ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજીના પેપરમાં છબરડો

ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજીનું પેપર લેવાયુ હતું. ધોરણ 12માં અંગ્રેજીના પપેરમાં 6 માર્કસના એપ્લિકેશનના વિકલ્પનો છેદ ઉડાડી દેવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. અંગ્રેજીના પેપરમાં સામાન્ય પ્રવાહમાં સામાન્ય રીતે એપ્લિકેશન જેવા મુદ્દા ઉપર વિદ્યાર્થીઓનું ખૂબ જ ફોકસ હોય છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે એપ્લિકેશન એ છ માર્કનો ઘણો જ મહત્વનો મુદ્દો હોવા છતાં પેપરમાં નહીં પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે

વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો

અંગ્રેજી જેવા વિષયમાં આ પ્રકારે બ્લુપ્રિન્ટને નહીં અનુસરીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. તેમ અંગ્રેજી વિષયના શિક્ષકોએ જણાવ્યું હતું . વિદ્યાર્થીઓ વતી પોતાનો પક્ષ મૂકીને શિક્ષણ બોર્ડને આવી ગંભીર ભૂલો માટે જાણ કરીને આવા મહત્વના પ્રશ્ન માટે વિદ્યાર્થીને છ માર્ક આપવા જોઈએ અથવા બોર્ડ દ્વારા વારંવાર આવી ભૂલો ન થાય તે માટે યોગ્ય અને જવાબદાર શિક્ષકો પાસે પેપર કઢાવવા જોઈએ. તેમ જણાવ્યું હતું

અંગ્રેજીનાં પેપરમાં વિભાગ (A)ના પ્રશ્નો સરળ

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર , અંગ્રેજીનાં પેપરમા કુલ નોંધાયેલા 22239 વિદ્યાર્થીઓમાંથી 21864 છાત્રએ પરીક્ષા આપી હતી . જ્યારે 378 વિદ્યાર્થીએ પરીક્ષા આપી ન હતી. આજે એક પણ કોપીકેસ નોંધાયો ન હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજીના દ્વિતીય ભાષાના પેપર અંગે શિક્ષકોએ કહ્યું કે , અંગ્રેજીનાં પેપરમાં વિભાગ (A)ના પ્રશ્નો સરળ હતા

 

એપ્લિકેશન ન પૂછવાથી ગ્રેસિંગ માર્ક આપવા પડે એવું લાગી રહ્યું છે

વિભાગ (B)માં ફકરા પરથી પ્રશ્નોના જવાબ સરળ હતા. ટૂંકનોંધ પાઠ્યપુસ્તક આધારિત હતી. વિભાગ (C)માં સંક્ષેપીકરણ સરળ રહ્યું હતું. વિભાગ (D)માં ભૂલ સુધારો પ્રશ્ન થોડો વિચાર માંગી લે તેવો હતો. વિભાગ (E)માં અંધશ્રદ્ધા, જંગલોનું મહત્વ તેમજ ઘોંઘાટનું પ્રદૂષણ જેવા નિબંધ પૂછાયા હતા. વિભાગ (E)માં પ્રશ્ન નંબર [61]માં અરજી લેખન પૂછાયું ન હતું, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ હતી. પેપરમાં એપ્લિકેશન ન પૂછાવી એ છબરડો ગણાવી શકાય. એપ્લિકેશન ન પૂછવાથી ગ્રેસિંગ માર્ક આપવા પડે એવું લાગી રહ્યું છે