Home Blog Page 2640

બે શરાબી વિમાનપ્રવાસીની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

મુંબઈઃ ઈન્ડિગો એરલાઈનની દુબઈ-મુંબઈ ફ્લાઈટમાં દારૂ પીને ગેરવર્તન કરનાર બે પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. એ બંને પ્રવાસીએ શરાબ પીધા બાદ ક્રૂ સભ્યો અને સહ-પ્રવાસીઓને ગાળો દઈને ગેરવર્તન કર્યું હતું. ફ્લાઈટ મુંબઈ આવી પહોંચ્યા બાદ એ બંને જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એ બંનેને સ્થાનિક કોર્ટમાં ઊભા કર્યા હતા. કોર્ટે એમને જામીન પર છોડ્યા છે.

એક પ્રવાસી મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના નાલાસોપારા ઉપનગરનો વતની છે જ્યારે બીજો મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરનો છે. તેઓ અખાતના દેશોમાં એક વર્ષ સુધી કામ કર્યા બાદ ભારત પાછા ફર્યા છે. એની ખુશીમાં એમણે એક ડ્યૂટી-ફ્રી શોપમાંથી ખરીદેલો શરાબ પીધો હતો. જ્યારે સહ-પ્રવાસીઓએ વાંધો ઉઠાવ્યો ત્યારે એ બંનેએ હંગામો મચાવી દીધો હતો. સહ-પ્રવાસીઓ સાથે ઝઘડો કર્યો હતો. ક્રૂ સભ્યો વચમાં પડ્યા તો એમને પણ ગાળો દીધી હતી. બેમાંના એક આરોપીએ વિમાનના આઈલ પર ચાલતા ચાલતા દારૂ પીધે રાખ્યો હતો. ક્રૂ સભ્યોએ એમની બોટલો જપ્ત કરી હતી.

આ બંને જણ સામે ભારતીય પીનલ કોડની કલમ 336 (અન્ય લોકોના જાન અને સલામતીને જોખમમાં મૂકવા) તેમજ એરક્રાફ્ટ રુલ્સની 21,22 અને 25મી કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ફ્લાઈટ સફરમાં હોય ત્યારે દારૂ ઢીંચીને બેકાબૂ બની ગેરવર્તન કરવાનો આ વર્ષમાં આ સાતમો કિસ્સો છે.

વર્લ્ડ બેન્કના નવા પ્રેસિડેન્ટ અજય બંગા પીએમ મોદીને મળશે

નવી દિલ્હીઃ વિશ્વ બેન્કનું નેતૃત્ત્વ કરવા માટે અમેરિકાએ જાહેર કરેલા ઉમેદવાર અજય બંગા હાલ માતૃભૂમિના પ્રવાસે આવ્યા છે. માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ અને ભારતીય મૂળના બંગા પોતાને માટે સમર્થન મેળવવા તેમજ દાતા તથા ધિરાણ લેનાર દેશો સાથે આર્થિક વિકાસ અને પર્યાવરણને લગતી જરૂરિયાતોના મુદ્દાઓ  પર ચર્ચા કરવા ત્રણ-અઠવાડિયાના વિશ્વ પ્રવાસે નીકળ્યા છે. 23 અને 24 માર્ચે તેઓ નવી દિલ્હીમાં રહેશે.

બે દિવસના ભારત-રોકાણ દરમિયાન બંગા નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. તે ઉપરાંત કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર સાથે પણ મુલાકાત કરશે.

સુવિચાર – ૨૩ માર્ચ, ૨૦૨૩

સુવિચાર – ૨૩ માર્ચ, ૨૦૨૩

૨૩ માર્ચ, ૨૦૨૩

૨૩ માર્ચ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 23/03/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

બિલકિસ બાનોની કેસમાં સુપ્રીમ કોર્ટ વિશેષ બેંચની રચના કરશે

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે બુધવારે જણાવ્યું હતું કે તેઓ બિલકિસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં 11 દોષિતોની અકાળે મુક્તિને પડકારતી અરજીઓની બેચની સુનાવણી માટે એક વિશેષ બેંચની રચના કરશે. બિલકિસ બાનો તરફથી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ ઉલ્લેખિત કલાકો દરમિયાન મામલો ઉઠાવ્યા પછી CJI ચંદ્રચુડે આ વાત કરી હતી. ગુપ્તાએ જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની બનેલી બેંચને પણ જણાવ્યું હતું કે આ મામલો હાલમાં જસ્ટિસ અજય રસ્તોગી સમક્ષ લિસ્ટ કરવામાં આવ્યો હતો જેઓ જસ્ટિસ બેલા એમ ત્રિવેદી સાથે બેઠેલા હતા, જેઓ આ સુનાવણીમાંથી ખસી ગયા હતા. તેણીએ અદાલતને તેની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરવા વિનંતી કરી હતી. આ વાતની નોંધ લેતા, CJI ચંદ્રચુડ વિનંતી સાથે સંમત થયા અને કહ્યું કે તેઓ તેને વહેલી તકે સુનાવણી માટે સૂચિબદ્ધ કરશે. ન્યાયાધીશ ત્રિવેદીના આ કેસમાંથી ખસી જવાનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે તેઓ 2004 થી 2006 સુધી ગુજરાત સરકારના કાયદા સચિવ હતા.

ગુજરાતના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રમખાણો દરમિયાન 3 માર્ચ, 2002ના રોજ ટોળા દ્વારા માર્યા ગયેલા 14 લોકોમાં બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી પણ હતી. ગયા વર્ષે 15 ઓગસ્ટે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. બિલ્કિસે પોતાની અરજીમાં કહ્યું હતું કે, દોષિતોની સામૂહિક અકાળે મુક્તિ એ સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. તેણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે અગાઉ ભૂતકાળમાં કહ્યું હતું કે સામૂહિક માફીની મંજૂરી આપી શકાતી નથી અને રાહત લંબાવતા પહેલા દરેક દોષિતના કેસની અલગથી તપાસ કરવી પડશે. બિલકિસે જે સહન કર્યું તે આ દેશે અત્યાર સુધી જોયેલા સૌથી ભયાનક ગુનાઓમાંનો એક ગણાવ્યો અને ઉમેર્યું કે દોષિતોની અકાળે મુક્તિ માત્ર તેણી માટે જ નહીં, પરંતુ તેની પુખ્ત પુત્રીઓ, પરિવાર અને મોટા પ્રમાણમાં સમાજ માટે આઘાતજનક છે. 13 ડિસેમ્બર, 2022 ના રોજ, સર્વોચ્ચ અદાલતે તેના મે 2022 ના આદેશની સમીક્ષાની માંગ કરતી બિલ્કીસની અરજીને ફગાવી દીધી હતી

બાગેશ્વર ધામ પર ફિલ્મ બનશે

આજના સમયમાં બાગેશ્વર ધામ એક એવું નામ છે જે દેશ જ નહીં પરંતુ હવે દુનિયા પણ જાણી ચુકી છે. બાગેશ્વર સરકારને કોઈ પરિચયની જરૂર નથી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ હાલ દેશ અને દુનિયામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે બાગેશ્વર ધામ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે. તાજેતરમાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી છે કે તેઓ હવે બાગેશ્વર ધામ સરકાર પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે કહ્યું હતુ કે તેઓ આ ફિલ્મ દ્વારા દેશમાં ધાર્મિક મહત્વ, સામાજિક કાર્ય અને માનવતાવાદ ફેલાવવા માંગે છે. અભય પ્રતાપ પોતે જ આ ફિલ્મના નિર્દેશક અને લેખક હશે.આ ફિલ્મનું નિર્માણ એપીએસ પિક્ચર્સ દ્વારા કરવામાં આવશે

આવતા મહિને શરુ થશે શૂટિંગ

ફિલ્મના ટાઇટલની વાત કરીએ તો ફિલ્મનું ટાઇટલ બાગેશ્વર ધામ જ પસંદ કરવામાં આવ્યું છે. ટાઈટલની નોંધણી પણ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે.ફિલ્મની રીલીઝ અંગે વાત કરતા અભય પ્રતાપ સિંહે કહ્યું હતુ કે આ વર્ષે દશેરા પર ફિલ્મને દેશભરના સિનેમાઘરોમાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજીના પેપરમાં છબરડો

ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજીનું પેપર લેવાયુ હતું. ધોરણ 12માં અંગ્રેજીના પપેરમાં 6 માર્કસના એપ્લિકેશનના વિકલ્પનો છેદ ઉડાડી દેવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. અંગ્રેજીના પેપરમાં સામાન્ય પ્રવાહમાં સામાન્ય રીતે એપ્લિકેશન જેવા મુદ્દા ઉપર વિદ્યાર્થીઓનું ખૂબ જ ફોકસ હોય છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે એપ્લિકેશન એ છ માર્કનો ઘણો જ મહત્વનો મુદ્દો હોવા છતાં પેપરમાં નહીં પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે

વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો

અંગ્રેજી જેવા વિષયમાં આ પ્રકારે બ્લુપ્રિન્ટને નહીં અનુસરીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. તેમ અંગ્રેજી વિષયના શિક્ષકોએ જણાવ્યું હતું . વિદ્યાર્થીઓ વતી પોતાનો પક્ષ મૂકીને શિક્ષણ બોર્ડને આવી ગંભીર ભૂલો માટે જાણ કરીને આવા મહત્વના પ્રશ્ન માટે વિદ્યાર્થીને છ માર્ક આપવા જોઈએ અથવા બોર્ડ દ્વારા વારંવાર આવી ભૂલો ન થાય તે માટે યોગ્ય અને જવાબદાર શિક્ષકો પાસે પેપર કઢાવવા જોઈએ. તેમ જણાવ્યું હતું

અંગ્રેજીનાં પેપરમાં વિભાગ (A)ના પ્રશ્નો સરળ

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર , અંગ્રેજીનાં પેપરમા કુલ નોંધાયેલા 22239 વિદ્યાર્થીઓમાંથી 21864 છાત્રએ પરીક્ષા આપી હતી . જ્યારે 378 વિદ્યાર્થીએ પરીક્ષા આપી ન હતી. આજે એક પણ કોપીકેસ નોંધાયો ન હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજીના દ્વિતીય ભાષાના પેપર અંગે શિક્ષકોએ કહ્યું કે , અંગ્રેજીનાં પેપરમાં વિભાગ (A)ના પ્રશ્નો સરળ હતા

 

એપ્લિકેશન ન પૂછવાથી ગ્રેસિંગ માર્ક આપવા પડે એવું લાગી રહ્યું છે

વિભાગ (B)માં ફકરા પરથી પ્રશ્નોના જવાબ સરળ હતા. ટૂંકનોંધ પાઠ્યપુસ્તક આધારિત હતી. વિભાગ (C)માં સંક્ષેપીકરણ સરળ રહ્યું હતું. વિભાગ (D)માં ભૂલ સુધારો પ્રશ્ન થોડો વિચાર માંગી લે તેવો હતો. વિભાગ (E)માં અંધશ્રદ્ધા, જંગલોનું મહત્વ તેમજ ઘોંઘાટનું પ્રદૂષણ જેવા નિબંધ પૂછાયા હતા. વિભાગ (E)માં પ્રશ્ન નંબર [61]માં અરજી લેખન પૂછાયું ન હતું, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ હતી. પેપરમાં એપ્લિકેશન ન પૂછાવી એ છબરડો ગણાવી શકાય. એપ્લિકેશન ન પૂછવાથી ગ્રેસિંગ માર્ક આપવા પડે એવું લાગી રહ્યું છે

રાજ્યમાં આજે કોરોનાના 247 કેસ નોંધાયા, 1નું મોત

કોરોના વાયરસ ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ વધતા આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. ગુજરાતમાં આજે કોરોનાનો બ્લાસ્ટ થયો છે. રાજ્યમાં આજે કોરોનાના 247 કેસ નોંધાયા હતા. જેના પગલે લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે. સાથે સાથે તંત્રમાં ચીંતા પ્રવર્તી છે. મહેસાણામાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

  • અમદાવાદમાં 124 કેસ
  • અમરેલીમાં 19 કેસ
  • મોરબીમાં 17 કેસ
  • સુરત કોર્પોરેશનમાં 17 કેસ
  • રાજકોટ કોર્પોરેશનમાં 16 કેસ
  • મહેસાણામાં 12 કેસ
  • વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ
  • રાજકોટમાં 8 કેસ
  • સુરતમાં 6 કેસ
  • ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ
  • જામનગર કોર્પોરેશનમાં 3 કેસ
  • આણંદમાં 2 કેસ
  • સાબરકાંઠામાં 2 કેસ
  • ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ
  • દેવભૂમિ દ્વારકામાં 1 કેસ
  • ગાંધીનગરમાં 1 કેસ
  • જામનગરમાં 1 કેસ
  • ખેડામાં 1 કેસ
  • નવસારીમાં 1 કેસ
  • પંચમહાલમાં 1 કેસ
  • પાટણમાં 1 કેસ
  • પોરબંદરમાં 1 કેસ

એક્ટિવ કેસની સંખ્યા કેટલી ?

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,67,144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11,049 લોકોના કોરોનાથી મોત થયા છે.

દેશમાં કોરોનાના 1,134 નોંધાયા

ભારતમાં એક દિવસમાં કોરોનાવાયરસ ચેપના 1,134 નવા કેસ આવ્યા પછી, દેશમાં અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે. નવીનતમ માહિતી અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 1.09 ટકા છે અને સાપ્તાહિક દર 0.98 ટકા છે.