રાજ્યમાં આજે કોરોનાના 247 કેસ નોંધાયા, 1નું મોત

કોરોના વાયરસ ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ વધતા આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. ગુજરાતમાં આજે કોરોનાનો બ્લાસ્ટ થયો છે. રાજ્યમાં આજે કોરોનાના 247 કેસ નોંધાયા હતા. જેના પગલે લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે. સાથે સાથે તંત્રમાં ચીંતા પ્રવર્તી છે. મહેસાણામાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

 • અમદાવાદમાં 124 કેસ
 • અમરેલીમાં 19 કેસ
 • મોરબીમાં 17 કેસ
 • સુરત કોર્પોરેશનમાં 17 કેસ
 • રાજકોટ કોર્પોરેશનમાં 16 કેસ
 • મહેસાણામાં 12 કેસ
 • વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ
 • રાજકોટમાં 8 કેસ
 • સુરતમાં 6 કેસ
 • ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ
 • જામનગર કોર્પોરેશનમાં 3 કેસ
 • આણંદમાં 2 કેસ
 • સાબરકાંઠામાં 2 કેસ
 • ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ
 • દેવભૂમિ દ્વારકામાં 1 કેસ
 • ગાંધીનગરમાં 1 કેસ
 • જામનગરમાં 1 કેસ
 • ખેડામાં 1 કેસ
 • નવસારીમાં 1 કેસ
 • પંચમહાલમાં 1 કેસ
 • પાટણમાં 1 કેસ
 • પોરબંદરમાં 1 કેસ

એક્ટિવ કેસની સંખ્યા કેટલી ?

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,67,144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11,049 લોકોના કોરોનાથી મોત થયા છે.

દેશમાં કોરોનાના 1,134 નોંધાયા

ભારતમાં એક દિવસમાં કોરોનાવાયરસ ચેપના 1,134 નવા કેસ આવ્યા પછી, દેશમાં અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે. નવીનતમ માહિતી અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 1.09 ટકા છે અને સાપ્તાહિક દર 0.98 ટકા છે.