મેચ જીત્યા પછી બોલરોની ભારે પ્રશંસા કરતો સેમસન

દુબઈઃ IPL 2021ની 32મા રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રનોથી માત આપી હતી. આ શાનદાર જીત પછી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને મધ્યમ ઝડપી બોલરોની ભારે પ્રશંસા કરી હતી. આ મેચમાં મુસ્તફિઝુર રહેમાન અને કાર્તિક ત્યાગીએ છેલ્લી બે ઓવર નાખી હતી. જેને કારણે રોયલ્સને પંજાબ કિંગ્સ પર બે રનોથી જીત અપાવી હતી. પંજાબને છેલ્લી ઓવરમાં ચાર રન જોઈતા હતા, પણ ત્યાગીએ માત્ર એક રન આપીને બે વિકેટ લીધી હતી.

ક્યાંક અમારી લડાઈ બાકી હતી, અમને ખબર હતી કે અમારી પાસે કેટલાક ખોસ બોલરો છે. જેથી મુસ્તફિજુરને અંતિમ ઓવરો સુધી રાખ્યો હતો. ત્યાગીને યોર્કર, ખાસ કરીને વાઇડ યોર્કર પર વિશ્વાસ હતો. નવા બેટ્સમેનો સામે અમારા બોલરોએ સારી બોલિંગ કરી હતી. આ સાથે અમારી પાસે દરેક બેટ્સમેન માટે ફીલ્ડિંગની વ્યૂહરચના હતી. અમે છેલ્લા બેટ્સમેન સુધી ફીલ્ડિંગ અને બોલિંગની યોજના બનાવી હતી. અમે અમારા સ્કોરથી ખુશ હતા. આ વિકેટ પર એ સારો સ્કોર હતો. જો અમે જલદી-જલદી આઉટ ના થયા હોત તોપણ અમે મેચ જીતી શકતા હતા, એમ કેપ્ટને મેચ જીત્યા પછી કહ્યું હતું.

મેન ઓફ ધ મેચ ત્યાગીએ કહ્યું હતું કે હું આનંદ અનુભવું છે. હું IPL 2021ના પહેલા તબક્કામાં ઇજાગ્રસ્ત રહ્યો હતો, પણ જેવો હું સાજોનરવો થયો, ત્યારે ટુર્નામેન્ટ એ વખતે રદ થઈ હતી. આજે તક મળતાં હું ખુશ છું. મેં કેટલાંક વર્ષોથી મારા સિનિયર્સથી વાત કરી હતી. તે બધા કહ્યું હતું કે મેચનું પાસું ગમેત્યારે પલટી શકે છે. મને માલૂમ છે કે મારી પાસે ડેથ ઓવરોની સ્કિલ છે, એમ તેણે કહ્યું હતું.