નવી દિલ્હીઃ સ્પોર્ટ્સપ્રધાન કિરણ રિજિજુએ કહ્યું હતું કે સરકારે યોગાસનને પ્રતિસ્પર્ધી રમતના રૂપમાં વિકસિત કરવાના પ્રયાસ હેઠળને ‘ખેલો ઇન્ડિયા યુવા ખેલ 2021’માં સામેલ કર્યા છે. રિજિજુએ લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું કે સરકારે દેશમાં યોગાસનના વિકાસ માટે રાષ્ટ્રીય યોગાસન ખેલ મહાસંઘ (NYESF)ને માન્યતા પ્રદાન કરી છે.
સ્પોર્ટ્સપ્રધાને કહ્યું હતું કે યોગાસન રમતને પુરુષ અને મહિલા- બંને વર્ગોમાં ‘ખેલો ઇન્ડિયા યુવા ખેલ 2021’માં સામેલ કરવામાં આવી છે. NYESFને સરકારથી માન્યતા મળવાથી એ સિનિયર, જુનિયર અને સબ-જુનિયર વર્ગમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના આયોજન તથા આંતરાષ્ટ્રીય ખેલ પ્રતિયોગિતાઓમાં ભાગીદારી માટે નાણાકીય મદદ કરવા માટે હકદાર છે.
સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં યોગાસનને પ્રતિસ્પર્ધી ખેલના રૂપે માન્યયા પ્રદાન કરી હતી. યોગગુરુ બાબા રામદેવની અધ્યક્ષતામાં નવેમ્બર, 2019માં આતરરાષ્ટ્રીય યોગાસન ખેલ મહાસંઘની રચના કરવામાં આવી હતી. એચઆર નાગેન્દ્ર એના મહા સચિવ બની ગયા હતા.
