મહિલાઓની ફૂટબોલ એશિયા કપ-2022 નવી મુંબઈ, અમદાવાદમાં

મુંબઈઃ 2022માં મહિલાઓની ફૂટબોલ એશિયા કપ સ્પર્ધાની મેચો નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં, અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં અને ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે. એશિયન ફૂટબોલ કોન્ફેડરેશને આ ત્રણ સ્થળની પસંદગીને મંજૂરી આપી છે.

મહિલાઓની એશિયા કપ ફૂટબોલ 2022ની 20 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી યોજાશે. નવી મુંબઈના પાટીલ સ્ટેડિયમ અને અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં 2007ની ‘ફિફા અન્ડર-17 વર્લ્ડ કપ’ની મેચો પણ યોજવામાં આવી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]