અભિનેતા મુકેશ ખન્નાએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે હવે પ્રતિક્રિયા આપી છે. તેમણે તેમાં ભાગ લેનારાઓને ચેતવણી આપી છે. તેમણે જનતાને પણ અપીલ કરી છે.

કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિદ્યાર્થીઓનું આંદોલન ખૂબ જ ચર્ચામાં રહ્યું. ઘણી હસ્તીઓએ પાર્ટી અને તેના પ્રદર્શનને ટેકો આપ્ય.ઘણા કલાકારોએ પાર્ટી અને આંદોલનની ટીકા કરી.અભિનેતા મુકેશ ખન્નાએ વિરોધ પ્રદર્શન પર ટીકા કરી છે.
મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને CJPની ટીકા કરી હતી. તેમણે વીડિયોનું કેપ્શન આપ્યું હતું,”મોડું થાય તે પહેલાં આ કોકરોચને ફેંકી દો. જ્યારે કોકરોચ આપણા ઘરમાં આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે તેમને શોધીએ છીએ, પકડીએ છીએ, ઉપાડીએ છીએ અને બહાર ફેંકી દઈએ છીએ. આ લોકો સાથે પણ આવું જ કરો. જે બાળકો તેમના દ્વારા ગેરમાર્ગે દોરાયા છે તે તેમના ઉત્સાહમાં આવી ઘણું બોલી ગયા છે, હું તેમને ચેતવણી આપું છું, તમારું નિવેદન ઇતિહાસમાં નોંધાઈ ગયું છે.”
View this post on Instagram
તેમણે આગળ લખ્યું,”તમે એ લોકોની સંગતમાં ગંદી ગટરના કીડા બની ગયા છો. તમારે પરિણામ ભોગવવું પડશે. કોઈ પોલીસ તમને મદદ કરશે નહીં. ઘણા લોકો તમને નોકરી આપવામાં અચકાશે. સરકારી સહાય બંધ થઈ જશે. તમને ઘણા વિઝા પણ નહીં મળે.”
તેમણે કહ્યું કે જો આપણો દેશ 25 વર્ષ પછી તેમના ખભા પર ટકશે તો તમે સમજી શકો છો કે આપણો દેશ ક્યાં જશે. આ એ લોકો નથી જેમણે NEET નો વિરોધ શરૂ કર્યો હતો. આ લોકો એવા લોકો છે જેઓ સરકારને તોડી પાડવાનો ઇરાદો ધરાવે છે. પ્રદર્શન બાદ પાર્ટીઓ કરનારા લોકો છે. આ આંદોલન વિદ્યાર્થીઓનું આંદોલન નહોતું. આ બહારના પૈસા વડે ચલાવવામાં આવતું આંદોલન હતું. આ આપણા દેશના વિદ્યાર્થીઓ નથી. વિદ્યાર્થીઓ ક્યારેય આવી ગંદી ભાષાનો ઉપયોગ કરી શકે નહીં. તમારી કારકિર્દી બરબાદ થાય તે પહેલા તમારે સાવચેત રહેવું જોઈએ.
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું
NEET પેપર લીક મામલે CJP એ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. વિરોધ પ્રદર્શનોને કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી. BJP સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે પણ CJP અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનની ટીકા કરી છે.




