કોહલી પિતા બન્યો; અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યો છે. એની બોલીવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ આજે બપોરે દીકરીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પહેલું જ સંતાન છે. વિરાટ અને અનુષ્કા પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

વિરાટ કોહલીએ આ જાહેરાત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરી છે. એમાં તેણે લખ્યું છે કે અમને જણાવતા આનંદ થાય છે કે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. આપ સૌના પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છા બદલ આભાર. અનુષ્કા અને પુત્રી બંને તંદુરસ્ત છે. અમે અમારાં જીવનનું આ નવું પ્રકરણ શરૂ કરતી વખતે અમને ખુશનસીબ ગણીએ છીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]