‘તુમ્બાડ 2’માં આલિયા ભટ્ટની એન્ટ્રી, જાણો આ અંગે શું કહ્યું અભિનેત્રીએ?

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મ ‘તુમ્બાડ 2’નો ભાગ બની ગઈ છે, નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે. આલિયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. નવાઝુદ્દીન સિદ્દીકીની આ ફિલ્મમાં જોડાવાની જાહેરાત પહેલા કરવામાં આવી હતી.

‘તુમ્બાડ 2′ ફિલ્મમાં જોડાયા બાદ, આલિયા ભટ્ટે ફિલ્મમાં તેના રોલ વિશે વિગતો પણ શેર કરી.ફિલ્મમાં જોડાવા અંગે આલિયા ભટ્ટે કહ્યું,’ મેં જ્યારે પહેલી વાર “તુમ્બાડ” ફિલ્મ જોઈ ત્યારથી આ ફિલ્મ મારા મનમાં વસી ગઈ હતી. બહુ ઓછી ફિલ્મો એવી દુનિયા બનાવી શકે છે જે તમને સંપૂર્ણપણે ખેંચી લે. રિલીઝ થયા પછી પણ ઘણી ઓછી ફિલ્મો લોકોના હૃદય અને દિમાગમાં રહે છે. તેથી, તે દુનિયાનો ભાગ બનવું મારા માટે અતિ ખાસ છે.”

તેણીએ ઉમેર્યું, ‘હું સોહુમ શાહ અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.હું લાંબા સમયથી બંને કલાકારોની ચાહક છું અને ‘તુમ્બાડ’ જેવી રહસ્યમય અને યાદગાર વાર્તામાં ભૂમિકા ભજવવાની રાહ જોઈ રહી છું. અમે સાથે મળીને જે બનાવ્યું છે તે દર્શકો જોવે એની રાહ જોઈ રહી છું.’

આ ત્રણેય કલાકારો પહેલી વાર સાથે જોવા મળશે

“તુમ્બાડ 2” માં આલિયા ભટ્ટ પહેલી વાર સોહમ શાહ અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરશે. અભિનેતા અને નિર્માતા સોહુમ શાહે કહ્યું કે આલિયાનું ફિલ્મમાં જોડાવું ટીમ માટે આનંદની વાત છે અને દર્શકોને તેનો એક નવો ભાગ જોવા મળશે. નિર્માતા ડૉ. જયંતિલાલ ગડાએ જણાવ્યું કે “ગંગુબાઈ કાઠિયાવાડી” અને “RRR” પછી આલિયા સાથે આ તેમનો ત્રીજો પ્રોજેક્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Sohum Shah (@shah_sohum)

‘તુમ્બાડ ૨’ નું નિર્માણ સોહમ શાહ ફિલ્મ્સ અને પેન સ્ટુડિયો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન આદેશ પ્રસાદ કરી રહ્યા છે. આ ફિલ્મ 3 ડિસેમ્બર, 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પહેલી ફિલ્મ 2018 માં રિલીઝ થઈ હતી

2018 માં રિલીઝ થયેલી ‘તુમ્બાડ’ તેની અનોખી વાર્તા અને લોકકથા-કાલ્પનિક શૈલી માટે પ્રશંસા પામી હતી. તેની રિલીઝ પછી, આ ફિલ્મે સમય જતાં એક અલગ ઓળખ વિકસાવી છે. ગયા વર્ષે તેના પુનઃપ્રદર્શન દરમિયાન તેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો હતો.