જાડેજાને ઘૂંટણમાં ઇજા થવાથી હોસ્પિટલ લઈ જવાયો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે, કેમ કે રવીન્દ્ર જાડેજાને ઇજાગ્રસ્ત થયો છે. ભારતનો ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઇજા થવાથી સાવધાની માટે સ્કેન કરવા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ફેન્સ તેના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

32 વર્ષીય ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ લીડ્સ ટેસ્ટના બીજા દિવસે ઘૂંટણમાં ઇજા થઈ હતી. તે પછી તે હોસ્પિટલમાં સ્કેન કરવા પહોંચ્યો છે, તેણે સોશિયલ મિડિયા પર આ માહિતી આપી હતી.

જાડેજાએ 32 ઓવર ફેંકીને બંને ઇનિંગસ્માં બેટિંગ કરી હતી. તેણે ચાર ઇનિંગ્સમાં 30 રન બનાવ્યા હતા. હસીબ હમીદના એક શોટને અટકાવવાના પ્રયાસમાં જાડેજાને જમણા ઘૂંટણમાં ઇજા થઈ હતી.

એ પછી તે મેદાનમાંથી બહાર ચાલ્યો ગયો હતો, પણ ફરી તે મેદાનમાં આવ્યો હતો. તેણે ટેસ્ટ મેચમાં બે વિકેટ

લીધી હતી. રવીન્દ્ર જાડેજાને સસ્પેન્સ ઊભું થયું છે. જો ઇજા મોટી હશે તો તે આગામી બે ટેસ્ટમાં ટીમમાં સામેલ નહીં થાય. સિરીઝની ચોથી ટેસ્ટ લંડનમાં ઓવલમાં અને પાંચમી મેચ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાવાની છે.

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]