સીરમ ઈન્સ્ટિટ્યૂટ ફિલિપિન્સને આપશે ‘કોવિશીલ્ડ’ના 3-કરોડ ડોઝ

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાઇરસ સામે લડવા માટે કેન્દ્ર સરકારે બે કોરોનાની રસી ‘કોવિશિલ્ડ’ અને ‘કોવાક્સિનને’ ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. ‘કોવિશિલ્ડ’ને ભારતીય કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે. ફિલિપિન્સ સરકાર સિરમ ઇન્સ્ટિટ્યૂટની સાથે 30 મિલિયન એટલે કે ત્રણ કરોડ ‘કોવિશિલ્ડ’ રસીના સપ્લાય માટે કરાર કરશે. ફિલિપિન્સમનાં 9,06,90,000 લોકો કોરોના સંક્રમિત છે. એમાંથી 19.43 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હવે 2,39,36,000 લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધી 6, 48, 12,000 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

60 ટકા રસીનું ભારતમાં ઉત્પાદન

વિશ્વમાં બનનારી 60 ટકા રસીનું ઉત્પાદન ભારતમાં થશે. બીમારીઓની સામે ઉપયોગમાં લેવાનારી ત્રણમાંથી એક રસી ‘મેડ ઇન ઇન્ડિયા’નો સિક્કો લાગશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી વૈશ્વિક સંસ્થાની જરૂરિયાતના 60-80 ટકા રસી ભારતથી ખરીદે છે.

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થશે, જેમાં પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોને રસીકરણ કરવામાં આવશે.