નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લાં 11 વર્ષોમાં ભારતીય અર્થતંત્ર અને બજારોમાં જબરદસ્ત તેજી થઈ છે. 2014થી 2025 દરમિયાન નિફ્ટી 240 ટકા અને સેન્સેક્સ 231 ટકા સુધી વધ્યા છે. ભારતની GDP બમણાથી પણ વધુ વધી 4.19 ટ્રિલિયન ડોલર થઈ છે અને હવે તે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. આ સાથે વિદેશી રોકાણ, કેપેક્સ, હાઈવે અને એરપોર્ટના મામલામાં પણ દેશમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે.
શેર બજાર નિફ્ટીમાં અત્યાર સુધી 240 ટકાનો વધારો.
સેન્સેક્સમાં 2014થી અત્યાર સુધી 231 ટકા ઊછળ્યો
અર્થતંત્ર (GDP)
2014: $ 2.04 ટ્રિલિયન
2025: $ 4.19 ટ્રિલિયન
રેન્કિંગ: 2014માં 10મું સ્થાન, જ્યારે 2025માં ચોથું સ્થાન
વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves)
2014: $ 313 અબજ
2025: $ 660 અબજ
FDI Inflows (વિદેશી રોકાણ)2014: $ 36 અબજ
2025: $ 71 અબજ
કેપેક્સ (સરકારી મૂડીગત ખર્ચ)
2014: રૂ. 2 લાખ કરોડ
2025: રૂ. 11.21 લાખ કરોડ
ડિફેન્સ બજેટ
2014: રૂ. 2.5 લાખ કરોડ
2025: રૂ. 6.81 લાખ કરોડ
રિન્યુએબલ ક્ષમતા
2014: 34 GW
2025: 195 GW
હાઈવે નિર્માણ
2014: 12 કિમી/ પ્રતિ દિન
2025: 33–35 કિમી/ પ્રતિ દિન
ગરીબ અને મહિલા કલ્યાણ81 કરોડ લોકોને મફત રેશન મળ્યું.
12 કરોડ સ્વચ્છ ભારત ટોઇલેટ, 10.33 કરોડ ઉજ્જવલા ગેસ કનેક્શન મળ્યાં.
કરોડો મહિલાઓને સરકારી યોજનાઓ, લોન અને બેંક ખાતાની સુવિધા મળી.
ઘર અને પાણી
4 કરોડ શહેરી–ગ્રામીણ ઘરો (PM Awas Yojana) બન્યાં.
15 કરોડ પરિવારો સુધી નળનું પાણી પહોંચ્યું.
ડિજિટલ ઇન્ડિયા
આધાર, મોબાઈલ અને બેંક લિંકિંગથી સીધા પૈસા ખાતામાં.
97 ટકા ડેટા સસ્તો, 99.6% જિલ્લાઓમાં 5G ઇન્ટરનેટ.
એરપોર્ટની સંખ્યા
2014: 74
2025: 150થી વધુ
ટેક્સ અને બિઝનેસ સુધારાઓ
આવકવેરા છૂટ રૂ. 12.75 લાખ સુધી વધી, સ્ટાન્ડર્ડ કપાત રૂ. 75,000 થઈ.
GST લાગુ; બિઝનેસ શરૂ કરવું સરળ બન્યું, હજારો જૂના કાયદા રદ થયા.
. કાશ્મીરી કલમ 370, વ્યાપક કાનૂની સુધારા
આર્ટિકલ 370 દૂર કરીને કાશ્મીરને સંપૂર્ણપણે ભારતમાં સામેલ કરવામાં આવ્યું.
હજારો જૂના કાયદા રદ, “Ease of Doing Business”ના નવાં ધોરણો નક્કી થયાં.
