વર્લ્ડ સ્પેસ વીકઃ  આત્મનિર્ભર ભારત માટે વેબિનારનું આયોજન

 અમદાવાદઃ વિશ્વ અંતરીક્ષ સપ્તાહ સાયન્સ અને ટેક્નોલોજીનો એક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે અને માનવીના જીવન કેવી રીતે સરળ બનાવી શકાય એમાં એનું યોગદાન છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1999માં જાહેર કર્યું હતું કે વર્લ્ડ સ્પેસ વીક પ્રત્યેક વર્ષે 4-10 ઓક્ટોબર સુધી આયોજિત કરવામાં આવશે.

સ્પેસ એક્સપ્લોરેશનના ઇતિહાસમાં બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઊજવવા માટે આ તારીખોની પસંદ કરવામાં આવી. ચોથી ઓક્ટોબર, 1957એ સોવિયત સંઘે એનો પહેલો આર્ટિફિશિયલ સેટેલાઇટ સ્પુતનિક લોન્ચ કર્યો હતો અને બીજું 10 ઓક્ટોબર, 1967એ સ્પેસ એક્સપ્લોરેશન માટે આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં અને અંતરીક્ષમાં સંસાધનોનો શાંતિપૂર્ણ ઉપયોગ.  

વર્લ્ડ સ્પેસ વીક

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO), ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) વચ્ચે ગુજરાત સાયન્સ સિટી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સફળતા માટે ઓન ગોઇંગ સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ સ્પેસ ટેક્નોલોજી વિશે જાગરુકતા અને સમજ લાવવા માટે સંયુક્ત રૂપે વર્લ્ડ સ્પેસ વીક કાર્યક્રમ વર્ચ્યુઅલ તરીકે ઊજવી રહ્યા છે.

ઇન્ડિયન સેટેલાઇટ ફોર આત્મનિર્ભર ભારત ચોથી ઓક્ટોબરે વેબિનાર

SAC-ISRO, GUJCOST અને સાયન્સ સિટીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉપગ્રહની સાથે સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની શોધખોળ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સંદર્ભે વિષય પર વેબિનાર સેશન, સેટેલાઇટથી જીવનમાં સુધારો થાય છે- ઇન્ડિયન સેટેલાઇટ ફોર આત્મનિર્ભર ભારત ચોથી ઓક્ટોબર (રવિવારે), 2020એ પબોરે ત્રણ કલાકથી પાંચ કલાક દરમ્યાન આયોજિત કરવામાં આવ્યો છે. આ ગુગલના પ્લેટફોર્મ પર વેબિનાર આયોજિત કરવામાં આવ્યો છે.

  ભારતના અંતરીક્ષ કાર્યક્રમ અને આત્મનિર્ભરતા પર ચર્ચા

નીલેશ એમ. દેસાઈ, એસોસિયેટ ડિરેક્ટર અને વિશિષ્ટ સાયન્ટિસ્ટ, સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC-ISRO) મહત્ત્વની નોટ આપશે અને ભારતના અંતરીક્ષ કાર્યક્રમ અને આત્મનિર્ભરતા પર ચર્ચા કરશે. આ ઉપરાંત જયંત પી. જોષી (નિવૃત્ત) SAC-ISRO ઇસરોનના કોમ્યુનિકેશન સેટેલાઇટ પર ચર્ચા કરશે અને સી. એમ. નાગરાણી સિનિયર સાયન્ટિસ્ટ (નિવૃત્ત) ઇન્ડિયાના રિમોટ સેન્સિંગ અને મીટિરિયોલોજિકલ સેટેલાઇટ્સ પર ચર્ચા કરશે. આ વેબિનાર પછી સવાલ-જવાબ સેશન હશે, જેમાં ISROના સાયન્ટિસ્ટો વિદ્યાર્થીઓ અને ટીચરો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપશે.