રાજ્ય પર વાવાઝોડાનું સંકટ!

હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ચોમાસુ વહેલુ બેસી જવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  ત્યારે એક અનુમાન પ્રમાણે અસબ સાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની સંભાવનાઓ સેવાય રહી છે.

રાજ્યમાં 19થી 30 જૂન સુધીમાં ચોમાસુ બેસી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હાલ હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. જોકે આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાય રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એ વચ્ચે એક અનુમાન પ્રમાણે રાજ્યમાં બે વાવાઝોડા ટકરાવાની સંભાવના સેવાય રહી છે. GFS મોડલ પ્રમાણે, બંગાળની ખાડીમાં 24-25 મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઇ રહ્યુ છે જ્યારે અરબ સાગરમાં 10મી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઇ શકે છે.

25 મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે. ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઇ શકે છે. જ્યારે 10મી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે. સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે. આ પહેલા પણ આપણે અનેક અરબ સાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઇ છે. બીપોરજોયે ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી.