નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડની સામે ત્રીજી ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને 76 રનોથી શરમજનક હાર પછી ટીમ ઇન્ડિયાની ચારે બાજુ ટીકા થઈ રહી છે. ભારતની બેટિંગ લાઇનઅપ ખરાબ રીતે ફ્લોપ થઈ રહી છે. ભારતીય ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ત્રણ મેચ થઈ ચૂકી છે. ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર છે. હજી બે મેચ બાકી છે. હવે બે મેચની ટીમની જીત-હારનો નિર્ણય કરશે.
રવિચંદ્રન અશ્વિનને સતત ત્રણ ટેસ્ટ મેચોમાં બહાર રાખવાની વાત કોઈના સમજમાં નથી આવતી. હવે એ વાતની પૂરી સંભાવના છે કે ટેસ્ટ મેચની સિરીઝની ચોથી ટેસ્ટમાં ટીમમાં ફેરફાર કરવામાં આવશે. શાર્દૂલ ઠાકુરની જગ્યાએ ઇશાંત શર્મા ખાસ કંઈ ઉકાળી નથી શક્યો. રિષભ પંત પણ સતત ચાર ટેસ્ટ મેચોમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ખાસ દેખાવ નથી કરી શક્યો. અશ્વિનની વાપસી જરૂરી છે. ઇંગ્લેન્ડની બેટિંગની સામે ભારતીય ઝડપી બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા છે.
ઇશાંતના નિરાશાજનક પ્રદર્શન પછી ઠાકુરને ટીમમાં સ્થાન મળે એવી શક્યતા છે. આ ઉપરાંત ઉમેશ યાદવનો પણ ટીમમાં સમાવેશ થઈ શકે. ત્રીજી ટેસ્ટમાં મધ્ય હરોળના બેટ્સમેનો –ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે સતત સાતત્યપૂર્ણ દેખાવ નથી કરી શક્યા. ભારતે હેડિંગ્લેમાં 1952, 1959 અને 1967માં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે એ પછી ભારતને 1986 અને 2002માં જીત હાંસલ થઈ હતી, પણ ટીમને મળી છે. આગામી ટેસ્ટ મેચ ઓવલમાં રમાવાની છે, જ્યાં પિચ સૂકી છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોર્ને ટીમ ઇન્ડિયાને મોટી સલાહ આપતાં કહ્યું હતું કે રહાણે ટીમ ઇન્ડિયા માટે બોજ બની ગયો છે. તેને ટીમમાંથી બહાર કરીને ટીમમાં ફેરફાર કરવો જોઈએ.