુ સીટો પર લડવાનો દાવો કરી રહેલી RJDના તેવર સહયોગીઓથી નારાજગી પછી નરમ પડ્યા છે. એ 144 સીટો પર ચૂંટણી લડશે. એ પોતાના ક્વાટોમાંથી ઝામુમો (ZMM) અને VIPને સીટો આપશે. કોંગ્રેસ 62 બેઠકો પર ચૂંટણી લડશે.
આ છે મહાગઠબંધનની સીટોની ફોર્મ્યુલા
RJD -144 પર ચૂંટણી લડશે. મુકેશ સહનીની પાર્ટી VIP અને ZMMને પણ RJD પોતાના હિસ્સામાંથી બેઠકોની વહેંચણી કરશે. કોંગ્રેસ-70 બેઠકો પર, CPI-6, CPM-4 બેઠકો પર ચૂંટણી લડશે.
કોણ, ક્યાંથી ચૂંટણી લડશે? એ અત્યાર સુધી નક્કી નથી
સૂત્રોનું કહેવું છે કે કઈ સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે અને કઈ સીટ પર RJD લડશે એ વાત પર હતી પણ પેચ ફસાયેલો છે. આ માટે બંને પક્ષોમાં વાચ અંતિમ દોરમાં છે. એની સાથે મુકેશ સહની, હેમંત સોરેન અને ડાબેરી પક્ષોથી વાતચીત જારી છે.

ભાજપ LJPને માત્ર 15 સીટો આપવા ઇચ્છે છે
ભાજપઅધ્યક્ષ જે પી નડ્ડાથી ચિરાગ પાસવાન પાંચ વાર મળી ચૂક્યા છે. ભાજપ લોક જનશક્તિ પાર્ટી (LJP)ને માત્ર 15 બેઠકો આપવા ઇચ્છે છે, જ્યારે લોજપા 42 બેઠકો માગી રહી છે. JDU પહેલાં જ કહી ચૂકી છે કે એનું LJPથી ગઠબંધન નથી. JDU ભાજપથી વધુ સીટો પર પર લડવા ઇચ્છે છે. બંને પક્ષોમાં અત્યાર સુધી સહમતી નથી બની.
મોદીથી વેર નહીં, નીતીશ તારી ખેર નહીં
NDAમાં સીટોની શેરિંગ પર વિવાદ અટકવાનું નામ નથી લેતો. LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને NDAમાં સીટોની વહેંચણીનો પ્રસ્તાવ સ્વીકાર નથી. LJP 143 સીટો પર લડવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલ આવી રહ્યા છે. આવામાં સોશિયલ મિડિયામાં પર જારી કરવામાં આવેલા LJPના પોસ્ટર પર બિહારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ પોસ્ટરમાં બોલ્ડ અક્ષરોમાં કહેવામાં આવ્યું છે કે મોદીથી કોઈ વેર નહીં, નીતીશ તારી ખેર નહીં.
PM મોદીએ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું : લેહ-લદ્દાખની નવી લાઇફલાઇન
નવી દિલ્હીઃ લાહોલ ખીણના લોકો માટે આજે મહત્ત્વપૂર્ણ દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું છે. તેમણે વિશ્વની સૌથી મોટી ‘અટલ ટનલ’નું લોકાર્પણ કર્યું છે. આ દરમ્યાન સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યા. આ સુરંગ 9.02 કિલોમીટર લાંબી છે. હવે આ ટનલ સામાન્ય લોકોની અવરજવર માટે ખૂલશે.
આ પ્રસંગે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જય રામ ઠાકુર પણ હાજર રહ્યા હતા. આ ટનલ સમુદ્ર સપાટીથી 10,000 ફૂટ ઉપર છે, જે લેહને મનાલીથી જોડે છે. આ ટનલ ભારત અને ચીનની સરહદથી બહુ દૂર નથી, તેથી એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
PM મોદીએ કહ્યું, ‘અટલ ટનલ’ લેહ, લદ્દાખની લાઇફલાઇન
વડા પ્રધાન મોદીએ હિમાચલમાં વિતાવેલા દિવસોને યાદ કર્યા. મોદી અવારનવાર પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે અહીં આવતા હતા. મોદીએ કહ્યું હતું કે “આજે માત્ર અટલજીનું જ સપનું પૂરું થયું નથી, પરંતુ આજે હિમાચલ પ્રદેશના કરોડો લોકોની દાયકાઓ જૂની પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. આજે મને ‘અટલ ટનલ’નું લોકાર્પણ કરવાની તક મળી એ મારું સૌભાગ્ય છે. પીએમ મોદીએ કહ્યું કે આ ટનલ મનાલી અને કેલોંગની વચ્ચેનું અંતર 3થી 4 કલાક ઘટાડશે. પર્વતનાં મારા ભાઈ-બહેનો સમજી શકે છે કે પહાડ પર 3-4 કલાકનું અંતર ઘટવાનો મતલબ શો હોય છે. તેમણે કહ્યું હતું કે ‘અટલ ટનલ’ લેહ, લદ્દાખની લાઇફલાઇન બનશે. લેહ-લદ્દાખના ખેડૂતો, બાગાયતી માલિકો અને યુવાનો હવે દેશની રાજધાની દિલ્હી અને અન્ય બજારોમાં સરળતાથી પહોંચી શકશે.
Atal Tunnel to become new lifeline for Ladakh: PM Modi
Read @ANI Story | https://t.co/I4whV0Jjet pic.twitter.com/lMy4I5H5Pv
— ANI Digital (@ani_digital) October 3, 2020
અટલ ટનલ કેમ મહત્ત્વની?
રોહતાંગમાં સ્થિત 9.02 કિલોમીટર લાંબી આ ટનલ મનાલીથી લાહોલ સ્પીતિને જોડે છે. આ ટનલને કારણે મનાલી અને લાહોલ સ્પીતિની ખીણ એકબીજા સાથે જોડાશે. આ પહેલાં બરફવર્ષાને કારણે લાહોલ સ્પીતિ ખીણ વર્ષના છ મહિના સુધી દેશના બાકી હિસ્સા સાથે કપાઈ જતી હતી.
With the construction of Atal Tunnel, the farmers of Lahaul-Spiti and Pangi, people associated with horticulture, cattle-rearers, students and traders will be benefitted: PM Modi during a public rally in Sissu, Lahaul Valley in Himachal Pradesh pic.twitter.com/GwmNxVMVJV
— ANI (@ANI) October 3, 2020
‘અટલ ટનલ’નું નિર્માણ અત્યાધુનિક ટેક્નિકની મદદથી પીર પંજાલની પહાડીઓમાં કરવામાં આવ્યું છે. આ સમુદ્ર તટથી 10,000 ફૂટ ઊંચાઈ પર સ્થિત છે. ‘અટલ ટનલ’ના બની જવાથી મનાલી અને લેહની વચ્ચે 46 કિલોમીટર ઓછું થઈ ગયું છે અને બંને સ્થાનોની વચ્ચે લાગતા સમયમાં ચારથી પાંચ કલાકનો ઘટાડો થશે. ‘અટલ ટનલ’નો આકાર ઘોડાની નાળ જેવો છે.

10.5 મીટર પહોળી આ સુરંગ પર 3.6x 2.25 મીટરનું ફાયરપ્રૂફ ઇમર્જન્સી નિકાસ દ્વાર છે. ‘અટલ ટનલ’થી દરરોજ 3000 કારો અને 1500 ટ્રક 80 કિલોમીટરની સ્પીડે નીકળશે.
વળી. અટલ ટનલમાં સુરક્ષા-બંદોબસ્તની પાકી વ્યવસ્થા 150 મીટરના અંતરે ટેલિફોનની વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે. 250ના અંતરે સીસીટીવીની વ્યવસ્થા છે.
લોન મોરેટોરિયમ મામલોઃ રૂ. બે કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ માફ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોનધારકોને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે MSME લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કન્ઝ્યુમર લોન, પર્સનલ લોન અને ઓટો લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. આ સિવાય ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ પર વ્યાજ વસૂલવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું છે કે કોરોના રોગચાળાની સ્થિતિમાં વ્યાજની છૂટનો ભાર સરકાર ઉઠાવશે- આ જ માત્ર સમાધાન છે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઉપયુક્ત અનુદાન માટે સંસદથી મંજૂરી લેવામાં આવશે.
