ઓસ્ટ્રેલિયાએ ભારતને 270 રનનો લક્ષ્યાંક આપ્યો

ચેન્નઈઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની છેલ્લી મેચ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ 49 ઓવરમાં 269 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. આ સિવાય એલેક્સ કેરીએ 38 રન અને ટ્રેવિસ હેડે 33 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યા હતા. નાથન એલિસ અને કેમરન ગ્રીનની જગ્યાએ ડેવિડ વોર્નર અને એશ્ટન એગરનો ટીમમાં સમાવેશ થયો હતો. ટીમ ઇન્ડિયામાં કોઈ ફેરફાર નહોતો થયો. સિરીઝ હાલ 1-1થી બરાબરી પર છે. આ મેચ જીતવાવાળી ટીમ સિરીઝ પોતાને નામે કરશે,

આ પહેલાં ચેપકમાં વર્ષ 2019 પછી કી વનડે મેચ નથી થઈ. એ પહેલાં ટેસ્ટ સિરીઝ ટીમ ઇન્ડિયા 2-1થી જીતી હતી. આ પહેલાં એડમ જંમ્પા અને મિચેલ સ્ટાર્કે છેલ્લી વિકેટ માટે 21 બોલમાં 22 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ સિરાઝે સ્ટાર્કને 10 રન પર આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને ખતમ કરી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 49 ઓવરમાં 269 રનનો થયો હતો. એડમ જમ્પાએ 10 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

ટીમ ઇન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાઝ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી.