રિલાયન્સે રિટેલ વેન્ચરમાં 7.28 ટકા હિસ્સો વેચીને 32,197 કરોડ રૂપિયા ઊભા કર્યા

નવી દિલ્હીઃ વિશ્વની મોટી મૂડીરોકાણ કંપની TPGએ રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. TPG 0.41 ટકા હિસ્સો 1837.50 કરોડ રૂપિયામાં ખરીદશે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચર રિલાયન્સ રિટેલમાં GIC 1.22 ટકા હિસ્સો કુલ 5512 કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલાં અબુધાબી સ્થિત સરકારી સોવેરિન ફંડ મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ પણ રિલાયન્સ રિટેલમાં 6247 કરોડ રૂપિયાના મૂડીરોકાણનું એલાન કર્યું હતું. આ મૂડીરોકાણથી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 1.4 ટકા હિસ્સો હાંસલ કરશે. રિલાયન્સ રિટેલમાં અત્યાર સુધી આ સાતમું મૂડીરોકાણ હશે. કંપનીએ 7.28 ટકા હિસ્સો વેચીને 32,197.50 કરોડ એકઠા કર્યા છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલ વેલ્યુએશન 4.28 લાખ કરોડ રૂપિયા છે, જેના પર આ કંપનીઓ મૂડીરોકાણ કરી રહી છે.GIC-રિલાયન્સ સોદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ પરિવારને GICનું સ્વાગત કરતાં બહુ ખુશી થઈ રહી છે. વિશ્વભરમાં લાંબા સમય સુધી સફળ મૂડીરોકાણના ચાર દાયકા સુધી પોતાનો ટ્રેક રેકોર્ડને જાલવી રાખનાર GIC રિલાયન્સ રિટેલની સાથે ભાગીદારી કરી રહી છે. આ વાતનો મને આનંદ છે. GICનું વૈશ્વિક નેટવર્ક અને લાંબા સમય સુધી ભાગીદારીનો ટ્રેક રેકોર્ડ ભારતીય રિટેલમાં પરિવર્તનની વાર્તા માટે અમૂલ્ય હશે.

TPG-રિલાયન્સ સોદો

તેમણે કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વેલ્યુએબલ રોકાણકારોના રૂપમાં TPGનું હું સ્વાગત કરું છું. TPGના સપોર્ટમાં  અને ગાઇડન્સથી કંપનીને આગળ વધવામાં  બહુ મદદ મળશે.

TPGના Co-CEO જિમ કુલ્ટરે કહ્યું હતું કે નિયામકીય બદલાવ, કન્ઝ્યુમર ડેમોગ્રાફિક્સ અને ટેક્નોલોજીના જબરદસ્ત વિસ્તારથી ભારતમાં રિટેલ ચેઇન બહુ આકર્ષક છે. એક અવિશ્વનીય રૂપથી મજબૂત, સુવ્યવસ્થિત અને નેતાના રૂપે અમે રિલાયન્સ રિટેલ સાથે જોડાવા માટે ઉત્સાહમાં છે.

કુલ મૂડીરોકાણ 32,000 કરોડને પાર

રિલાયન્સ રિટેલમાં કુલ મૂડીરોકાણ 32,000 કરોડને પાર પહોંચ્યું છે. રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેકે 7500 કરોડ અને KKRએ 5500 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ બંને કંપનીઓછે, જેમણે રિલાયન્સ જિયોમાં મૂડીરોકાણ કર્યું છે.

વૈશ્વિક સ્તરે મુખ્ય પ્રાઇવેટ ઈક્વિટી ફંડ રિલાયન્સ રિટેલ પર વિશ્વાસ દર્શાવી રહ્યા છે, એટલે રિલાયન્સની અન્ય કંપનીઓમાં મૂડીરોકાણ કરી રહી છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલ વેલ્યુએશન 4.28 લાખ કરોડ રૂપિયા છે, જેના પર કંપનીઓ મૂડીરોકાણ કરી રહી છે.