વ્યાજ માફ નહીં કરવાના વલણમાં ફેરફાર
કેન્દ્રની પેનલની ભલમણો પછી વ્યાજ માફ નહીં કરવાના વલણમાં ફેરફાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારે ઉધારકર્તાઓ (લોનધારકો)ની મદદ કરવાના નિર્દેશ પછી Ex CAG રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં પહેલાં કહ્યું હતું કે એ વ્યાજ માફ નથી કરી શકતી, કેમ કે એ બેન્કોને અસર કરશએ. હવે આ મામલે આગામી સુનાવણી પાંચ ઓક્ટોબરે થશે.
કોર્ટે મામલાને વારંવાર ટાળવાને મુદ્દે નારાજગી દર્શાવી
આ પહેલાંની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે એ વિવિધ ક્ષેત્રો માટે નક્કર યોજના લઈને કોર્ટ આવે. કોર્ટે મામલાને વારંવાર ટાળવાને મુદ્દે નારાજગી જાહેર કરી હતી. કોર્ટે 31 ઓગસ્ટ સુધી NPA ના થયેલા લોન ડિફોલ્ટરોને NPA જાહેર નહીં કરવાનો પણ વચગાળાનો આદેશ જારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મામલાની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ. આર. શાહની –ત્રણ જજોની બેન્ચ કરી રહી છે.
વ્યાજ પર વ્યાજનો દર ઘણો વધુ
રિઝર્વ બેન્કે કોરોનાને લીધે બેન્કો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના ગ્રાહકોને છ મહિનાનું મોરેટોરિયમ આપ્યું હતું, જેની બદલે આ કંપનીઓ મૂળ રકમની સાથે વ્યાજ પર વ્યાજ લગાવતી હતી. આ રીતે લોનધારકોની લોન ચૂકવવાની રકમ વધુ વધી ગઈ હતી, કેમ કે વ્યાજ પર વ્યાજનો દર ઘણો વધુ હતો.
આ સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે માત્ર વેપારમાં રસ નથી લઈ શકતા, લોકોની હેરાનગતિ પણ જોવી પડશે.
વ્યાજની માફીથી એનો ખર્ચ 5000-6000 કરોડ રૂપિયા
આ વિષયમાં બેન્કર્સનું કહેવું છે કે આ શ્રેણીઓ પર વ્યાજ પર વ્યાજની માફીથી એનો ખર્ચ 5000-6000 કરોડ રૂપિયા અસર પડશે. જોકે આ સ્કીમ બધા પ્રકાર પર લાગુ થાય તો ખર્ચ 10,000-15,000 કરોડ રૂપિયાની અસર પડે એવી શક્યતા છે. બેન્કર્સ સરકારથી નુકસાનની ભરપાઈની આશા રાખી રહ્યા છે.
જોકે સરકારનો તર્ક હતો કે બધા પ્રકારના લોનધારકોને માફી આપવાથી બેન્કિંગ સિસ્ટમ પર વધુ દબાણ પડશે. બેન્ક આ પ્રકારના દબાણ સહન કરવા સક્ષમ નથી. આ સાથે ડિપોઝિટર્સનો વિશ્વાસ પણ ડગી જશે અને એને કારણે સરકારે મોટા લોનધારકોને માફી નથી આપી.
કોરોનાથી મૃત્યુઆંક એક લાખને પારઃ કોરોનાની વેક્સિન 2021ના ઉનાળા પહેલાં નહીં
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 64 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 79,476 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1069 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 64,73,545 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,00,842 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 54,27,706 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 75,628 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,44,996 પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.84 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.55 ટકા થયો છે.
કોરોનાની વેક્સિન 2021ના ઉનાળા પહેલાં નહીં
વૈશ્વિક રોગચાળા કોરોના વાઇરસની વેક્સિન વિકસિત કરવા માટે કામ કરી રહેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે કોવિડ-19 માટે પ્રભાવી વેક્સિન સામાન્ય લોકો માટે 2021માં ઉનાળા પહેલાં આવે તેવી સંભાવના નથી. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના અનુસંધાનકર્તાઓએ વેક્સીન વિકસિત કરવા માટે કામ કરી રહેલા 28 વિશેષજ્ઞોને લઈને સર્વેક્ષણ કર્યો છે. જે વિશેષજ્ઞોનો આ સર્વેક્ષણમાં સમાવેશ કર્યો હતો તેમાં મોટા ભાગના કેનેડા કે અમેરિકાના વૈજ્ઞાનિક હતા, જે છેલ્લા 25 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

રિલાયન્સે રિટેલ વેન્ચરમાં 7.28 ટકા હિસ્સો વેચીને 32,197 કરોડ રૂપિયા ઊભા કર્યા
નવી દિલ્હીઃ વિશ્વની મોટી મૂડીરોકાણ કંપની TPGએ રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. TPG 0.41 ટકા હિસ્સો 1837.50 કરોડ રૂપિયામાં ખરીદશે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચર રિલાયન્સ રિટેલમાં GIC 1.22 ટકા હિસ્સો કુલ 5512 કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલાં અબુધાબી સ્થિત સરકારી સોવેરિન ફંડ મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ પણ રિલાયન્સ રિટેલમાં 6247 કરોડ રૂપિયાના મૂડીરોકાણનું એલાન કર્યું હતું. આ મૂડીરોકાણથી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 1.4 ટકા હિસ્સો હાંસલ કરશે. રિલાયન્સ રિટેલમાં અત્યાર સુધી આ સાતમું મૂડીરોકાણ હશે. કંપનીએ 7.28 ટકા હિસ્સો વેચીને 32,197.50 કરોડ એકઠા કર્યા છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલ વેલ્યુએશન 4.28 લાખ કરોડ રૂપિયા છે, જેના પર આ કંપનીઓ મૂડીરોકાણ કરી રહી છે.
GIC-રિલાયન્સ સોદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ પરિવારને GICનું સ્વાગત કરતાં બહુ ખુશી થઈ રહી છે. વિશ્વભરમાં લાંબા સમય સુધી સફળ મૂડીરોકાણના ચાર દાયકા સુધી પોતાનો ટ્રેક રેકોર્ડને જાલવી રાખનાર GIC રિલાયન્સ રિટેલની સાથે ભાગીદારી કરી રહી છે. આ વાતનો મને આનંદ છે. GICનું વૈશ્વિક નેટવર્ક અને લાંબા સમય સુધી ભાગીદારીનો ટ્રેક રેકોર્ડ ભારતીય રિટેલમાં પરિવર્તનની વાર્તા માટે અમૂલ્ય હશે.

TPG-રિલાયન્સ સોદો
તેમણે કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વેલ્યુએબલ રોકાણકારોના રૂપમાં TPGનું હું સ્વાગત કરું છું. TPGના સપોર્ટમાં અને ગાઇડન્સથી કંપનીને આગળ વધવામાં બહુ મદદ મળશે.
TPGના Co-CEO જિમ કુલ્ટરે કહ્યું હતું કે નિયામકીય બદલાવ, કન્ઝ્યુમર ડેમોગ્રાફિક્સ અને ટેક્નોલોજીના જબરદસ્ત વિસ્તારથી ભારતમાં રિટેલ ચેઇન બહુ આકર્ષક છે. એક અવિશ્વનીય રૂપથી મજબૂત, સુવ્યવસ્થિત અને નેતાના રૂપે અમે રિલાયન્સ રિટેલ સાથે જોડાવા માટે ઉત્સાહમાં છે.

કુલ મૂડીરોકાણ 32,000 કરોડને પાર
રિલાયન્સ રિટેલમાં કુલ મૂડીરોકાણ 32,000 કરોડને પાર પહોંચ્યું છે. રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેકે 7500 કરોડ અને KKRએ 5500 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ બંને કંપનીઓછે, જેમણે રિલાયન્સ જિયોમાં મૂડીરોકાણ કર્યું છે.
વૈશ્વિક સ્તરે મુખ્ય પ્રાઇવેટ ઈક્વિટી ફંડ રિલાયન્સ રિટેલ પર વિશ્વાસ દર્શાવી રહ્યા છે, એટલે રિલાયન્સની અન્ય કંપનીઓમાં મૂડીરોકાણ કરી રહી છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલ વેલ્યુએશન 4.28 લાખ કરોડ રૂપિયા છે, જેના પર કંપનીઓ મૂડીરોકાણ કરી રહી છે.





