લંડનઃ ઇંગ્લેન્ડના પ્રવાસ પર આવેલી ન્યુ ઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમને બોમ્બની ધમકી મળી છે. ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ ટીમએ બોમ્બની ધમકી મળ્યાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને ન્યુ ઝીલેન્ડ સંબંધિત એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઇંગ્લેન્ડ અને ન્યુ ઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે અને આજે ત્રીજી વનડે લિસેસ્ટરમાં રમાવાની છે.
આ ધમકીને વ્હાઇટ ફર્નને સંદર્ભિત નહોતી કરવામાં આવી, પણ જોખમને વિશ્વાસપૂર્વક નહીં માનતા મામલાની તપાસ કરવામાં આવી હતી. ટીમ સિરીઝની ત્રીજી વનડે રમવા માટે લિસેસ્ટર પહોંચી હતી, પણ ટીમની ટ્રેનિંગ રદ કરવામાં આવી છે, એ સમાચાર પાયાવિહોણા હતા, કેમ કે પ્રવાસ દરમ્યાન કોઈ ટ્રેનિંગ રાખવામાં નહોતી આવી, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે ટીમની ધમકી મળ્યા પછી ટીમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ટીમના મેનેજમેન્ટના એક સભ્યથી સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું હતું કે ટીમને જે હોટલમાં ઉતારવામાં આવી છે, ત્યાં બોમ્બ મૂકવામાં આવશે, એવી ધમકી આપવામાં આવી હતી, આ ધમકી પછી ન્યુ ઝીલેન્ડની ટીમને પોલીસની વધુ સુરક્ષા આપવામાં આવી હતી અને આતંકવાદીવિરોધી એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. ઇંગ્લેન્ડ અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચની સિરીઝ રમાવાની છે.