બાગેશ્વર ધામ પર ફિલ્મ બનશે

આજના સમયમાં બાગેશ્વર ધામ એક એવું નામ છે જે દેશ જ નહીં પરંતુ હવે દુનિયા પણ જાણી ચુકી છે. બાગેશ્વર સરકારને કોઈ પરિચયની જરૂર નથી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ હાલ દેશ અને દુનિયામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે બાગેશ્વર ધામ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે. તાજેતરમાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી છે કે તેઓ હવે બાગેશ્વર ધામ સરકાર પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે કહ્યું હતુ કે તેઓ આ ફિલ્મ દ્વારા દેશમાં ધાર્મિક મહત્વ, સામાજિક કાર્ય અને માનવતાવાદ ફેલાવવા માંગે છે. અભય પ્રતાપ પોતે જ આ ફિલ્મના નિર્દેશક અને લેખક હશે.આ ફિલ્મનું નિર્માણ એપીએસ પિક્ચર્સ દ્વારા કરવામાં આવશે

આવતા મહિને શરુ થશે શૂટિંગ

ફિલ્મના ટાઇટલની વાત કરીએ તો ફિલ્મનું ટાઇટલ બાગેશ્વર ધામ જ પસંદ કરવામાં આવ્યું છે. ટાઈટલની નોંધણી પણ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે.ફિલ્મની રીલીઝ અંગે વાત કરતા અભય પ્રતાપ સિંહે કહ્યું હતુ કે આ વર્ષે દશેરા પર ફિલ્મને દેશભરના સિનેમાઘરોમાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.