બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગણેશ ચતુર્થીના અવસર પર ગણપતિ બાપ્પાને બિરાજમાન કર્યા અને સમગ્ર પરિવાર સાથે પૂજા આરતી કરી હતી.
સલમાન ખાને તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના ઘરેથી એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન પોતાના આખા પરિવાર સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવતો જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ વીડિયો શેર કરીને પોતાના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. દર વખતની જેમ આ વખતે પણ સલમાન ખાન ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્પાને ઘરે લાવ્યા હતા. આ વીડિયોમાં સલમાન ખાન બાપ્પાની આરતી કરતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ગણપતિની આરતી સંભળાય છે. સલમાન ઉપરાંત, સોહેલ, અરબાઝ અને સલીમ ખાને પણ બાપ્પાની આરતી કરી હતી.
સલમાન ખાન છેલ્લે ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સલમાન સાથે રશ્મિકા મંદાનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે સલમાન તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાનની આ ફિલ્મ ગલવાનના યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં સલમાન ખાન કર્નલ સંતોષ બાબુની ભૂમિકા ભજવતા જોવા મળશે. જેમને મરણોત્તર ભારતના બીજા સર્વોચ્ચ યુદ્ધ સમયના બહાદુરી પુરસ્કાર મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
