કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ, PM મોદીએ યોજી સમીક્ષા બેઠક

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. આને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન કોરોના અને HN2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા કેસો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ સાવધાની, તકેદારી રાખવાની સલાહ આપી હતી

પીએમઓના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદીએ લેબોરેટરી સર્વેલન્સ વધારવા, ગંભીર તીવ્ર શ્વસન ચેપ (એસએઆરઆઈ) ના તમામ કેસોનું પરીક્ષણ કરવા અને જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવા હાકલ કરી હતી. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, આઈસીએમઆરના રાજીવ બહેલ, નીતિ આયોગના વીકે પોલ અને અન્યો હાજર હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના 1134 નવા કેસ નોંધાયા છે. આ પછી, સક્રિય દર્દીઓ (ઉપચાર હેઠળ દર્દીઓ)ની સંખ્યા વધીને 7026 થઈ ગઈ છે. સવારે આઠ વાગ્યે જારી કરાયેલા આંકડા મુજબ, ચેપને કારણે પાંચ લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે. એક દિવસ પહેલા મંગળવારે કોરોના વાયરસના ચેપના 699 નવા કેસ સામે આવ્યા હતા.