લેણાંના ઈક્વિટીમાં રૂપાંતરણથી VIમાં સરકારનો 35.8-0ટકા હિસ્સો થશે  

નવી દિલ્હીઃ વોડાફોન આઇડિયાએ જણાવ્યું હતું કે બોર્ડે બેઠકમાં સ્પેક્ટ્રમની લિલામીના હપતા અને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)નાં બાકી લેણાં પરના વ્યાજની રકમને ઇક્વિટીમાં રૂપાંતરણ કરવા માટે મંજૂરી આપી દીધી છે. એટલે આ રૂપાંતરણના પરિણામસ્વરૂપે પ્રમોટરો સહિત કંપનીના હાલના શેરહોલ્ડરોમાં વહેંચવામાં આવશે.

આ રૂપાંતરણ પછી કેન્દ્ર સરકારનો કંપનીનાં કુલ બાકી શેરોમાં હિસ્સો 35.8 ટકાનો હશે અને પ્રમોટરો પાસે વોડાફોન ગ્રુપમાં હિસ્સો 28.5 ટકા અને આદિત્ય બિરલા ગ્રુપની પાસે આશરે હિસ્સો 17.8 ટકા રહેશે, એમ એક્સચેન્જમાં ફાઇલિંગ કરેલા પેપરમાં જણાવવામાં આવ્યું છે.

કંપનીના અંદાજ પ્રમાણે કંપનીનું નેટ પ્રેઝેન્ટ વેલ્યુ (NPV) અંદાજે આશરે રૂ. 16,000 કરોડ છે, ડોટ (DoT) દ્વારા પુષ્ટિને આધીન છે. કંપનીની 14 ઓગસ્ટ, 2021એ શેરોની સરેરાશ કિંમતના મૂલ્યની નીચે સરકારે ઈક્વિટી શેરદીઠ રૂ. 10 પ્રતિ શેર પ્રમાણે જારી કરવામાં આવશે. વોડાફોનના બોર્ડે ઓક્ટોબરમાં સ્પેક્ટ્રમની લિલામીના હપતા અને AGRનાં લેણાં ચાર વર્ષ માટે સ્થગિત કરવાની મંજૂરી આપી હતી.

વોડાફોન આઇડિયા માટે આ રેસ્ક્યુ પ્લાન મહત્ત્વનો હતો, કેમ કે કંપની તેના હરીફો માટે ગ્રાહકોને સતત ગુમાવતી રહી હતી. ખાસ કરીને રિલાયન્સ જિયોએ 2016માં ટેલિકોમ ક્ષેત્રે મોટા ખેલાડી બનવા માટે મોટું ભાવયુદ્ધ શરૂ કર્યું હતું.

ગયા વર્ષે ડોટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરેલા સુધારામાં કહ્યું હતું કે લોનને ઇક્વિટીમાં કંપની કાયદાની કલમ 62 (4) હેઠળ રૂપાંતરણ કરી શકાશે. જોકે ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલે કહ્યું હતું કે કંપની સ્પેક્ટ્ર અને AGRના લેણાંને ઈક્વિટીમાં રૂપાતરણ કરવાનો વિકલ્પ નહીં અપનાવે.