આઈપીએલ ટાઈટલ સ્પોન્સર્સઃ વિવોના સ્થાને ટાટા ગ્રુપ

મુંબઈઃ આવતા વર્ષ – 2023થી, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાના શીર્ષક સ્પોન્સર તરીકે ચાઈનીઝ મોબાઈલ ફોન ઉત્પાદક વિવો કંપનીનું સ્થાન ટાટા ગ્રુપ લેશે. આઈપીએલની 6-સભ્યોની ગવર્નિંગ કાઉન્સિલે આજે મળેલી તેની બેઠકમાં આ નિર્ણય વિશે સહમતી દર્શાવી હતી.

આ જાણકારી આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આપી છે. એમણે કહ્યું કે, વિવોએ 2018ખી 2022ની સાલ સુધી આઈપીએલ સ્પર્ધાના ટાઈટલ સ્પોન્સર તરીકે રહેવા રૂ. 2,200 કરોડનો સોદો કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]