વર્લ્ડ બેન્કના નવા પ્રેસિડેન્ટ અજય બંગા પીએમ મોદીને મળશે

નવી દિલ્હીઃ વિશ્વ બેન્કનું નેતૃત્ત્વ કરવા માટે અમેરિકાએ જાહેર કરેલા ઉમેદવાર અજય બંગા હાલ માતૃભૂમિના પ્રવાસે આવ્યા છે. માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ અને ભારતીય મૂળના બંગા પોતાને માટે સમર્થન મેળવવા તેમજ દાતા તથા ધિરાણ લેનાર દેશો સાથે આર્થિક વિકાસ અને પર્યાવરણને લગતી જરૂરિયાતોના મુદ્દાઓ  પર ચર્ચા કરવા ત્રણ-અઠવાડિયાના વિશ્વ પ્રવાસે નીકળ્યા છે. 23 અને 24 માર્ચે તેઓ નવી દિલ્હીમાં રહેશે.

બે દિવસના ભારત-રોકાણ દરમિયાન બંગા નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. તે ઉપરાંત કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર સાથે પણ મુલાકાત કરશે.