મહિલાઓની પ્રીમિયર લીગનું ટાઈટલ સ્પોન્સર પણ ટાટા ગ્રુપ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા સંચાલિત મહિલાઓની પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (WPL)ની આ વર્ષની મોસમના ટાઈટલ અધિકારો ટાટા ગ્રુપે મેળવ્યા છે. ટાટા ગ્રુપ પુરુષોની આઈપીએલ સ્પર્ધાનું પણ ટાઈટલ સ્પોન્સર છે.

WPLના ટાઈટલ સ્પોન્સર રાઈટ્સ ટાટા ગ્રુપે જીત્યાની જાહેરાત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વિટરના માધ્યમથી કરી છે. પીટીઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, ટાટા ગ્રુપે પાંચ વર્ષ માટે WPLના ટાઈટલ સ્પોન્સર અધિકારો મેળવ્યા છે. મહિલાઓની પ્રીમિયર લીગ સ્પર્ધા 4 માર્ચથી મુંબઈ અને નવી મુંબઈમાં શરૂ થવાની છે. એમાં પાંચ ટીમ રમશે. કુલ 22 મેચો રમાશે.

https://twitter.com/JayShah/status/1628049544612290569