બ્રાન્ડ-વેલ્યૂમાં રણવીરસિંહનો ઝંઝાવાતઃ કોહલીને પાછળ રાખી દીધો

મુંબઈઃ બોલીવૂડમાં ‘એનર્જી કિંગ’ની ઓળખ પામેલા અભિનેતા રણવીરસિંહે રૂપેરી પડદા ઉપર તો પોતાની આગવી છાપ ઊભી કરી જ છે, અને હવે તેણે એનાથી આગળ વધીને બ્રાન્ડ વેલ્યૂમાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ ક્ષેત્રમાં રણવીરસિંહે ભારતના વિક્રમસર્જક બેટર વિરાટ કોહલીને પણ પાછળ રાખી દીધો છે. કોહલી છેલ્લા પાંચ વર્ષથી આ યાદીમાં પહેલા નંબર પર હતો, પણ હવે રણવીર નંબર-1 થઈ ગયો છે. એણે કોહલી ઉપરાંત શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષયકુમાર, આલિયા ભટ્ટ, એમ.એસ. ધોની અને દીપિકા પદુકોણ જેવી અન્ય હસ્તીઓને પણ પાછી રાખી દીધી છે.