ઓસ્ટ્રેલિયા: વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે 62 વર્ષની વયે બીજા લગ્ન કર્યા છે. આલ્બાનીઝે તેમની લાંબા સમયની પાર્ટનર જોડી હેડન (47) સાથે લગ્ન કર્યા છે, જે હવે સત્તાવાર રીતે ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ લેડી બની ગયા છે. જોડી હેડન એક ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રોફેશનલ અને વિમેન એડવોકેટ છે. ઓસ્ટ્રેલિયાના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ વડાપ્રધાન પદ પર રહીને લગ્નના બંધનમાં બંધાયા છે. જોડી હેડન લાંબા સમયથી અલ્બાનીઝ સાથે જાહેર કાર્યક્રમોમાં નજર આવે છે. 2022ના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ તેમની સાથે હતા અને આ વર્ષે મે મહિનામાં તેમની લેબર પાર્ટીની શાનદાર જીતના સમયે પણ સાથે હતા. વેલેન્ટાઈન ડે પર અલ્બાનીઝે હેડનને પ્રપોઝ કર્યું
કેનબેરામાં વડાપ્રધાનના નિવાસસ્થાન ‘ધ લોજ’ ખાતે યોજાયેલા આ સિમ્પલ સમારોહમાં માત્ર નજીકનો પરિવાર અને મિત્રો જ સામેલ રહ્યા હતા. ગત વર્ષે વેલેન્ટાઈન ડે પર અલ્બાનીઝે હેડનને પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદથી તેમના લગ્નની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. જો કે, આ લગ્ન સમારોહની તારીખ અને તૈયારીઓ સંપૂર્ણપણે પ્રાઈવેટ રાખવામાં આવી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં અલ્બાનીઝે કહ્યું કે, ‘અમે પોતાના પરિવાર અને નજીકના મિત્રો સામે એકબીજા પ્રત્યેના પોતાનો પ્રેમ અને જીવનભર સાથ નિભાવવાની પ્રતિબદ્ધતા શેર કરીને ખૂબ ખુશ છીએ.’એન્થોની અલ્બાનીઝના આ બીજા લગ્ન છે. તેમણે પહેલા લગ્ન કાર્મેલ ટેબટ સાથે 2000માં કર્યા હતા. NSWના પૂર્વ પોલિટિશયન કાર્મેલ ટેબટ સાથે એન્થોનીના 19 વર્ષના લગ્નનો 2019માં અંત આવ્યો. પહેલા લગ્નથી તેમને એક દીકરો છે. ત્યારબાદ હવે એન્થોનીએ 62 વર્ષની વયે બીજા લગ્ન કર્યા છે.
નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિને મોટો આંચકો લાગ્યો છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં પતંજલિ ઘી એક નમૂના ટેસ્ટમાં ફેલ થયું છે. ત્યાર પછી વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટે પતંજલિ કંપની, ઘી વેચતા વિતરકો અને દુકાનદારો પર દંડ ફટકાર્યો છે. પતંજલિ કંપની પર રૂ. 1.25 લાખ અને દુકાનદાર પર રૂ. 15,000નો દંડ લગાવાયો છે.
જોકે આ આદેશને પતંજલિ કંપનીએ ત્રુટિપૂર્ણ ગણાવ્યો છે. સોશિયલ મિડિયા પર લાંબી પોસ્ટ દ્વારા કંપનીએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. કંપનીનું કહેવું છે કે રેફરલ લેબોરેટરીને NABLમાંથી ગાયના ઘીના પરીક્ષણની માન્યતા મળી જ નહોતી, તેથી ત્યાં કરાયેલો ટેસ્ટ કાનૂની રીતે માન્ય નથી. એક નીચ સ્તરની લેબોરેટરીએ પતંજલિના ઉત્તમ ગુણવત્તાના ગાયના ઘીને સબ-સ્ટાન્ડર્ડ ગણાવવું હાસ્યાસ્પદ છે, એવું પતંજલિએ કહ્યું છે. પતંજલિએ વધુમાં દલીલ કરી છે કે જેમને આધારે નમૂનાને નાપાસ જાહેર કરવામાં આવ્યું, તે પરિમાણો તે સમયગાળા દરમિયાન લાગુ જ નહોતાં, એટલે તેનો ઉપયોગ કરવો કાનૂની રીતે ખોટો છે. કંપનીએ એ પણ કહ્યું કે રિટેસ્ટ નમૂનાની સમાપ્તિ તારીખ પસાર થઈ જતાં બાદ કરવામાં આવ્યો, જે કાયદા મુજબ અમાન્ય છે.
કંપનીએ પોતાની તરફથી સ્પષ્ટીકરણ આપી દીધું છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી પતંજલિ સતત વિવાદોમાં રહી છે. એક સમય એવો હતો જ્યારે આ દેશનું સૌથી મજબૂત સ્વદેશી બ્રાન્ડ બનીને ઊભર્યું, પરંતુ બાદમાં બિઝનેસમાં નુકસાન થયું, અનેક કેસો થયા અને વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊઠ્યા હતા.
પતંજલિથી ક્યાં ચૂક થઈ?
શરૂઆતમાં બધું સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ સમય જતાં ગુણવત્તા અંગેની ફરિયાદો અને વિવાદોએ કંપની વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવાનું શરૂ કર્યું. કારણ કે પતંજલિ બ્રાંડેડ હાઉસ મોડેલ પર કામ કરે છે, તેથી એક પ્રોડક્ટમાં ખામી દેખાતાં આખી બ્રાન્ડ પર પ્રશ્નો ઊભા થતા હતા. એટલે કે જો પતંજલિના કોઈ એક સાબુમાં ખામી મળે તો તેના કારણે આખી કંપનીની સાખ પર અસર પડે છે.
અભિનેતા રણદીપ હુડ્ડાના લગ્નને બે વર્ષ થયા છે. આજે તે પોતાની બીજી લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે તેમણે તેના ચાહકોને મોટી ખુશખબરી આપી છે.
અભિનેતા રણદીપ હુડ્ડા પોતાની બીજી લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ પ્રસંગને ઉજવવા માટે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેમની પત્ની લિન લૈશરામ સાથેનો એક ફોટો શેર કર્યો. પોસ્ટના કેપ્શનમાં, તેમણે ખુલાસો કર્યો કે તેઓ ટૂંક સમયમાં માતાપિતા બનવાના છે.
રણદીપ હુડ્ડાની પોસ્ટમાં શું છે?
રણદીપ હુડ્ડાએ ઇન્સ્ટાગ્રામ પર તેની પત્ની લિન લૈશરામ સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કપલ જંગલમાં અગ્નિ પાસે બેઠેલા, હસતા અને હાથ પકડીને બેઠા છે. અભિનેતાએ પોસ્ટનું કેપ્શન આપ્યું, “પ્રેમ અને સાહસના બે વર્ષ, અને હવે એક નાનું બાળક આવવાનું છે.” તેમણે હૃદય જેવું ઇમોજી ઉમેર્યું. રણદીપ હુડ્ડાએ પોસ્ટ શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયું.
રણદીપ હુડ્ડાની પત્ની કોણ છે?
ઉલ્લેખનીય છે કે રણદીપ હુડ્ડાએ 29 નવેમ્બર, 2023 ના રોજ લિન લૈશરામ સાથે લગ્ન કર્યા હતા. તેમણે મણિપુરના ઇમ્ફાલમાં મેઇતેઈ પરંપરા અનુસાર લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમણે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રણદીપ હુડ્ડાની પત્ની, લિન લૈશરામ, એક અભિનેત્રી છે. તેણીએ શાહરૂખ ખાનની ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણી 2023 ની ફિલ્મ “જાને જાન” માં દેખાઈ હતી. તેણીએ “મેરી કોમ” માં પણ કામ કર્યું હતું. તે એક મોડેલ અને બિઝનેસવુમન પણ છે.
રણદીપ હુડાનું વર્કફ્રન્ટ
રણદીપ હુડા છેલ્લે સની દેઓલ અભિનીત ફિલ્મ “જાટ” (2025) માં જોવા મળ્યો હતો, જેમાં તેણે નકારાત્મક ભૂમિકા ભજવી હતી. તે આગામી અંગ્રેજી ફિલ્મ “મેચબોક્સ” માં જોવા મળશે, જે 2026 માં રિલીઝ થશે.
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBIએ) ફિલ્મ અભિનેતા શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત કુલ 46 લોકો વિરુદ્ધ રાજ્યના અનેક લોકોને તેમની મૂડી પર ઊંચા રિટર્નનું વચન આપીને લગભગ 100 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તલપડે અને નાથ ‘લોની અર્બન મલ્ટિ-સ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કો-ઓપરેટિવ સોસાયટી’ નામની છેતરપિંડીવાળી મૂડીરોકાણ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હતા, જેમણે માત્ર ઉત્તરાખંડમાં જ નહીં, પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતનાં અન્ય કેટલાંક રાજ્યોમાં પણ રોકાણકારોને છેતર્યા હોવાનું કહેવાય છે.
CBIની દેવભૂમિ શાખાએ 26 નવેમ્બરે આ કેસ દાખલ કર્યો હતો. આ કેસ ઉત્તરાખંડ પોલીસ દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોમાં પીડિતોની ફરિયાદોને આધારે નોંધાયેલી કુલ 18 FIRને એકસાથે મેળવીને બનાવવામાં આવ્યો છે. આ FIRની નકલ અનુસાર ઉત્તરાખંડ હાઈકોર્ટે 17 સપ્ટેમ્બરે આ મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજીઓ પર સુનાવણી દરમ્યાન આપેલા આદેશના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી છે.
હાઇ કોર્ટે CBIને તપાસના આદેશ આપ્યા
આ FIRમાં કહેવામાં આવ્યું છે કે હાઇ કોર્ટે CBIને ઉત્તરાખંડમાં આ કંપની સંબંધિત તમામ ફોજદારી કેસોની તપાસ પોતાના હાથમાં લેવા જણાવ્યું છે, કારણ કે પોલીસમાં નોંધાયેલા તમામ કેસોમાં આક્ષેપોની પ્રકૃતિ એકસરખી છે, તેથી તેમને એક જ CBI FIRમાં સમાવામાં આવી રહ્યા છે. આ FIR છેતરપિંડી, બેઈમાની, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, સંગઠિત ગુનો, જાલસાજી તેમ જ અન્ય ગુનાઓ માટે BNS, IPC, અનિયમિત ડિપોઝિટ યોજનાઓ પર પ્રતિબંધ (BUDS) અને UPID અધિનિયમની જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવી છે.
તલપડે અને આલોક નાથ સહિત 46 આરોપીઓ
તલપડે અને આલોક નાથ સિવાય, આ FIRમાં કંપનીના માલિક સમીર અગ્રવાલ, પ્રમુખ દિનેશ સિંહ, ડિરેક્ટર વિનીતા ભટ્ટ અને એક ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મના લોકપ્રિય નાણાકીય સલાહકાર અને CMD આર.કે. શેટ્ટી સહિત કુલ 46 આરોપીઓનાં નામો સમાવવામાં આવ્યાં છે. પોલીસ તપાસ દરમ્યાન નોંધાયેલા 18 કેસોમાંથી 10માં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે.
सीबीआई ने उत्तराखंड के बहुचर्चित
LUCC घोटाले में फ़िल्म अभिनेता श्रेयस तलपड़े और आलोक नाथ समेत 46 लोगो के खिलाफ मुक़दमा दर्ज किया है। ये दोनों एक्टर ठगी करने वाली कंपनी के ब्रांड एंबेसडर थे।
कम समय में ज़्यादा मुनाफा देने का सपना
दिखाकर उत्तराखंड के हजारों लोगो से लगभग 100… pic.twitter.com/WIf8HMzRKm
ઓક્ટોબરમાં બાગપત થાણે કરોડો રૂપિયાના રોકાણ છેતરપિંડી કેસમાં તલપડે અને નાથ સહિત 22 લોકો વિરુદ્ધ FIR દાખલ થઈ હતી. 500થી વધુ રોકાણકારોએ ફરિયાદ કરી હતી કે ‘લોની અર્બન મલ્ટિ-સ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કો-ઓપરેટિવ સોસાયટી’એ તેમને પાંચ વર્ષમાં પૈસા બમણા કરવાનું વચન આપીને પાંચ કરોડ રૂપિયા કરતાં વધુની છેતરપિંડી કરી હતી.
નવી દિલ્હીઃ કેબ એપ રેપિડોમાં બાઈક ચલાવતા એક રાઇડરના બેંક ખાતામાં કેન્દ્રીય તપાસ એજન્સી EDને કુલ રૂ. 331 કરોડની જમા રકમ મળી આવી છે. કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસની તપાસમાં આ માહિતી સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ખબર પડી છે કે માત્ર આઠ મહિનામાં ડ્રાઇવરના ખાતામાં રૂ. 331 કરોડથી વધુ રૂપિયા જમા થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ રૂપિયા ગેરકાયદે બેટિંગ નેટવર્ક સાથે જોડાયેલા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર 1xBet ઓનલાઇન બેટિંગ કેસમાં મની ટ્રેલ ટ્રેક કરતા રેપિડો ડ્રાઇવરનું ખાતું સામે આવ્યું. હાલ રેપિડોની તરફથી આ મુદ્દે કોઈ પ્રતિસાદ આવ્યો નથી.
બે રૂમના ઘરે રહેતા વ્યક્તિના ખાતામાં મળ્યા રૂ. 331 કરોડ
EDનું કહેવું છે કે 19 ઓગસ્ટ, 2024થી 16 એપ્રિલ, 2025 વચ્ચે રેપિડો બાઈક ટેક્સી ડ્રાઇવરનાં બેંક ખાતામાં કુલ રૂ. 331.36 કરોડ જમા થયા. આટલા બધા રૂપિયા જોઈને EDએ બેંક રેકોર્ડમાં દર્શાવેલા સરનામે દરોડા પાડ્યા હતા. ત્યાં EDએ જાણ્યું હતું કે જેને નામે ખાતું છે તે વ્યક્તિ દિલ્હીમાં સામાન્ય કોલોનીમાં બે રૂમના ઘરમાં રહે છે અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા દિવસભર બાઈક ટેક્સી ચલાવે છે.
ખાસ વાત એ છે કે આ ખાતામાં જમા થયેલા પૈસામાંથી રૂ. 1 કરોડથી પણ વધુ રૂપિયા ઉદયપુરના એક લક્ઝરી હોટેલમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ માટે ખર્ચવામાં આવ્યા હતા. આ લગ્ન ગુજરાતના એક યુવા રાજનેતા સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે, જેમને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવે એવી શક્યતા છે. તપાસ દરમિયાન રેપિડો ડ્રાઇવરે ED અધિકારીઓને જણાવ્યું હતું કે તેને આ લેવડદેવડ વિશે કોઈ જાણકારી નથી, તેમજ તે દુલ્હા–દુલ્હન અથવા તેમના પરિવારને ઓળખતો પણ નથી.
અમદાવાદ: 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. AMC દ્વારા મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે અડચણરૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી.મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલાં મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. મોટેરાના બળદેવનગરમાં આવેલા મકાનો ટીપી રોડની કપાતમાં આવતા હતા. કોર્પોરેશન દ્વારા સ્થાનિક રહીશોને અગાઉ મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે, રહીશોએ મકાન ખાલી કરવાને બદલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે રહીશોની આ અરજી નકારી દીધી હતી, જેના પગલે કોર્પોરેશન માટે રસ્તો સાફ થઈ ગયો હતો અને આજે તાત્કાલિક ધોરણે ડિમોલિશન હાથ ધરાયું હતું.સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક ખૂલશે. આ રોડ પરથી સીધા એક્વેટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે, જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાક તથા કોમર્શિયલ પ્રકારનાં મળી કુલ 29 જેટલાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડોના ખર્ચે SVP એન્કલેવ બનવાનું હોવાથી આ વિસ્તારને ડેવલપ કરવાની કામગીરી ચાલી રહી છે. અચેર ડેપોથી ટોરેન્ટ પાવર સુધી સીધોના ટીપી રોડને ખુલ્લો કરવા માટે બળદેવનગર અને સુભાષનગર વિસ્તારના કુલ 29 જેટલા મકાનો આડે આવતા હતા.આજે વહેલી સવારથી 4 હિટાચી મશીન, 2 જેસીબી અને સ્ટાફની મદદથી ડિમોલેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી અને બુલડોઝરની મદદથી દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં આમિર ખાને પોતાની સ્ક્રિપ્ટ પસંદગી વિશે વાત કરી અને ધર્મેન્દ્રને પણ યાદ કર્યા હતાં.
આમિર ખાન છેલ્લે ફિલ્મ “સિતારે જમીન પર” માં જોવા મળ્યા હતા. હાલમાં, તે “લાહોર 1947” સહિત અનેક ફિલ્મોના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) માં હાજર રહ્યાં હતા. તેણે કહ્યું હતું કે તે જે ફિલ્મો પર કામ કરી રહ્યા છે તે પૂર્ણ થયા પછી તે અભિનયમાં પાછા ફરશે. તેણે ફિલ્મ સ્ક્રિપ્ટોની પોતાની પસંદગીની પણ ચર્ચા કરી, જણાવ્યું કે તે ઇરાદાપૂર્વક એવી સ્ક્રિપ્ટો નથી પસંદ કરતા જે સામાજિક સંદેશા પહોંચાડે.
આમિર ખાને ઘણા નિયમો તોડ્યા
IFFI ના એક સત્રમાં, આમિર ખાને કહ્યું, “હું વાર્તા પર આધારિત ફિલ્મો પસંદ કરું છું, ભલે તે મારા ધોરણોથી અલગ હોય. મારા મોટાભાગના નિર્ણયો ઉદ્યોગ માટે યોગ્ય નથી રહ્યા. જ્યારે મેં ‘લગાન’ બનાવી, ત્યારે જાવેદ અખ્તરે મને કહ્યું હતું કે તે ન બનાવ. કાયદેસર રીકે મારે સ્ટાર ન બનવું જોઈતું હતું, મેં જે રીતે તમામ પ્રકારના નિયમો તોડ્યા છે. જોકે, મારી વિચિત્ર રીતોને કારણે લોકો મારી સાથે જોડાયેલા છે. હું તેના માટે આભારી છું.”
લેખકોએ ફિલ્મોનો પાયો નાખ્યો
આમિર ખાને આગળ કહ્યું, “તારે જમીન પર હોય, 3 ઇડિયટ્સ હોય, દંગલ હોય કે પછી લાપતા લેડીઝ હોય, તે બધાનો પાયો લેખકોએ નાખ્યો હતો. તેમણે વાતાવરણ અને પાત્રો બનાવ્યા. મને જે વાર્તાઓ ગમે છે તેના તરફ હું ખેંચાઈ જાઉં છું. મારી ઘણી ફિલ્મો સામાજિક મુદ્દાઓ સાથે કામ કરે છે. તે પહેલાથી જ ત્યાં હતી, ડિઝાઇન કરવામાં આવી ન હતી. હું એક ફિલ્મ વ્યક્તિત્વ છું, કાર્યકર્તા નથી. મારો ધ્યેય દર્શકોનું મનોરંજન કરવાનો છે.”
આમિર ખાને ધર્મેન્દ્રને યાદ કર્યા
ફેસ્ટિવલમાં વાતચીત દરમિયાન, આમિરે ધર્મેન્દ્ર વિશે પણ વાત કરી, જેમનું તાજેતરમાં અવસાન થયું. આમિર તેમના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા હતા. આમિર ખાને ધર્મેન્દ્ર વિશે કહ્યું, “જોકે તેમને ભારતીય સિનેમાના હી-મેન કહેવામાં આવતા હતા, તેઓ રોમાંસ, કોમેડી અને નાટક સહિત તમામ શૈલીઓમાં તેજસ્વી હતા. તેમની હાજરી અજોડ હતી. તેમનું નિધન એક કલાત્મક ખોટ છે.”
“આ બધા પૈસાનું કરશો શું? આટલા કંજૂસ થવાનો કોઈ અર્થ નથી! આ બધું કંઈ તમારી સાથે નહીં આવે?” ગયા વર્ષની શરૂઆતમાં યોજાયેલા રિયુનિયનમાં મારા બે મિત્રોમાં આ સંવાદ ચાલી રહ્યો હતો. વાસ્તવમાં, આવી વાતો અનેક વાર અલગ અલગ ઠેકાણે અને પ્રસંગે સાંભળવા મળતી હોય છે. પૈસા તો શું, આપણે આ પૃથ્વી પરથી કંઈ જ સાથે લઈ જવાના નથી. આપણી સંપત્તિ, પ્રતિષ્ઠા, પરિવારજનો, મિત્રો, વગેરે બધું અહીં જ મૂકીને જવાનું છે. શરીર પણ સાથે નથી આવવાનું; સાથે આવશે ફક્ત આત્મા.
જો દરેક મનુષ્યના જીવનની આ જ વાસ્તવિકતા હોય તો વાસ્તવમાં આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિ કે અનુરાગ રાખવાં જોઈએ નહીં. જોકે, આપણું જીવન એના કરતાં અલગ રીતે જ ચાલતું હોય છે. આપણે બધા સામાજિક પ્રાણી કહેવાઈએ છીએ અને આપણાં બધાનાં અનેક બંધનો હોય છે. આ અનુરાગને ખરેખર બંધન કહેવો કે પછી પસંદગીની સ્વતંત્રતા કહેવો એ બાબત દરેકના પોતાના પર નિર્ભર છે. દરેક વ્યક્તિ પોતે જ વાસ્તવિકતા જાણતો હોય છે. ઘણી વખત તો આપણને પોતાને પણ ખબર હોતી નથી કે આપણા માટે એ અનુરાગ છે કે પછી પસંદગીની સ્વતંત્રતા. એ ભાન થવા માટે આપણે અંતર્મુખી થઈને ચિંતન કરવાનું હોય છે.
મનને શાંત કરવા માટે શ્વસન પર એકાગ્રતા સાધવાની પદ્ધતિ વિશે આપણે જાણીએ છીએ. ત્યાર પછીનો તબક્કો દૃષ્ટાભાવ કે સાક્ષીભાવનો હોય છે. સાક્ષીભાવ કેળવવાનું મુશ્કેલ જરૂર છે, અશક્ય નથી. આપણે પોતાના વિચાર-વર્તન પ્રત્યે સભાનતા કેળવીએ તો એ જાણી શકાય છે.
આપણે સવારના પહોરમાં ચા પીવાનો આનંદ માણતા હોઈએ છીએ. શું એને આસક્તિ કહેવાય? જો એ આસક્તિ હોય તો જે દિવસે ચા પીવા મળે નહીં એ દિવસે મગજ ફરી જાય. આ વાત પરથી મારા એક મિત્રનાં મમ્મીએ હૉસ્પિટલના ડૉક્ટરને પૂછેલો પ્રશ્ન યાદ આવે છેઃ “ખાવામાં તમે કહેશો એ પરેજી પાળીશ, પણ શું મને રોજ સવારની જેમ એક કપ ચા પીવાની છૂટ છે? હું ચા પીઉં નહીં તો મારું માથું ચડી જાય છે.” આ માસીએ કરેલા નિવેદન પરથી શું લાગે છે, ચા પીવી એ આનંદ છે કે આસક્તિ છે?
યોગિક વેલ્થ પસંદગીની સ્વતંત્રતા સાથે સંબંધ ધરાવે છે. પોતાની આવક કે સંપત્તિનું શું કરવું એ દરેકની પોતાની સ્વતંત્રતા છે. જ્યારે ભૌતિકવાદ પ્રત્યે કોઈ આસક્તિ નહીં હોય ત્યારે ખરા અર્થમાં આપણે સ્વતંત્ર કહેવાઈશું.
આ કટારમાં અત્યાર સુધીમાં મેં ક્યારેય ભૌતિકવાદને નકાર્યો નથી. અંગત રીતે મને પણ મારી વસ્તુઓ પ્રત્યે અનુરાગ છે. હું પણ સામાજિક પ્રાણી છું. મારે પણ પરિવાર, મિત્રો, બધું જ છે. મેં હજી સંન્યાસ લીધો નથી. હું જો પોતાના જીવનમાંથી ભૌતિકવાદની બાદબાકી કર્યા વગર ફક્ત એનો વિરોધ કરતો રહું તો એ દંભ કહેવાય.
સામાજિક જીવન જીવવાની કોઈ ના પાડતું નથી. સારી ચીજવસ્તુઓ તથા સેવાઓ તમને ગમે એમાં કંઈ ખોટું નથી, પરંતુ તમે ફક્ત એનો આનંદ લો છો કે પછી એના પ્રત્યે તમારી આસક્તિ છે એ પણ ચકાસી જુઓ.
કોઈ જીવ આ દુનિયામાંથી કંઈ જ સાથે લઈને જવાનો નથી. જોકે, તેનો અર્થ એવો નથી કે ઈશ્વરની કૃપાથી આપણને આ પૃથ્વી પર જે કંઈ મળ્યું છે એને ફૂંકી કાઢીએ.
છેલ્લે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે ગત વર્ષોમાં આપ વાચકોએ મારી સાથે આ કટાર વિશે ઘણા પ્રતિભાવ આપ્યા છે અને વાતો કરી છે. ભવિષ્યમાં પણ આ જ રીતે આશીર્વાદ આપતાં રહેજો. આપના આશીર્વાદ મારા આત્માને સ્પર્શી જાય છે. હું ખાતરી આપું છું કે હું જઈશ ત્યારે આત્મા સાથે લઈને જઈશ. નમસ્તે….
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાય- ખાસ કરીને દાઉદી વહોરા સમુદાયમાં લાંબા સમયથી ચાલતી મહિલાઓના ખતના (Female Genital Mutilation – FGM)ની પ્રથાને પ્રતિબંધિત કરવાની માગ કરતી અરજી પર વિચારવાની સહમતી આપી છે. કોર્ટે આ ક્રૂર પ્રથાને માનવાધિકારો અને બાળકોના અધિકારોનું ઉલ્લંઘન ગણાવી તેને ખતમ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
કેન્દ્ર સરકારને નોટિસ જારી
જસ્ટિસબી. વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે આ સંવેદનશીલ મુદ્દે સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસો જારી કરી છે. કોર્ટે આ અરજી સ્વીકારી તમામ પક્ષોથી તેનો જવાબ માગ્યો છે.
NGO દ્વારા અરજી દાખલ
આ અરજી ‘ચેતના વેલ્ફેર સોસાયટી’ નામની બિનસરકારી સંસ્થા (NGO) દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજામાં સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રથા ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ પ્રથા ધાર્મિક રીતે ફરજિયાત નથી અને પરંપરાને નામે તેને ચાલુ રાખી શકાતી નથી. આ પ્રથાને બાળકના મૂળભૂત અધિકારો અને શારીરિક અખંડિતતાનું ગંભીર ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે.
કાયદા અને માનવાધિકારોનો ભંગઆ અરજીએ આ પ્રથાને કાનૂની રીતે પણ ગેરકાયદે ગણાવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે POCSO (યૌન ગુનાઓથી બાળકોનું રક્ષણ) અધિનિયમ મુજબ કોઈ સગીરના જનનંગોને બિન-ચિકિત્સાકીય કારણોસર સ્પર્શ કરવો અથવા કોઈ પ્રક્રિયા કરવી કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અરજીમાં તેનો પણ ઉલ્લેખ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મહિલાઓના ખતનાને યુવતીઓ અને મહિલાઓના માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવી ચૂકી છે અને વૈશ્વિક સ્તરે તેના પ્રતિબંધની માગ કરી છે. સુપ્રીમ કોર્ટનું આ પગલું દેશમાં FGM જેવી પ્રથાઓ પર રોક લગાવવા અને મહિલાઓની શારીરિક સ્વાયત્તતાનું રક્ષણ કરવા માટે એક નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે.
દવાઓમાં મળી આવતા હાનિકારક રસાયણો અને બાળકોના મૃત્યુના તાજેતરના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ફાર્મસીઓમાંથી કફ સિરપ ખરીદી શકાશે નહીં. સરકારે આ નિર્ણય કેમ લીધો તે જાણીએ.
અસંખ્ય બાળકોના મૃત્યુ અને કફ સિરપના પ્રતિકૂળ પરિણામોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તેના મનસ્વી વેચાણને રોકવા માટે કડક પગલાં લીધાં છે. હવે, મોટાભાગના કફ સિરપ મેડિકલ સ્ટોર્સમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવામાં આવશે નહીં. તેમને દરેક પ્રિસ્ક્રિપ્શનનો રેકોર્ડ જાળવવાની જરૂર પડશે. વધુમાં, કડક કફ સિરપ ગુણવત્તા નિયંત્રણ નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.
ડ્રગ એડવાઇઝરી કમિટીની મંજૂરી બાદ નિયમો કડક બનાવવાનો નિર્ણય
સરકારની ટોચની નિયમનકારી સંસ્થા, ડ્રગ એડવાઇઝરી કમિટીએ કફ સિરપને તેના શેડ્યૂલમાંથી દૂર કરવાની મંજૂરી આપી છે જે અગાઉ તેમને લાઇસન્સિંગ અને ખાસ દેખરેખ નિયમોમાંથી મુક્તિ આપતી હતી. આનો અર્થ એ છે કે તેમને ખરીદવા માટે ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત રહેશે.
મધ્યપ્રદેશ અને વિદેશમાં અનેક મૃત્યુ બાદ ડૉક્ટરની સલાહ ફરજિયાત
એક સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે આ દરખાસ્ત એટલા માટે રજૂ કરવામાં આવી હતી કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાંથી નિકાસ કરવામાં આવતી અનેક કફ સિરપમાં ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) અને ઇથિલિન ગ્લાયકોલ (EG) જેવા ખતરનાક રસાયણો મળી આવ્યા હતા. આના કારણે ગામ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં અનેક બાળકોના મૃત્યુ થયા છે. તાજેતરમાં, મધ્યપ્રદેશમાં પણ ઘણા બાળકોના મૃત્યુ થયા છે. સમિતિના જણાવ્યા અનુસાર, સરકાર લોકોને ખાંસી અને શરદી જેવી સામાન્ય બીમારીઓ માટે પણ સ્વ-દવાને બદલે ડૉક્ટરની સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
બાળ સુરક્ષા પ્રાથમિકતા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે બાળ સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આનાથી દુરુપયોગ અને આડઅસરોને અટકાવી શકાશે. તાજેતરમાં એવું પ્રકાશમાં આવ્યું છે કે કેટલાક લોકો નશા માટે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે. દરમિયાન, ઘણા માતાપિતા ડૉક્ટરની સલાહ લીધા વિના તેમના બાળકોને સિરપ આપી રહ્યા છે.