Home Blog Page 4620

મુંબઈમાં અઢી કલાક સુધી વીજળી વેરણ રહી

મુંબઈઃ મહાનગર મુંબઈ, ઉપનગરો, પડોશના નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં આજે સવારે પાવર ગ્રીડમાં મોટી ટેકનિકલ ખામી ઊભી થતાં લગભગ 10 વાગ્યાથી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. એને કારણે કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવા વચ્ચે રહેવાસીઓને નવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ તથા પડોશના વિસ્તારોને વિદ્યુત પુરવઠો પૂરો પાડતી લાઈનો અને ટ્રાન્સફોર્મર (કળવા-પેડઘે અને ખારઘર આઈસીટી)માં ટ્રિપિંગ થયું હતું. એને કારણે મુંબઈમાં 360 મેગાવોટની સપ્લાય અટકી ગઈ હતી. સમસ્યા રાષ્ટ્રીય ગ્રીડમાં નહીં, પણ મહારાષ્ટ્રના ગ્રીડમાં આવી હતી. ગયા શનિવારે કળવા-પેડઘેની એક લાઈનમાં ફોલ્ટ ઊભો થયો હતો. એક સર્કિટ પર સમારકામ ચાલુ હતું એટલે બધો લોડ બીજી સર્કિટ પર આવી ગયો હતો. એમાં બાકીની લાઈનો ઓવરલોડ થઈ ગઈ હતી તેથી મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈમાં વીજપુરવઠો ખંડિત થયો હતો.

ટાટા પાવર કંપનીના ગ્રીડમાં મોટી ટેકનિકલ ખામી ઊભી થતાં ટ્રેક્શન પાવર પણ ખંડિત થતાં લોકલ ટ્રેનો પણ જ્યાં હતી ત્યાં જ અટકી ગઈ હતી, પરિણામે નોકરી, કામકાજ માટે નીકળેલા આવશ્યક સેવાઓના કર્મચારીઓ પણ ખરાબ રીતે અટવાઈ ગયાં હતાં. અમુક સ્થળે ટ્રેનો અધવચ્ચે અટકી જતાં પ્રવાસીઓને ઉતરી જઈને પાટા પર ચાલીને સ્ટેશને જવું પડ્યું હતું.

મુંબઈમાં જૂના વિસ્તારો તથા ઉપનગરોમાં ટાટા પાવર તથા અદાણી ઈલેક્ટ્રિસિટી કંપનીઓ વિદ્યુત પુરવઠાનું વિતરણ કરે છે.

બપોરે 12.30થી વીજ-સપ્લાય ધીમે ધીમે પ્રસ્થાપિત થવાનું શરૂ થયું હતું. પહેલાં દક્ષિણ મુંબઈમાં વીજળી પાછી આવી હતી અને ત્યારબાદ દોઢ-બે વાગ્યા સુધીમાં ઉત્તર મુંબઈના લોકોને પણ નિરાંત થઈ હતી.

વીજપુરવઠો ખંડિત થવાથી બંધ પડેલી લોકલ ટ્રેનો પણ ત્યારબાદ ફરી પાટા પર દોડતી થઈ હતી.

સવારે અચાનક વીજળી ચાલી જતાં રહેવાસીઓ પરેશાન થઈ ગયાં હતાં. ધીમે ધીમે ખબર પડી હતી કે માત્ર એક બિલ્ડિંગમાં કે એક એરિયામાં નહીં, પણ સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

વીજ-સપ્લાય બંધ થતાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના ઊર્જા પ્રધાન નીતિન રાઉત સાથે ફોન પર ચર્ચા કરી હતી. તાબડતોબ રાઉત ઉપરાંત સરકારી યંત્રણાઓએ ટ્વિટર મારફત જાણકારી આપી હતી કે ગ્રીડમાં ખામી ઊભી થવાથી વીજપુરવઠો ખોરવાયો છે અને એને પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો ચાલુ છે.

હોસ્પિટલોમાં ઈલેક્ટ્રિક સપ્લાય અવિરત ચાલુ રહે એ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે પણ એ માટે તાબડતોબ જરૂરી સૂચનાઓ આપી હતી.

વીજપુરવઠો ખંડિત થવાના સમયગાળામાં કોઈ અકસ્માત સર્જાય નહીં એ માટે અગ્નિશામક દળ તથા પોલીસ કન્ટ્રોલ રૂમને પણ સતર્ક રહેવાના રાજ્યના મુખ્ય સચિવ તથા મંત્રાલયમાંથી જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા.

મુંબઈ મહાનગરપાલિકાએ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો મદદરૂપ થવા માટે નાગરિકોજોગ હેલ્પલાઈન નંબરો ઈસ્યૂ કર્યા હતા.

વીજપુરવઠો ખંડિત થવાની ઘટનામાં તપાસનો આદેશ

દરમિયાન, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાથી ઊર્જા પ્રધાન નીતિન રાઉતને આદેશ આપ્યો છે કે ‘મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR)માં આજે વીજળી કેમ જતી રહી હતી? આની તાત્કાલિક તપાસ કરાવો અને ભવિષ્યમાં આવું ફરી બને નહીં એ માટે સતર્કતા લેવી રહી.’

મોરબીઃ પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓને રાહત

અમદાવાદઃ રાજ્ય સરકારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા વિરુદ્ધ ટંકારામાં થયેલો કેસ પરત ખેંચ્યો છે. ટંકારામાં 2017માં મંજૂરી વગર જાહેર સભા અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જાહેરનામા ભંગ બદલ 34 લોકો પર કેસ કર્યો હતો. જે પૈકી બે આરોપીઓનાં મોત થયાં છે અને બે આરોપીઓ દંડ ભરીને છૂટી ગયા હતા. આ કેસ અંગે જુલાઈ 2018માં પોલીસે ટંકારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ પહેલાં પણ 2018માં કોર્ટે હાર્દિક પટેલ, લલિત વસોયાને હાજર રહેવાના સમન્સ પાઠવ્યા હતા, પરંતુ હાર્દિક પટેલ, વસોયા અને અન્ય નેતાઓ હાજર ન રહેતાં કોર્ટે નોન-બેલેબલ વોરન્ટ ઇશ્યુ કર્યાં હતાં.

સરકારી વકીલ કેસ પાછો ખેંચવાના કાગળો લઈ ટંકારા કોર્ટ પહોંચ્યા હતા. કાગળો કોર્ટમાં રજૂ કરતાં હવે આ કેસ નહીં ચાલે, ત્યારે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસી નેતાઓને મોટી રાહત મળી છે. ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેર સભાનો કેસમાં કોર્ટે કેસ પાછા ખેંચવાની મૌખિક સૂચનાને પગલે કોંગ્રેસી નેતાઓને રાહત મળી રહી છે. સત્તાવાર પત્ર બાદ કેસ પાછો ખેંચાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

હાઈકોર્ટની સૂચનાને પગલે આજે ટંકારા કોર્ટનું તેડું આવતાં કોંગ્રેસના લલિત વસોયા અને લલિત કગથરા જેવા નેતાઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. 2015માં શરૂ થયેલા આંદોલનથી ભેગા થયેલા તમામ નેતાઓ સામે આ કેસ નોંધવામાં આવ્યો હતો. 2017ની ચૂંટણી પહેલાં આ નેતાઓ ભાજપ સામે પ્રચાર કરતા હતા, એ વખતનો કેસ છે. ચૂંટણીના પ્રચાર માટે જ ભેગા થયેલા કોંગ્રેસના નેતાઓ પર મંજૂરી વગર સભા કરવાનો કેસ થયો હતો. 2017માં મંજૂરી વગર સભા કરવાના કેસમાં ટંકારાની કોર્ટે કોંગ્રેસ-પાસના આગેવાનોને તેડું મોકલ્યું હતું. જોકે સરકારે આ કેસ પરત ખેંચતાં મોટી રાહત મળી છે.

 

 

 

 

કોરોનાના કેસોની સંખ્યા 71 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 71 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 66,732 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 816 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 71,20,538 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,09,150 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 61,49,535 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 71,559 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,61,853 પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.36 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.53 ટકા થયો છે.

કોરોના વાઇરસના વ્યક્તિઓથી પ્રાણીઓમાં ફેલાયો

કોવિડ-19થી તબાહીની વચ્ચે અમેરિકાના ફર ફાર્મ્સમાં લગભગ 10,000 અમેરિકન જળ બિલાડી(મિંક)ને મારી નાખવામાં આવી છે. આ ઘટના બાદ નિષ્ણાતો કોરોના વાઇરસના વ્યક્તિઓથી પ્રાણીઓમાં ફેલાવાનો દાવો કરી રહ્યા છે. આ અમેરિકન જળબિલાડી ઉટાહ અને વિસકોન્સિનમાં આવેલા ફર ફાર્મ્સમાં મૃત મળી આવી છે.

એક રિપોર્ટ પ્રમાણે એકલા ઉહાટમાં જ અંદાજે 8000 અમેરિકન જળબિલાડીનાં મોત થયા છે. આ સમસ્યા માત્ર ઉટાહ સુધી સીમિત નથી. વિસ્કોન્સિનમાં અધિકારીઓએ કહ્યું કે અહીં પણ લગભગ 2000 મિંક કોરોના વાઇરસની ઝપટમાં છે. આ પહેલાં નેધરલેન્ડ, સ્પેન અને ડેનમાર્કમાં પણ આ પ્રકારના કિસ્સા સામે આવી ચૂકયા છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની ‘નેશનલ વેટરનરી સર્વિસ લેબોરેટરી’એ પણ ડઝનબંધ પ્રાણીઓમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી હતી. રિપોર્ટ પ્રમાણે તેમાં કૂતરા, બિલાડી, વાઘ અને સિંહ જેવા પ્રાણીઓમાં કોવિડ-19થી સંક્રમિત થયાની વાત કહી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

ધોનીની પુત્રીને ધમકી આપનાર શખસની મુંદ્રાથી ધરપકડ

અમદાવાદઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના IPLમાં ખરાબ પ્રદર્શન પછી સોશિયલ મિડિયા પર તેમની પાંચ વર્ષની પુત્રીથી દુષ્કર્મ કરવાની ધમકી આપનાર શખસની ગુજરાત પોલીસે મુંદ્રાથી ધરપકડ કરી છે. જે પછી ફેન્સ ઘણો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. જોકે ધોનીની પુત્રીને ધમકી આપનાર શખસની ગુજરાતના મુંદ્રામાંથી ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે માહિતી આપી હતી.

આ ધમકી આપનાર શખસ સગીર છે અને મુંદ્રાના કપાયા ગામનો રહેવાસી છે. તે 12મા ધોરણનો વિદ્યાર્થી છે, તેને જલદી રાંચી પોલીસને સોંપી દેવામાં આવશે. આ ધમકી પછી રાંચીમાં ધોની સમર્થકો અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારોભાર ગુસ્સો પ્રવર્તે છે.

રવિવારે ક્રિકેટરો અને તેમના પ્રશંસકોએ બેનર-પોસ્ટરની સાથે રાંચીના અલબર્ટ એક્કા ચોક પર પ્રદર્શન કર્યું હતું અને ધમકી આપનારાની ધરપકડ અને સખત કાર્યવાહીની માગ કરી હતી.

બુધવારે ધોનીની પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈએ આ પ્રકારની ધમકી આપી હતી. આ ધમકી સંબંધે રાતુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી સાઇબર સેલની ટેક્નિકલ શાખાને માહિતી મળી હતી કે ગુજરાતથી કોઈ વ્યક્તિની સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપી હતી.

પોલીસે કહ્યું હતું કે આ યુવકે સ્વીકાર કર્યો હતો કે તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે IPL 2020 મેચ પછી ઇન્સ્ટાગ્રામ પર ધમકીને લગતો સંદેશ પોસ્ટ કર્યો હતો.

 

 

 

 

Chitralekha Marathi – October 19, 2020

PDF Version
This post is only available to members.

લોકોને ભડકાવતી ટીવીચેનલો પર પારલેની જાહેરખબરો નહીં

મુંબઈઃ લોકપ્રિય બિસ્કીટ બ્રાન્ડ પારલે-Gની ઉત્પાદક કંપની પારલે પ્રોડક્ટ્સે એવી ટીવી ચેનલો પર પોતાની પ્રોડક્ટ્સની જાહેરખબરો ન કરવાનો નિર્ણય લીધો છે જેઓ રાષ્ટ્ર-વિરોધી, લોકોને ભડકાવતી અને સમાજમાં ઝેર ઓકતી વિગતો પ્રસારિત કરે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે ગયા જ અઠવાડિયે ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) ગેરકાયદેસર રીતે વધારવાના ટીવી ચેનલોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ગેરરીતિ આચરનાર ત્રણ ટીવી ચેનલના નામ પણ આપ્યા છે. આ ત્રણ ચેનલ છે – રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા.

પારલે-G હવે આ ચેનલો પર પોતાના ઉત્પાદનોની જાહેરખબર નહીં કરે.

આવો જ નિર્ણય આ પહેલાં બજાજ ગ્રુપ પણ લઈ ચૂક્યું છે.

ટીઆરપી કૌભાંડ બહાર આવ્યા બાદ ઘણી ટોચની એડવર્ટાઈઝિંગ એજન્સીઓ તથા મિડિયા કંપનીઓએ કહ્યું છે કે તેઓ આ મામલે બારીક નજર રાખી રહી છે.

પારલે-Gના વરિષ્ઠ અધિકારી કૃષ્ણરાવ બુદ્ધે કહ્યું છે કે સમાજમાં ઝેર ફેલાવતી સામગ્રી પ્રસારિત કરનાર ન્યૂઝ ટીવી ચેનલોને એમની કંપની જાહેરખબરો નહીં આપે. અમે એવી સંભાવનાને પણ તપાસી રહ્યા છીએ જ્યાં અન્ય એડવર્ટાઈઝર્સ ભેગા થાય અને સમાચાર ટીવી ચેનલો પર જાહેરખબરો આપવા પાછળના ખર્ચ પર સંયમ રાખે, જેથી સમાચાર ચેનલોને સ્પષ્ટ સંકેત મળે કે તેમણે એમની કન્ટેન્ટ (સામગ્રી)માં ફેરફાર કરવો જ પડશે.

પ્યારની વાત – ૧૨ ઓક્ટોબર, ૨૦૨૦

પ્યારની વાત – ૧૨ ઓક્ટોબર, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 12/10 થી 18/10/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિક વૃત્તિ  વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય,  વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


લાભ થાય તેવી વાત બને, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.


ઘરમાં કે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.


આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.


સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને  દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.


અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.


આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.


કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.


નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.

૧૨ ઓક્ટોબર ૨૦૨૦

૧૨ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 12/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


:આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.