Home Blog Page 2641

સાચી મુક્તિ

મન બે પ્રકારના હોય છે- ખુલ્લું મન અને બંધિયાર મન.જે મન એમ કહેતું હોય, “મને ખબર છે,આ આમ જ હોય” એ મન બંધિયાર હોય છે.ખુલ્લું મન એટલે જે કહેતું હોય,”અરે,શક્ય છે,કદાચ,મને ખબર નથી!”બધી સમસ્યાઓ ‘જાણું છું’ ને લીધે ઉત્પન્ન થાય છે,’નથી ખબર’ એમાંથી નહીં. સીમિત જ્ઞાન અને એની આસપાસ ઘુમવાથી મન ખૂબ રુક્ષ થઈ જાય છે.

જ્યારે પણ એવું લાગે છે કે તમે કોઈ પરિસ્થિતિને સમજ્યા છો અને તેને ‘લેબલ’ કરો છો તે તમારી સમસ્યાની શરુઆત હોય છે. તમે જે વિશે નથી જાણતા તેને લેબલ નથી કરતા. જ્યારે પણ તમને એવું લાગે છે કે તમને અન્યાય થયો છે કે તમે પીડિત છો અથવા તમને એવું લાગે છે કે તમારી સાથે કંઈ ખોટું થયું છે, આ તમામ ‘મને ખબર છે,બધું આવું છે’ ના પ્રકારમાં આવે. પીડા એ સીમિત જ્ઞાનની ઉપજ છે. પરંતુ જ્યારે આશ્ચર્ય,ધીરજ, આનંદ હોય છે ત્યારે તમે ‘મને ખબર નથી, કદાચ’ ની અવસ્થામાં હોવ છો. આખું જીવન ‘મને ખબર છે’ની સીમિતતાથી તમામ શક્યતાઓ તરફનો બદલાવ છે.

તમને એવું લાગે છે કે તમે દુનિયાને ઓળખો છો અને આ સૌથી મોટી સમસ્યા છે. આ માત્ર એક જ દુનિયા નથી,આ દુનિયામાં ઘણા સ્તર છે. જ્યારે તમે વ્યથિત હોવ છો ત્યારે કોઈક તાર ખેંચાતો હોય છે. જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે તે ઘટના એ પ્રમાણે હોવાની ઘણી શક્યતાઓ હોઈ શકે છે, માત્ર સ્થૂળ સ્તરે જ નહીં, પરંતુ સૂક્ષ્મ સ્તરે પણ અન્ય કોઈ કારણ હોઈ શકે છે. ધારો કે તમે તમારા રુમમાં પ્રવેશો છો અને જુઓ છો કે ઘરમાંથી કોઈએ એમાં ઘણું અસ્તવ્યસ્ત કરી દીધું છે. તમે ચિડાઈ જાવ છો અને તમારા ગુસ્સા માટે એ વ્યક્તિને જવાબદાર ગણો છો. પરંતુ સૂક્ષ્મ સ્તરે એના કરતાં કંઈક વધુ થઈ રહ્યું છે,બીજું જ કંઈ જવાબદાર છે ,પરંતુ તમે એ જ વ્યક્તિને અસ્તવ્યસ્ત કરવા માટે જવાબદાર સમજો છો અને ગુસ્સા માટે તેને કારણભૂત માનો છો.

સીમિત જ્ઞાનથી આવું થાય છે. એનો અનુભવ થવા છતાં તમે એનાથી આગળ કંઈ જોતા નથી. ભારતમાં એક કહેવત છે કે,” તમે જે કૂવો રાત્રે જોઈ શકતા હતા તેમાં દિવસે પડી ગયા.”રાત્રે તમે ખાડો જોયો,તમે ચેતી ગયા અને તમે તેનાથી બચીને ચાલ્યા. પરંતુ દિવસે તમે એ જ ખાડામાં પડ્યા. આનો અર્થ એ છે કે તમારી આંખો ખુલ્લી નથી હોતી,તમે જે થઈ રહ્યું છે તે જોવા અને સમજવા સંવેદનશીલ નથી.

આપણે ઘટનાઓ અને લાગણીઓને માણસો સાથે સાંકળી દઈએ છીએ તેનાથી ચક્ર ચાલ્યા કરે છે. તમે તેનાથી ક્યારેય મુક્ત નહીં થઈ શકો. માટે, એ વ્યક્તિ,જગ્યા અને સમયની સાથે સાંકળી દીધેલી ઘટના અને લાગણીને હટાવી દો. વિશ્વના ઐક્યનું જ્ઞાન મેળવો. જો તમારા હાથ પર ટાંકણી ભોંકવામાં આવે છે તો તમારા આખા શરીરને તેની ખબર પડે છે,અનુભવ થાય છે. આ જ રીતે દરેક વ્યક્તિ સમગ્ર સર્જન સાથે,બીજા બધા સાથે સંકળાયેલી છે કારણ કે અતિ સૂક્ષ્મ સ્તરે માત્ર એક જીવન છે,ભલે સ્થૂળ રીતે ઘણા છે એવું દેખાતું હોય.

તમે જેમ જેમ ઊંડા ઉતરો છો તેમ એક જ અસ્તિત્વ છે, એક જ દિવ્યતા છે. શાણો માણસ ક્યારેય કોઈને લેબલ કરતો નથી. હકીકતમાં શાણા માણસમાં બધા અલગ અલગ અસ્તિત્વ શમી જાય છે. માટે જ કોઈએ અન્યોની ભૂલ પાછળ ઈરાદો ના જોવો જોઈએ અથવા કોઈના પર ભૂલોનું દોષારોપણ કરીને તેમના પ્રત્યે દ્વેષભાવ ના રાખવો જોઈએ. આમ કરીએ તો મન રાગ અને દ્વેષ કરવાનું છોડે છે અને મુક્ત થાય છે.જ્યારે મન નિઃશેષ થઈ જાય છે ત્યારે માત્ર આત્મા રહે છે. જ્યારે તમે ચેતનાની નિશ્ચિતતા વિશે સભાન બનો છો ત્યારે દુનિયાની અનિશ્ચિતતાઓને સહેલાઈથી સ્વીકારી શકો છો. મોટે ભાગે લોકો આનાથી વિપરીત કરે છે.તેઓ જે ભરોસાપાત્ર નથી તેના પર મદાર રાખે છે અને વ્યથિત થાય છે.
દુનિયા પરિવર્તનશીલ છે અને આત્મા અપરિવર્તનશીલ. તમારે અપરિવર્તનશીલ પર આધાર રાખવો જોઈએ અને પરિવર્તનને સ્વીકારવા જોઈએ. બધું અનિશ્ચિત છે એવું જો તમે દ્રઢપણે માનો છો તો તમે મુક્ત થઈ ગયા છો. જો તમે અજ્ઞાનને લીધે આ વિશે સ્પષ્ટ નથી તો તમે ચિંતાતૂર અને તનાવગ્રસ્ત થાવ છો. અનિશ્ચિતતા વિશે સભાન રહેવાથી ચેતનાના ઉચ્ચતર સ્તર અને સ્મિત પ્રાપ્ત થાય છે.

અનિશ્ચિતતામાં રહેવું એટલે જતું કરવું. ઘણી વાર તમારી નિશ્ચિતતા કે અનિશ્ચિતતા દુનિયાની સાપેક્ષતા પર આધારિત હોય છે. સાપેક્ષતાની અનિશ્ચિતતા વિશે દ્રઢ થવાનું તમને શાશ્વતના અસ્તિત્વ વિશે દ્રઢ બનાવે છે અને તેને માટે એક શ્રધ્ધા ઉત્પન્ન કરે છે. અનિશ્ચિતતામાં ક્રિયાશીલ રહેવું એ જીવનને એક રમત બનાવે છે,પડકાર બનાવે છે. ઘણી વાર લોકો માને છે કે નિશ્ચિતતા એટલે મુક્તિ. જો તમે અનિશ્ચિતતામાં પણ એ મુક્તિ અનુભવો છો તો તે ‘સાચી’ મુક્તિ છે.

‘સંવિત્તિ’ દ્વારા કાંદિવલીમાં શનિવારે સાંજે કવિ-ગઝલકાર ‘બેફામ’ની શતાબ્દિ વંદના

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,

કે સારા હોય છે એની દશા સારી નથી હોતી…

****

બેફામ તોય કેટલું થાકી જવું પડયું,

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી…

મુંબઈઃ ઉપરોક્ત આ બે પંકિત વાંચીને આપણને કોણ યાદ આવે? યસ, આમ તો આ નામ પંક્તિમાં આવી જ ગયું છે, આ નામ છે કવિશ્રી બરકત વિરાણી ઉર્ફે બેફામ. બેફામનું આ શતાબ્દિ વરસ ચાલી રહ્યું છે, જે નિમિત્તે કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’ દ્વારા શનિવાર તા.૨૫ માર્ચે ‘કવિ બરકત વિરાણી બેફામ શતાબ્દી વંદના’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાહિત્ય, સંગીત, કળા, સંસ્કૃતિ, જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત સંવિત્તિનો આ સળંગ ૮૦મો કાર્યક્રમ છે.

આ પ્રસંગે જાણીતા કવિ અને વિવેચક રવીન્દ્ર પારેખ મુખ્ય વકતા તરીકે બેફામના જીવન અને સર્જન વિશે રસપ્રદ વાતો કરશે. રવીન્દ્ર પારેખે સાહિત્ય ક્ષેત્રે ઘણું સારું અને વૈવિધ્યસભર ખેડાણ કર્યુ છે અને સમાજને અર્પણ કર્યુ છે. જેમાં કાવ્યો ઉપરાંત નવલકથા, નવલિકાસંગ્રહ, એકાંકીસંગ્રહ, અનુવાદ, સંપાદન, બાળવાર્તાસંગ્રહ, નાટક, હાસ્યલેખ સંગ્રહ, વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ અખબારોમાં તેમની કોલમ પ્રગટ થતી રહે છે.

આ અવસરે બેફામની ગઝલોનું પઠન પ્રાધ્યાપક અને ડો. કવિત પંડ્યા કરશે, જ્યારે કે પ્રા. હાર્દિક ભટ્ટ અને ગોપી શાહ બેફામનાં ગીતો પ્રસ્તુત કરશે.

કાર્યક્રમનું સ્થળઃ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, (મોટો ઉપાશ્રય), પાંચમે માળે, (લિફ્ટ છે), પારેખ ગલીના નાકા પર, એસ.વી. રોડ, કાંદિવલી-વેસ્ટ, મુંબઈ.

સમયઃ સાંજે ૫.૩૦ થી ૭.૩૦.

સાહિત્ય પ્રેમીઓ-રસિકજનોને આ કાર્યક્રમ માણવા આવકાર છે. આ માટે કોઈ ફી કે ચાર્જ નથી.

બ્રાન્ડ-વેલ્યૂમાં રણવીરસિંહનો ઝંઝાવાતઃ કોહલીને પાછળ રાખી દીધો

મુંબઈઃ બોલીવૂડમાં ‘એનર્જી કિંગ’ની ઓળખ પામેલા અભિનેતા રણવીરસિંહે રૂપેરી પડદા ઉપર તો પોતાની આગવી છાપ ઊભી કરી જ છે, અને હવે તેણે એનાથી આગળ વધીને બ્રાન્ડ વેલ્યૂમાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ ક્ષેત્રમાં રણવીરસિંહે ભારતના વિક્રમસર્જક બેટર વિરાટ કોહલીને પણ પાછળ રાખી દીધો છે. કોહલી છેલ્લા પાંચ વર્ષથી આ યાદીમાં પહેલા નંબર પર હતો, પણ હવે રણવીર નંબર-1 થઈ ગયો છે. એણે કોહલી ઉપરાંત શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષયકુમાર, આલિયા ભટ્ટ, એમ.એસ. ધોની અને દીપિકા પદુકોણ જેવી અન્ય હસ્તીઓને પણ પાછી રાખી દીધી છે.

બીએસઈ-એસએમઈ પર 426મી કંપની સુદર્શન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ લિસ્ટ થઈ

મુંબઈ તા. 22 માર્ચ, 2023: બીએસઈ એસએમઈ પર 426મી કંપની તરીકે સુદર્શન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો પબ્લિક ઈશ્યુ 14 માર્ચ, 2023ના રોજ સંપન્ન થયો હતો. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 68,62,400 ઈક્વિટી શેર્સ બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા ઓફર કર્યા હતા, જેની પ્રાઈસ બેન્ડ રૂ.71-73 હતી.

સુદર્શન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુંબઈમાં રજિસ્ટર્ડ છે. કંપની જેનેરિક ફોર્મ્યુલેશન્સનું કોન્ટ્રાક્ટ ધોરણે ઉત્પાદન કરે છે. કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ અને ઈન્ટરમીડિયેટ્સની સપ્લાય તેમ જ આયાત અને નિકાસ કરે છે. કંપની દેશમાં અને વિદેશમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીનું આઉટસોર્સિંગ કરે છે.

રાજ્યમાં બે દિવસ વંટોળ સાથે વરસાદ વરસવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં બપોર પછી ફરી એક વાર કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ અમરેલી, કચ્છ, ભૂજ અને જૂનાગઢ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ વરસતાં લોકોના હાલ-બેહાલ થયા છે. સત્તાવાર આંકડા મુજબ એક કલાકમાં મધ્ય ક્ષેત્રમાં 21 મિમી, પૂર્વ ક્ષેત્રમાં 31 મિમી, અને પશ્ચિમ ક્ષેત્રમાં 32 મિમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેથી ખેડૂતોની ચિંતામાં વદારો થયો છે. હવામાન વિભાગ મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં વંટોળ વાવવાની શક્યતા છે. આ દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છ અને દીવના બધા જિલ્લાઓમાં હળવો અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

રાજકોટની મંડીમાં ઘઉં અને ધાણાના પાકની આવક થઈ રહી છે. બપોરે અચાનક પડેલા વરસાદથી ભારે માત્રામાં પાક પલળી ગયો હતો. હવામાન વિભાગે ખેડૂતોને ઘઉં, ધાણા અને ચણાને ના લાવવાની અપીલ કરી હતી. ખુલ્લા મેદાનમાં ટોકન આધારિત લોકોની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જસદણમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જસદણના અટકોટ, વીરનગર, પંચવાડા અને અન્ય ગામોમાં હળવો વરસાદ વરસ્યો હતો.

 

 

 

 

અમિત શાહે કશ્મીરમાં ‘મા શારદા દેવી’ મંદિરનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 22 માર્ચ, બુધવારે નવી દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કુપવાડામાં કર્ણાટકસ્થિત શ્રી શારદા પીઠં શ્રૃંગેરી મઠ દ્વારા નવનિર્મિત ‘માતા શારદા દેવી મંદિર’નું ઉદઘાટન કર્યું હતું.

અમિત શાહે એમના ટ્વિટર પેજ પર લખ્યું છેઃ આ મંદિરનું પુનર્નિર્માણ શારદા પીઠની પ્રાચીન તીર્થયાત્રાની પુનઃ શરૂઆતની દિશામાં એક કદમ છે. ભારતીય સંસ્કૃતિ આપણને સહુને સંગઠિત રાખે છે. આપણે ગમે ત્યાં રહે, ગમે તે ભાષા બોલીએ, આપણે સહુ એક જ તાંતણાથી જોડાયેલાં છીએ.

મા શારદા દેવી

ઓસ્ટ્રેલિયાએ ભારતને 270 રનનો લક્ષ્યાંક આપ્યો

ચેન્નઈઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની છેલ્લી મેચ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ 49 ઓવરમાં 269 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. આ સિવાય એલેક્સ કેરીએ 38 રન અને ટ્રેવિસ હેડે 33 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યા હતા. નાથન એલિસ અને કેમરન ગ્રીનની જગ્યાએ ડેવિડ વોર્નર અને એશ્ટન એગરનો ટીમમાં સમાવેશ થયો હતો. ટીમ ઇન્ડિયામાં કોઈ ફેરફાર નહોતો થયો. સિરીઝ હાલ 1-1થી બરાબરી પર છે. આ મેચ જીતવાવાળી ટીમ સિરીઝ પોતાને નામે કરશે,

આ પહેલાં ચેપકમાં વર્ષ 2019 પછી કી વનડે મેચ નથી થઈ. એ પહેલાં ટેસ્ટ સિરીઝ ટીમ ઇન્ડિયા 2-1થી જીતી હતી. આ પહેલાં એડમ જંમ્પા અને મિચેલ સ્ટાર્કે છેલ્લી વિકેટ માટે 21 બોલમાં 22 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ સિરાઝે સ્ટાર્કને 10 રન પર આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને ખતમ કરી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 49 ઓવરમાં 269 રનનો થયો હતો. એડમ જમ્પાએ 10 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

ટીમ ઇન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાઝ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી.

 

 

એશિયા કપ: શોએબ અખ્તરે કહ્યું- મોદી સરકાર ઈચ્છે તો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન આવી શકે છે

2023 ODI વર્લ્ડ કપ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત તેના ICC ટ્રોફીના દુષ્કાળને સમાપ્ત કરવાની આશા સાથે ટૂર્નામેન્ટની યજમાની કરવા તૈયાર છે. જો કે, બીજી ઘણી ટીમો છે જે ટાઇટલ માટે પ્રબળ દાવેદાર છે. તેમાંથી એક બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ થઈ શકે છે. જો એવું થાય તો અખ્તર ઇચ્છે છે કે પાકિસ્તાન 2011નો બદલો લે.

અખ્તરે એક સ્પોર્ટ્સ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું- આ વખતે આપણે 2011નો બદલો લેવો છે

2011 ODI વર્લ્ડ કપ પણ ભારતમાં રમાયો હતો. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો. જો કે આ પહેલા ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પાકિસ્તાનને કારમી હાર આપી હતી. આ વખતે અખ્તર ઈચ્છે છે કે બાબર જ્યાં પણ મુંબઈ કે અમદાવાદમાં ફાઈનલ યોજાય ત્યાં ભારતને હરાવીને ટ્રોફી ઉપાડે. અખ્તરે એક સ્પોર્ટ્સ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું- હું ઇચ્છું છું કે ભારત અને પાકિસ્તાનની ફાઇનલ ભલે તે મુંબઈમાં હોય કે અમદાવાદમાં. તેણે કહ્યું- આ વખતે આપણે 2011નો બદલો લેવો છે.

એશિયા કપ વિવાદ

અખ્તરને એશિયા કપ વિવાદ વિશે પણ પૂછવામાં આવ્યું હતું જેમાં બે બોર્ડ – પીસીબી અને બીસીસીઆઈ – સામસામે છે. જ્યારે BCCI એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા માટે તૈયાર નથી, ત્યારે PCB સમગ્ર ટૂર્નામેન્ટ ઘરઆંગણે યોજવા માંગે છે. અખ્તરને લાગે છે કે આ મામલો વધુ ધ્યાન આપવા લાયક નથી, કારણ કે શું થશે તે ફક્ત બંને દેશોની સરકારો જ નક્કી કરી શકે છે.

આ મામલે બીસીસીઆઈ કે પીસીબી કંઈ કરી શકે તેમ નથી

તેણે કહ્યું – આ બકવાસ વસ્તુઓ છે. આ મામલે બીસીસીઆઈ કે પીસીબી કંઈ કરી શકે તેમ નથી. BCCI ભારત સરકારને પૂછ્યા વગર કંઈ કરી શકે તેમ નથી. અમારું બોર્ડ પણ અમારી સરકારની સલાહ લીધા વિના કંઈ કરી શકતું નથી. ભારત-પાકિસ્તાન મેચની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપે છે. હું બંને પક્ષના તમામ ભૂતપૂર્વ ખેલાડીઓને વિનંતી કરું છું, કૃપા કરીને બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી બચો. તેમણે આગળ કહ્યું- જો નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર લીલી ઝંડી આપે છે, તો BCCI કોણ નક્કી કરે કે તેઓ પાકિસ્તાન જશે.

દેશભરમાં કોરોનાના કેસ વધતા PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક

દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. આ દરમિયાન દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના કેસોમાં ઉછાળા વચ્ચે પરિસ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

હાલમાં 7,026 કોરોના સંક્રમિતોની સારવાર ચાલુ

આ પહેલા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા દર્શાવે છે કે ભારતમાં 1134 નવા કોરોના કેસ નોંધાયા છે. હાલમાં 7,026 કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન પાંચ લોકોના મોત પણ થયા હતા. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એકનું મોત થયું છે. આ સિવાય કેરળમાં એક કોરોના સંક્રમિત વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં દૈનિક હકારાત્મકતા 1.09 ટકા નોંધાઈ હતી, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા 0.98 ટકા નોંધાઈ હતી.

કેરળમાં કોરોનાના કેસ વધવા લાગ્યા

કેરળમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. આ પછી રાજ્ય સરકારે બુધવારે તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે રાજ્યમાં મંગળવારે 172 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તિરુવનંતપુરમ અને એર્નાકુલમ જિલ્લામાં વધુ વાયરસના કેસ છે. રાજ્યમાં હાલમાં 1,026 સક્રિય કેસ છે, જેમાંથી 111 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાઓને પણ મોનિટરિંગ મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે.

ગયા વર્ષે 25 જાન્યુઆરીએ ચેપના કુલ કેસ ચાર કરોડને વટાવી ગયા હતા

ભારતમાં 7મી ઓગસ્ટ 2020ના રોજ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખને વટાવી ગઈ, 23મી ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5મી સપ્ટેમ્બર 2020ના રોજ તે 40 લાખને વટાવી ગઈ. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. 4 મે, 2021 ના ​​રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ, તે ત્રણ કરોડને વટાવી ગઈ હતી. ગયા વર્ષે 25 જાન્યુઆરીએ ચેપના કુલ કેસ ચાર કરોડને વટાવી ગયા હતા.

ભારતની બ્રિટન સાથે જેવા સાથે તેવાની નીતિ

નવી દિલ્હીઃ દિલ્હીમાં બ્રિટિશ એમ્બેસીની બહાર તહેનાત સુરક્ષાને ઓછી કરી દેવામાં આવી છે. બુધવારે બે રાજાજી માર્ગ સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની બહારથી બેરિકેડ્સ દૂર કરી દેવામાં આવ્યા છે. બ્રિટિશ હાઇ કમિશન અને બ્રિટિશ કમિશનરની સામે બેરિકેડ્સ- સિમેન્ટ બ્લોક લગાવવામાં આવ્યા હતા, જેને દૂર કરી દેવામાં આવ્યા . આ પગલાને બ્રિટનમાં ભારતીય હાઇ કમિશનરમાં સુરક્ષાના ઘટાડાના રૂપે જોવામાં આવે છે. લંડનમાં ભારતીય કમિશનરના પ્રાંગણની બહાર કોઈ સ્પષ્ટ સુરક્ષા નથી. રવિવારે અહીં ખાલિસ્તાની સમર્થક સૂત્રોચ્ચાર કરવાવાળા લોકોના એક ગ્રુપે ભારતીય દૂતાવાસમાં તોડફોડ કરી હતી.

એને લઈને ભારત સરકારે બ્રિટિશ હાઇ કમિશનરના વરિષ્ઠ અધિકારીને બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે ભારતી હાઈ કમિશનરની બહાર સુરક્ષાની કમીને લઈને બ્રિટિશ અધિકારી પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું અને પૂછ્યું હતું કે આવાં તત્ત્વોને ઓફિસમાં કેવી રીતે પ્રવેશ કર્યો.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેમને (ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટિના સ્કોટ)ને વિયેના કન્વેશનના હેઠળ યુકે સરકારને પાયાની જવાબદારીના સંબંધો યાદ કરાવવામાં આવ્યા.દિલ્હી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ વડા મથકના નિર્દેશ પછી ચાણક્યપુરીમાં બ્રિટિશ હાઇ કમિશન અને બ્રિટિશ કમિશનરના નિવાસસ્થાનની બહાર આશરે 12 બેરિકેડ દૂર કરી દેવામાં આવ્યા છે.

ડિસેમ્બર 2013માં દિલ્હીમાં અમેરિકી દૂતાવાસની સાથે પણ એવું થયું હતું. ભારતીય એમ્બેસેડર દેવયાની ખોબરાગડેને ભારતીય ઘરેલુ કામદારના કથિત શોષણથી સંબંધિત વિસા છેતરપિંડીના આરોપના મામલે ન્યુ યોર્કમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ કર્યા પછી ભારત સરકારે દિલ્હીમાં અમેરિકી એમ્બેસીની બહાર સુરક્ષા ઘટાડવામાં આવી હતી.