ઓકલેન્ડઃ કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનારા આઈસીસી ટી-20 વર્લ્ડ કપના આયોજન પર જોખમ મંડરાયું છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના કાર્યકારી અધિકારી ડેવિડ વાઈટનું માનીએ તો અત્યારે ટૂર્નામેન્ટના આયોજન પર કોઈપણ નિર્ણય થઈ શક્યો નથી. જુલાઈ બાદ જ આ મામલે કોઈ નિર્ણય આવી શકે છે.
ડેવિડે જણાવ્યુ કે, આકસ્મિકતા યોજના જરુરી બનાવાઈ રહી છે અને આને લઈને ખૂબ ચર્ચા પણ ચાલી રહી છે પરંતુ કોઈપણ નિર્ણય નહી લેવામાં આવે. જો આને લઈને કોઈ નિર્ણય કરવો પણ પડે તો તેપણ જુલાઈ સુધી શક્ય નથી.
લોકો અલગ-અલગ દેશોમાં પોતાના અનુભવને શેર કરશે. વર્તમાન સ્થિતિ કેવી તેના પર વાત કરવામાં આવશે. વર્લ્ડ કપ પર ચર્ચા થશે, હું એ વાતને લઈને આશ્વસ્ત છું કે અત્યારે તો કોઈપણ નિર્ણય લેવામાં નહી આવે.
તેમણે આગળ કહ્યું કે, આ મામલે ઓસ્ટ્રેલિયાની સરકાર સાથે વાત ચાલી રહી છે. પ્રયત્ન છે કે ટી-20 વર્લ્ડ કપનું આયોજન પૂર્વમાં નિર્ધારિત કાર્યક્રમના હિસાબથી કરાવાઈ શકે. તેમણે કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સરકારના અધિકારીઓ સાથે નજીકથી આ મામલે કામ કરી રહી છે. તેઓ ઓક્ટોબર-નવેમ્બરમાં જ આ ટૂર્નામેન્ટને કરાવવા મામલે વિચાર કરી રહ્યા છે.
2021 ના ફેબ્રુઆરી મહિનામાં ન્યૂઝીલેન્ડમાં મહિલા વિશ્વ કપનું આયોજન કરવામાં આવશે. ડેવિડે જણાવ્યું કે આ મામલે અત્યારસુધી તો કોઈ વાત નથી કરવામાં આવી. અત્યારે તો આને સ્થગિત કરવાને લઈને કોઈપણ પ્રકારની વાત નથી કરવામાં આવી. ન્યૂઝીલેન્ડ માટે મહિલા વિશ્વકપનું આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે.