ચારૂસેટ કેમ્પસનો 26મો સ્થાપના દિન ઉજવાયો

ચાંગા: શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચારુસેટ કેમ્પસનો 26મો સ્થાપના દિન 28 જાન્યુઆરીએ ઉજવવામાં આવ્યો. સમારંભના મુખ્ય અતિથિ પદે સ્પેસ સાયન્ટિસ્ટ તેમજ સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC/ISRO), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અમદાવાદના ડિરેક્ટર નિલેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમના કાર્યમાં માઇક્રોવેવ રડાર સિસ્ટમ, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ, ચંદ્રયાન-3 જેવા મૂન રિસર્ચ મિશનમાં યોગદાનનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યાર બાદ ચારૂસેટ કેમ્પસની 26 વર્ષની સફરનું વિડીયો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કર્યું.આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, CHRFના પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, ચીફ પેટ્રન અને દાતા દેવાંગભાઈ પટેલ ઈપ્કોવાળા, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ સી. એ. પટેલ, વાઈસ પ્રેસિડન્ટ અશોક પટેલભાઈ, જોઈન્ટ સેક્રેટરી મઘુબેન પટેલ, જોઈન્ટ સેક્રેટરી ધીરુભાઈ પટેલ, ટ્રેઝરર ગીરીશભાઈ સી. પટેલ, ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળના પદાધિકારીઓ, હોદ્દેદારો, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે વિવિધ ફેકલ્ટિને વિવિધ કેટેગરીના એવોર્ડ્સ અંતર્ગત ચારૂસેટ રિસર્ચ એપ્રિશિએશન એવોર્ડસ, રિસર્ચ પ્રોજેક્ટ એવોર્ડસ, રિસર્ચ એચીવમેન્ટ એવોર્ડ્સ ટુ ધ ટોપ 2% સાયન્ટિસ્ટસ, ચારુસેટમાં 20 થી 25 વર્ષનું યોગદાન આપનાર ચારુસેટ પરિવારના સભ્યોને એન્ડ્યુરિંગ કમિટમેન્ટ એવોર્ડસ, એક્સેમ્પ્લરી ડેડીકેશન એમ્પ્લોય એવોર્ડ્સ, ઇનોવેટીવ ઇન્સ્ટીટયુટ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. એકેડેમિક અને એડમીનીસ્ટ્રેટીવમાં માતબર પ્રદાન બદલ તેમજ ગુજરાતમાં ડિજિટલ પેપરલેસ પરીક્ષા સિસ્ટમની પહેલ કરનાર પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલને એન્ડ્યુરિંગ કમિટમેન્ટ એવોર્ડ-વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.મુખ્ય અતિથિ નિલેશ દેસાઈએ 26 વર્ષની સિદ્ધિ બદલ ચારૂસેટને અને રિસર્ચ ફેકલ્ટિને એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા. કહ્યું કે ચારુસેટના રિસર્ચ એક્ટિવિટી ચાલે છે અને સ્પોન્સર્ડ એક્ટિવિટી-સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે છે તે આવકારદાયક છે. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે. પરંતુ ટેક્નોલોજી ઉપરાંત શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રિત અને શિક્ષક કેન્દ્રિત હોવું જોઈએ. આ માટે ફરીથી ગુરુ શિષ્યની પરંપરા તરફ આગળ વધવું જોઈએ જેમાં રિસર્ચ અને ઇનોવેશન ઉપયોગી બનશે. સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજીને પ્રમોટ કરવામાં વિદ્યાર્થીઓએ આજના જમાનામાં સ્કીલ ડેવલપમેન્ટ પેદા કરવી જરૂરી છે અને ગુજરાત સેમી કંડકટર હબ બનવા જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ લાભદાયી થશે. તેમણે સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજીને લગતા વિદ્યાર્થીઓ પાસે ઉજ્જવળ વિચારો હોય તો રજૂ કરવા અનુરોધ કર્યો હતો.

સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચારુસેટ કેમ્પસની સ્થાપનાના 26 વર્ષના પાયામાં સુત્રધારો છોટાકાકા, ડો. કે. સી. કાકા, હોદ્દેદારો, દેશ-વિદેશના દાતાઓનો સાથ-સહકાર અને અમૂલ્ય પ્રદાન છે. સ્થાપના દિન નિમિતે રિસર્ચ ફેકલ્ટી અને સ્ટાફને એવોર્ડ આપવાની પરંપરા છે ત્યારે અન્યોને પણ પ્રેરણા મળે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે એવોર્ડ વિજેતા સંશોધકોને અભિનંદન આપ્યા હતા અને હજુ ઘણું કરવાનું બાકી છે ત્યારે સૌને શ્રેષ્ઠ યોગદાન આપી ચારૂસેટને સફળતાના શિખરે લઈ જવા અપીલ કરી હતી. આભારવિધિ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના ડીન ડો. અનિલ શર્માએ કરી હતી. સમારંભનું સફળ આયોજન પ્રોગ્રામ કન્વીનર ડો. અનિલ શર્મા, કો-કન્વીનર અને RPCPના પ્રિન્સીપાલ ડો. મનન રાવલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.